સ્વાદના શોખીનો સાવધાન! અહીં 30 વર્ષથી ટોયલેટમાં ભોજન અને નાસ્તો બનાવીને વેચતો હતો દુકાનદાર!
સાઉદી અરેબિયામાંથી એક એવી રેસ્ટોરન્ટ ઝડપાઈ છે જેણા વિશે સાંભળીને તમે ઉબકા ચઢશે. જેમાં ટોઈલેટમાં સમોસા સહિતનો નાસ્તો બનાવવામાં આવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા 30 વર્ષથી આ રેસ્ટોરન્ટના ટોઈલેટમાં નાસ્તો બની રહ્યો છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને માહિતી મળતા તેમણે આવાસીય બિલ્ડિંગમાં સ્થિત આ રેસ્ટોરન્ટ પર રેડ કરી હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: ગુજરાતીમાં એક કહેવત છે કે કાગડા બધે કાળાં હોય છે. ભારતમાં છાશવારે બાથરૂમ કે ટોઈલેટમાં ખાવાનું બનતું હોય તેવા અનેક કિસ્સા બહાર આવતા હોય છે. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ તેમ છતાં લોકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી. સાઉદી અરેબિયામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં હાયજિનની કથળેલી સ્થિતિ દેશની શાખને અસર કરી રહી છે.
સાઉદી અરેબિયામાંથી એક એવી રેસ્ટોરન્ટ ઝડપાઈ છે જેણા વિશે સાંભળીને તમે ઉબકા ચઢશે. જેમાં ટોઈલેટમાં સમોસા સહિતનો નાસ્તો બનાવવામાં આવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા 30 વર્ષથી આ રેસ્ટોરન્ટના ટોઈલેટમાં નાસ્તો બની રહ્યો છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને માહિતી મળતા તેમણે આવાસીય બિલ્ડિંગમાં સ્થિત આ રેસ્ટોરન્ટ પર રેડ કરી હતી. અહેવાલ અનુસાર કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં એક રેસ્ટોરન્ટ 30 વર્ષથી ટોયલેટમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવતા હતા. જેદ્દાહ નગરપાલિકાએ રહેણાંક મકાનમાં એક રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની માહિતી મળ્યા બાદ દરોડો પાડ્યો હતો. જેના વોશરૂમમાં નાસ્તો અને ભોજન બનાવવામાં આવતું હતું. અંતે સત્તાધીશોએ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધી છે.
સ્થાનિક મીડિયાને ટાંકીને આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, સાઉદી અરેબિયાના સત્તાવાળાઓએ તાજેતરમાં જેદ્દાહ શહેરમાં સ્થિત એક રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી. હકીકતમાં તપાસ દરમિયાન તેને ખબર પડી કે લગભગ 30 વર્ષથી રેસ્ટોરન્ટના રેસ્ટરૂમમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવવામાં આવે છે. ત્યાં કામ કરતા કામદારો પાસે કોઈ હેલ્થ કાર્ડ પણ નહોતું અને તેઓ રહેઠાણના કાયદાનું ઉલ્લંઘન કરતા હતા. આ સિવાય મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જોયું કે જેદ્દાહની આ રેસ્ટોરન્ટમાં બે વર્ષ જુના માંસ અને ચીઝનો ઉપયોગ થતો હતો. તાત્કાલિક ધોરણે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે 30 વર્ષથી ચાલી રહેલી આ રેસ્ટોરન્ટના કર્મચારીઓ પાસે કોઈ હેલ્થ કાર્ડ નથી અને તેઓ અહીં સ્પષ્ટપણે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
રેસ્ટોરન્ટમાં કીડા અને ઉંદરો પણ જોવા મળ્યા!
રિપોર્ટ અનુસાર, રેસ્ટોરન્ટ વોશરૂમમાં નાસ્તો અને ભોજન પણ બનાવતી હતી. આ ઉપરાંત જેદ્દાહ નગરપાલિકાના અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે રેસ્ટોરન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક માંસ અને પનીર જેવી ખાદ્ય ચીજવસ્તુઓની સમયસીમા બે વર્ષ પહેલા પૂરી થઈ ગઈ હતી. એટલું જ નહીં અધિકારીઓએ ત્યાં કીડા અને ઉંદરો પણ જોયા. પાલિકાએ આ વિશે કહ્યું છે કે તેણે અનેક ગેરકાયદેસર રેસ્ટોરાંને સીલ કરી દીધા છે અને એક ટનથી વધુ ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નાશ કર્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં જેદ્દાહમાં એક પ્રખ્યાત શવર્મા રેસ્ટોરન્ટ પણ બંધ કરવામાં આવી હતી કારણ કે ઉંદરો અહીં-ત્યાં ભટકતા જોવા મળ્યા હતા.
શવર્મા રેસ્ટોરન્ટની ઘણી તસવીરો લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના પછી વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને રેસ્ટોરન્ટને સીલ કરી દીધી હતી. સાઉદીમાં રેસ્ટોરાં/હોટલોમાં સમયાંતરે આ પ્રકારની તપાસ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે