ક્રિકેટમાં કપ મેળવ્યો પણ રાજનીતિમાં ગુમાવ્યું રાજ! જાણો કેમ ઈમરાન ખાન ન બદલી શક્યા પાકિસ્તાનનો ઈતિહાસ

એકસમયે જેમણે ક્રિકેટની પીચ પર પોતાની બોલિંગ અને કેપ્ટનશીપની મદદથી દેશનું નામ રોશન કર્યુ હતું. તે જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એવું લાગતું હતું કે તે રાજનીતિમાં ઈતિહાસ બદલી નાંખશે અને દેશને પ્રગતિના પંથે આગળ લઈ જશે. પરંતુ કમનસીબે મિયાં ઈમરાન ખાન કંઈ જાદુ ન કરી શક્યા અને પોતે જ ઈતિહાસ બની ગયા.

ક્રિકેટમાં કપ મેળવ્યો પણ રાજનીતિમાં ગુમાવ્યું રાજ! જાણો કેમ ઈમરાન ખાન ન બદલી શક્યા પાકિસ્તાનનો ઈતિહાસ

જયેશ જોશી, અમદાવાદઃ એકસમયે જેમણે ક્રિકેટની પીચ પર પોતાની બોલિંગ અને કેપ્ટનશીપની મદદથી દેશનું નામ રોશન કર્યુ હતું. તે જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એવું લાગતું હતું કે તે રાજનીતિમાં ઈતિહાસ બદલી નાંખશે અને દેશને પ્રગતિના પંથે આગળ લઈ જશે. પરંતુ કમનસીબે મિયાં ઈમરાન ખાન કંઈ જાદુ ન કરી શક્યા અને પોતે જ ઈતિહાસ બની ગયા. પાકિસ્તાનના કાયદે આઝમ પાકિસ્તાન મુહમ્મદ અલી જિન્નાહે 26 ફેબ્રુઆરી 1948માં કહ્યું હતું કે ''પાકિસ્તાન સંવિધાન સભા હજુ પાકિસ્તાનનું સંવિધાન બનાવશે. હું નથી જાણતો કે તેનું અંતિમ સ્વરૂપ કેવું હશે?, પરંતુ મને વિશ્વાસ છે કે આ લોકતાંત્રિક દેશ હશે.'' જિન્નાહે કહ્યું હતું કે ડેમોક્રેટિક ટાઈપ પાકિસ્તાન. અને ડેમોક્રેસી તો પાકિસ્તાનમાં ટાઈપ જ બનીને રહી ગઈ.

70 વર્ષમાં 29 પ્રધાનમંત્રી આવ્યા અને ગયા પરંતુ કોઈપણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. અને તેમાં વધુ એક નામ જોડાઈ ગયું છે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું. જે રાજનીતિમાં આવ્યા ત્યારે એવું લાગતું હતું કે આ માણસ દેશ માટે કંઈક કરશે. પરંતુ તમામ દાવા પોકળ સાબિત થયા. પાકિસ્તાન નવું પાકિસ્તાન તો ન બની શક્યું પરંતુ જૂના પાકિસ્તાન કરતાં પણ બદતર હાલત થઈ ગઈ. ઈમરાન ખાનની ખુરશી કેમ ધ્રૂજી ગઈ. તો તેની પાછળ સેના, આઈએસઆઈ અને વિપક્ષ સહિત ચીન પણ એટલું જ જવાબદાર છે.

પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રીનો કાર્યકાળ અધૂરો રહ્યો:
પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રી બન્યા લિયાકત અલી ખાન. જોકે તેમની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી. જેના કારણે તેમનો કાર્યકાળ પણ અધૂરો રહ્યો.

પાકિસ્તાનના બીજા પ્રધાનમંત્રીઓની શું સ્થિતિ રહી:
2. ખ્વાજા નઝીમુદ્દીન - 1 વર્ષ, 182 દિવસ

