Extreme Heat In The UK: બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ

Extreme Heat In The UK: બ્રિટન પોતાના ઈતિહાસની સૌથી ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. હવામાન કાર્યાલયના મુખ્ય કાર્યકારી પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું- અમે બ્રિટનના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ જોઈ શકીએ છીએ. તેમણે લોકોને સરકારી ચેતવણીને ગંભીરતાથી લેવાનો આગ્રહ કર્યો છે. 

Extreme Heat In The UK: બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ

લંડનઃ યુનાઇટેડ કિંગ્ડમમાં આજે ગરમીના તમામ રેકોર્ડ તુટી ગયા છે. આજે અહીં તાપમાન 39.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. યુકેમાં લોકોને ઘરમાં અંદર રહેવાની અને બિન જરૂરી યાત્રાથી બચવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં સોમવારનો દિવસ પણ સૌથી વધુ ગરમ રહ્યો હતો. તાપમાન રેકોર્ડ શરૂ થયા બાદ અહીં પ્રથમવાર પારો 40 ડિગ્રી સેલ્સિયસના નિશાન તરફ વધી રહ્યો છે. યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી દ્વારા એક રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ છે અને હવામાન વિભાગે ગરમીને લઈને પહેલા પોતાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે વધુ ગરમીથી જીવન માટે ખતરાની ચેતવણી છે. બુધવારે વરસાદના પૂર્વાનુમાન પહેલા મંગળવારે હીટવેવ ચરમ પર પહોંચી ગયો છે. 

હવામાન કાર્યાલયના મુખ્ય કાર્યકારી પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું- આપણે બ્રિટનના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ જોઈ શકીએ છીએ. તેમણે કહ્યું, મંગળવારે 40C અને તેનાથી વધુની સંભાવના છે, જે 41 કાર્ડ સુધી જઈ શકે છે. કેટલાક મોડલોમાં 43 છે, પરંતુ અમે આશા કરી રહ્યાં છીએ કે એટલી ગરમી હશે નહીં. તેમણે લોકોને ચેતવણીને ગંભીરતાથી લેવાનો આગ્રહ કર્યો હતો. 

પ્રોફેસર એન્ડર્સબીએ કહ્યું- આ તાપમાન અભૂતપૂર્વ છે અને અમે તેનો સામનો કરવા તૈયાર નથી. ગરમી હજારો લોકોના મોતનું કારણ બને છે, તેથી લોકોને છાયામાં રહેવા, ઠંડા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહનું પાલન કરવુ જરૂરી છે. બ્રિટનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન  38.7 C (101.7 F) 2019 માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. 

લોકોને આપવામાં આવી રહી છે ચેતવણી
લોકોને ટ્રેન અને કારથી યાત્રા કરવામાં ચેતવણી આપવામાં આવી રહી છે. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે, નેટવર્ક કેટલાક ભાગ પર... ગરમ હવામાનનું મેનેજમેન્ટ કરવા અને કોઈપણ સંભવિત નુકસાનથી બચવા માટે રેલવે સ્પીડ પ્રતિબંધોની જરૂરીયાત પડી શકે છે. ખુબ ગરમ તાપમાન રેલ, ઓવરહેડ પાવર લાઇન અનિ સિગ્નલિંગ ઉપકરણની સાથે બેન્ડ એન્ડ બકલ ટ્રેકને પ્રભાવિત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news