આ સ્કૂલમાં નહીં બનાવી શકો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ, શું તમે જાણો છે ક્યાં આવેલી છે આવી સ્કૂલ?

Unique School Rule : અહીંની સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કડક નિયમ... કેમ્પસમાં વિદ્યાર્થીઓને હાથ મિલાવવા પર પ્રતિબંધ... કોઇપણ શારીરિક મુવમેન્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ... સ્કૂલના નિર્ણયથી કેટલાક વાલીઓમાં રોષ...ઇંગલેન્ડમાં આવેલી છે ઇંતેજામિયા સ્કૂલ

આ સ્કૂલમાં નહીં બનાવી શકો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ, શું તમે જાણો છે ક્યાં આવેલી છે આવી સ્કૂલ?

Unique School Rule : સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે સારા એવા રિલેશન હોય છે. ઘણી વખત ગળે પણ લગાવતા હોય છે અને કેમ્પસમાં હાથ પણ મિલાવતા હોય છે. પરંતુ આ વીડિયોમાં એક એવી સ્કૂલની વાત કરવા જઇ રહ્યા છીએ જ્યાં કોઇપણ રોમેન્ટિક રિલેશન અથવા તો કોઇપણ ફિઝિકલ કોન્ટેક્ટ પર પ્રતિબંધ લગાવવાથી કેટલાક વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. ઉપરાંત અહીં મોબાઇલ પણ બેન કરવામાં આવ્યો છે. વાલીઓએ આ નિયમની નિંદા કરી છે.
 
આ સ્કૂલ ઇંગ્લેન્ડમાં આવેલી છે જેનું નામ છે ઇંતેજામિયા. સ્કૂલ તરફથી જાહેર કરવામાં આવેલા લેટરમાં જણાવાયું છે કે, કોઇપણ વિદ્યાર્થીઓ શારીરિક સંપર્ક જેમ કે, ગળે મળવું એક બીજાનો હાથ પકડવો અને કોઇને તમાચો મારવા પર પાબંધી લગાવી છે. 

લેટરમાં વધુ જણાવાયું છે કે, તમારું બાળક જો કોઇને ટચ કરે છે.જો તે સહમતિ આપે કે ન આપે પરંતુ કંઇપણ થઇ શકે છે. એવું પણ બની શકે કે, કોઇને ખરાબ લાગતું હોય. સ્કૂલે વધુ જણાવ્યું કે, બાળકો સકારાત્મક દોસ્તી કરે અને બાળક જ્યારે સ્કૂલમાં હોય ત્યારે સંપૂર્ણ અભ્યાસ પર ફોકસ કરે નહીં કે કોઇ રિલેશનના ચક્કરમાં પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news