3. મોહમ્મદ અલી બોગરા - 2 વર્ષ, 117 દિવસ

4. ચૌધરી મોહમ્મદ અલી - 1 વર્ષ 31 દિવસ

5. હુસૈન શાહીદ સુહરાવર્દી - 1 વર્ષ, 35 દિવસ

6. ઈબ્રાહીમ ઈસ્માઈલ ચુદ્રીંગર - 60 દિવસ

7. સર ફિરોઝ ખાન નૂન - 295 દિવસ

8. નુરુલ અમીન - 13 દિવસ

9. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો - 3 વર્ષ, 325 દિવસ

10. મુહમ્મદ ખાન જુનેજો - 3 વર્ષ, 66 દિવસ

11. બેનઝીર ભુટ્ટો - 1 વર્ષ, 247 દિવસ

12. નવાઝ શરીફ - 2 વર્ષ 254 દિવસ

13. બેનઝીર ભુટ્ટો - 3 વર્ષ, 17 દિવસ

14. નવાઝ શરીફ - 2 વર્ષ, 237 દિવસ

15, મીર ઝફરુલ્લાહ ખાન જમાલી - 1 વર્ષ, 216 દિવસ

16. ચૌધરી શુઝાત હુસૈન - 57 દિવસ

17. શૌકત અઝીઝ - 3 વર્ષ, 79 દિવસ

18. યૂસુફ રઝા ગિલાની - 4 વર્ષ, 86 દિવસ

19. રાજા પરવેઝ અશરફ - 275 દિવસ

20. નવાઝ શરીફ - 4 વર્ષ, 53 દિવસ

21. શાહીદ ખકાન અબ્બાસી - 303 દિવસ

22. ઈમરાન ખાન - 3 વર્ષ, 235 દિવસ

પ્રધાનમંત્રીની ખુરશી રહી છે કમનસીબ:
પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રીને અવિશ્વાસ પ્રસ્તાવથી પોતાની ખુરશી છોડવી પડી છે. વર્ષ 1947થી અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ પ્રધાનમંત્રી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. ક્યારેક કોઈ પ્રધાનમંત્રી સદનમાં હારી ગયા તો કોઈને સેનાએ હટાવી દીધા. પરંતુ તેનું શું કારણ છે તે ક્યાં કોઈ પણ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

પાકિસ્તાનમાં અત્યાર સુધી 30 પ્રધાનમંત્રી આવ્યા:
પાકિસ્તાનના અત્યાર સુધી 30 પ્રધાનમંત્રી બન્યા. જેમાંથી 7 પ્રધાનમંત્રી કેર ટેકર બન્યા. એટલે કુલ 23 વખત પાકિસ્તાને કોઈ વ્યક્તિને પ્રધાનમંત્રી પદ પર બેસાડ્યા છે. પરંતુ કોઈપણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. તેમાં સૌથી મોટું કારણ રહ્યું સેનાની રાજકીય દખલ.

ઈમરાન ખાન ઈતિહાસ ન બનાવી શક્યા:
18 ઓગસ્ટ 2018ના દિવસે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ એટલે પાકિસ્તાન તહરકી-એ-ઈન્સાફે ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. અને ઈમરાન ખાન દેશના પ્રધાનમંત્રી બન્યા. પરંતુ 4 વર્ષ પૂરા થતાં-થતાં તેમની સામે અનેકવિધ સમસ્યાઓ આવી ગઈ. દેશમાં સતત મોંઘવારી, બેરોજગારી, વિપક્ષનું સતત દબાણ, સેનાની દખલઅંદાજી અને ચીન-અમેરિકાનું વૈશ્વિક દબાણ એવું સર્જાયું કે ઈમરાન ખાને બહુ હવાતિયા માર્યા પરંતુ વિશાળ વિરોધની સુનામીમાં તે ઝીંક ન ઝીલી શક્યા અને પહેલાના પ્રધાનમંત્રીઓની જેમ તે પણ કમનસીબ સાબિત થયા.

અંગત જીવનમાં પણ રહ્યા નિષ્ફળ:
69 વર્ષના ઈમરાન ખાન અંગત જીવનમાં પણ નિષ્ફળ સાબિત થયા. કેમ કે 1995માં તેમણે જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ માત્ર 9 વર્ષની અંદર બંનેના છૂટાછેડા થઈ ગયા. તેના પછી ઈમરાને બ્રિટિશ પત્રકાર રેહામ ખાન સાથે 2014માં લગ્ન કર્યા અને માત્ર એક જ વર્ષની અંદર બંને અલગ થઈ ગયા. ત્યારબાદ તેમણે 2018માં બુશરા બીબી સાથે લગ્ન કર્યા. પરંતુ તેની સાથે પણ તેમની જિંદગી અનેક ઉતાર-ચઢાવવાળી રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news