OMG! કોરોનાના નીતનવા વેરિએન્ટ માટે રસીકરણ જવાબદાર? નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસરનો હચમચાવી નાખતો દાવો
એક બાજુ જ્યાં કોરોના મહામારીના ખાતમા માટે રસીકરણની ઝડપ વધારવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી બાજુ ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર લ્યૂક મોન્ટેગ્નિયર(Luc Montagnier) એ એક ચોંકાવનારો દાવો કર્યો છે. મોન્ટેગ્નિયરનું કહેવું છે કે કોરોના રસી વાયરસને રોકવાની જગ્યાએ તેને વધુ મજબૂત કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાના નવા નવા વેરિએન્ટ ઉત્પન્ન થવાનું કારણ રસીકરણ જ છે.
Trending Photos
પેરિસ: એક બાજુ જ્યાં કોરોના મહામારીના ખાતમા માટે રસીકરણની ઝડપ વધારવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી બાજુ ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર લ્યૂક મોન્ટેગ્નિયર(Luc Montagnier) એ એક ચોંકાવનારો દાવો કર્યો છે. મોન્ટેગ્નિયરનું કહેવું છે કે કોરોના રસી વાયરસને રોકવાની જગ્યાએ તેને વધુ મજબૂત કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાના નવા નવા વેરિએન્ટ ઉત્પન્ન થવાનું કારણ રસીકરણ જ છે.
વધુ ખતરનાક થયા વેરિએન્ટ્સ
એક ઈન્ટરવ્યુમાં લ્યૂક મોન્ટેગ્નિયરે કહ્યું કે મહામારી વૈજ્ઞાનિકોને રસી સંબંધિત તથ્યો અંગે ખબર છે પરંતુ તેઓ ચૂપ છે. આ ઈન્ટરવ્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક સવાલના જવાબમાં નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસરે કહ્યું કે 'રસી વાયરસને રોકતી નથી. પરંતુ તે તેનાથી વિપરિત કામ કરે છે એટલે કે વાયરસને શક્તિશાળી બનાવે છે. રસીકરણના કારણે કોરોનાન નવા વેરિએન્ટ મૂળ વેરિએન્ટની સરખામણીએ વધુ નુકસાન પહોંચાડી શકે છે.'
This is HUGE!
Bombshell: Nobel Prize Winner Reveals - Covid Vaccine is 'Creating Variants' (Huge Cover-Up)
Prof. Luc Montagnier said that epidemiologists know but are “silent” about the phenomenon, known as “Antibody-Dependent Enhancement” (ADE)
— Amy Mek (@AmyMek) May 18, 2021
2008માં જીત્યો હતો નોબલ
ફારન્સના વાયરોલોજિસ્ટ લ્યૂક મોન્ટેગ્નિયરે 2008માં નોબલ પુરસ્કાર જીત્યો હતો. આવામાં તેમની વાતોને જરાય હળવાશથી લઈ શકાય નહીં. આ મહિનાની શરૂઆતમાં તેમણે પિયરે બર્નેરિયાસને આપેલા ઈન્ટરવ્યુમાં કોરોના વિશે ઘણી વાતો કરી. આ ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમેરિકાના આરએઆઈઆર ફાઉન્ડેશને ખાસ કરીને આ ઈન્ટરવ્યુને ટ્રાન્સલેટ કર્યો છે.
આ પ્રકારે કામ કરે છે રસી
રસીકરણ શરૂ થયા બાદથી જાન્યુઆરીથી નવા કેસ અને મોતના આંકડા ઝડપથી વધી રહ્યા છે આ અંગે તમારો શો અભિપ્રાય છે? આ સવાલના જવાબમાં મોન્ટેગ્નિયરે કહ્યું કે 'આ એક એવી વૈજ્ઞાનિક, મેડિકલ ભૂલ છે જેને સ્વીકારી શકાય નહીં. તેને ઈતિહાસમાં નોંધવામાં આવશે કારણ કે રસીકરણ જ નવા વેરિએન્ટ ઉત્પન્ન કરી રહ્યું છે.' પોતાની વાતને સમજાવતા તેમણે કહ્યું કે રસી એન્ટીબોડી બનાવે છે. જે વાઈરસને કોઈ બીજો રસ્તો શોધવા કે મરવા માટે વિવશ કરે છે. જેને પગલે નવા વેરિએન્ટ ઉત્પન્ન થાય છે.
દરેક દેશમાં એક જેવા હાલ
મોન્ટેગ્નિયરે વધુમાં કહ્યું કે તમે જોઈ શકો છો કે દરેક દેશમાં એક જેવી સ્થિતિ છે. રસીકરણનો ગ્રાફ મોતના ગ્રાફ સાથે ચાલી રહ્યો છે. હું નજીકથી તેનું અનુસરણ કરી રહ્યો છું અને રસી લગાવ્યા બાદ સંક્રમિત થયા છે તેવા દર્દીઓ સાથે પ્રયોગ કરી રહ્યો છું. તેનાથી જાણવા મળે છે કે તે એક એવો વેરિએન્ટ બનાવી રહ્યા છે જેના પર કોરોના રસી ઓછી પ્રભાવી છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાને એન્ટીબોડી-ડિપેન્ડેન્ટ ઈનહેસમેન્ટ (Antibody Dependent Enhancement (ADE) કહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે