આ એક્ટ્રેસને આપવામાં આવ્યું સૌથી પરફેક્ટ ફિગરનું બિરુદ, મેગેઝિને કહી આશ્ચર્યજનક વાત

ટીવી પ્રેઝેન્ટેટર અને હોલીવુડ એક્ટ્રેસ કેલી બ્રુકને લઇને એક રસપ્રદ રિસર્ચ સામે આવ્યું હતું, જેમાં તેને દુનિયાની સૌથી પરફેક્ટ બોડીવાળી મહિલા તરીકે વર્ણાવવામાં આવી છે.

આ એક્ટ્રેસને આપવામાં આવ્યું સૌથી પરફેક્ટ ફિગરનું બિરુદ, મેગેઝિને કહી આશ્ચર્યજનક વાત

વોશિંગ્ટનઃ કીસીને ક્યા ખૂબ કહા હૈ 'તેરે હુશ્ન પરે કુર્બાન હો જાઉં, તેરી બાહો મેં બેજાન હો જાઉં, એસી નઝાકત હૈ તેરી સૂરત કી, કી મેં તો તેરા ગુલામ હો જાઉં'. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું શરીર એકદમ પરફેક્ટ હોવું જોઈએ. આ માટે લોકો ડાયટથી લઈને એક્સરસાઈઝ સુધી બધું જ કરે છે. તેમ છતાં દરેકને ઇચ્છિત શરીર મળતું નથી. કેટલાક દુર્લભ લોકો હોય છે, જેમને પરફેક્ટ બોડી ગોર્ડ ગિફ્ટ તરીકે મળે છે. આવી જ એક મહિલા ટીવી પ્રેઝેન્ટેટર અને હોલીવુડ એક્ટ્રેસ કેલી બ્રુક છે.

રિસર્ચમાં જણાવવામાં આવી પરફેક્ટ બોડી
કેલી બ્રુક વિશે એક રસપ્રદ રિસર્ચ સામે આવ્યું હતું, જેમાં તેને દુનિયાની સૌથી પરફેક્ટ બોડીવાળી મહિલા તરીકે વર્ણવવામાં આવી હતી. ટેક્સાસ યુનિવર્સિટીના એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કેલી બ્રુકને પરફેક્ટ બોડી હોવાનું જણાવ્યું હતું. સંશોધનમાં શરીર અને વાળની ​​લંબાઈ, ચહેરાનું કદ, વજન સહિતના ઘણા માપદંડોને આધાર બનાવવામાં આવ્યા હતા. સંશોધન પૂર્ણ થયા બાદ કેલીને કુદરતી રીતે સુંદર ગણાવવામાં આવી હતી.

સેક્સિએસ્ટ વુમન ઇન ધ વર્લ્ડનો પણ મળ્યો છે ખિતાબ
તમને જણાવી દઈએ કે કેલી બ્રુકે ક્યારેય પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. જેઓ તેને ઓળખે છે તેઓ માને છે કે જ્યારે ભગવાને તેને આવી બનાવી છે તો પ્લાસ્ટિક સર્જરીની જરૂર નથી. બ્રિટનના ફેશન મેગેઝિન FHM એ વર્ષ 2005 માં કેલીને 'વિશ્વની સૌથી સેક્સી મહિલા' તરીકે ખિતાબ આપ્યો હતો. મેગેઝીનના આ સર્વેમાં 1.5 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

કેલીએ કહ્યું- ઉંમર સાથે આવે છે આત્મવિશ્વાસ
કેલી બ્રુક 40 વર્ષની છે. વર્ષ 2020 માં 40 માં જન્મદિવસે વધેલા વજન અંગે કેલી બ્રુકે કહ્યું હતું કે, મારા સ્લિમનેસના કેટલાક દિવસો ખુબ જ દુ:ખી રહ્યા છે. હું હવે સ્વસ્થ અને ખુશ છું. શરીર અને ઉંમર સાથે આત્મવિશ્વાસ આવે છે. કેલી પહેલીવાર 1997 માં એક મ્યુઝિકલ વીડિયોમાં જોવા મળી હતી. આ પછી તેણે ટીવી પ્રેઝન્ટેટર તરીકે પણ કામ કર્યું. કેલી બ્રુક ઘણા વિવાદોમાં પણ ફસાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news