ટ્રમ્પના સમર્થનમાં કેમ આવ્યા અમેરિકી મુસલમાન, હેરિસને ભારે પડી અલ્પસંખ્યકોની નારાજગી, જાણો કારણ

અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસને મુસ્લિમ મતદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. તેમણે ખુલ્લેઆમ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો છે. જેના કારણે મિશિગન જેવા મુસ્લિમ બહુમતીવાળા રાજ્યમાં પણ ટ્રમ્પને શાનદાર જીત મળી છે. જોકે અમેરિકન મુસ્લિમોને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક માનવામાં આવે છે.

 ટ્રમ્પના સમર્થનમાં કેમ આવ્યા અમેરિકી મુસલમાન, હેરિસને ભારે પડી અલ્પસંખ્યકોની નારાજગી, જાણો કારણ

વોશિંગટનઃ અમેરિકાને તેના 47મા રાષ્ટ્રપતિ મળી ગયા છે... ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરીને સુપરપાવર અમેરિકાના સુપર બોસ બની ગયા છે... પરંતુ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર ભારતના મુસ્લિમો શું વિચારે છે?... ટ્રમ્પને ફરી કમાન મળતાં મુસ્લિમોની શું પ્રતિક્રિયા છે?... આવો જોઈએ... 

આ શબ્દો અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના છે... તેમણે ભવ્ય જીત બાદ પોતાની સ્પીચમાં અમેરિકાના તમામ રાજ્યના તમામ સમાજના લોકોનો આભાર માન્યો... ડોનાલ્ડ ટ્રમ્પને સ્વિંગ સ્ટેટ સહિત મુસ્લિમ પ્રભાવિત રાજ્યમાં પણ સારો પ્રતિસાદ મળ્યો... જે દર્શાવે છે કે મુસ્લિમોએ પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના દિલમાં જગ્યા આપી દીધી છે...

Add Zee News as a Preferred Source

અમેરિકામાં ટ્રમ્પ સરકાર રિટર્ન્સ થઈ છે... જેના પગલે દુનિયામાં અનેક નવા ઉતાર-ચઢાવ જોવા મળશે તે નક્કી છે... ત્યારે ભારતના મુસ્લિમો શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતાએ કર્યો... 

ભારતમાં રહેતાં મુસ્લિમ લોકો પણ માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શાંત કરાવશે... અને તેનો સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે વિક્ટ્રી સ્પીચમાં આપી દીધો છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવાનો તે પ્રયાસ કરશે. તેમણે સતત યુદ્ધને રોકવાની વકાલત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં મુસ્લિમોનું સારું એવું સમર્થન મળ્યું છે... જેનો પુરાવો મિશિગનમાં મળેલી જીત છે... કેમ કે મિશિગન હંમેશા ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ રહ્યો છે... આ વખતની ચૂંટણીમાં. ડોનાલ્ડ ટ્રમ્પને 27 લાખ 56 287 મત મળ્યા. જ્યારે કમલા હેરિસને 26 લાખ 64 865 મત મળ્યા છે.

આજ કારણ છે કે ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી અમેરિકામાં રહેતાં મુસ્લિમો સહિત તમામ લોકોનો આભાર માન્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ ભરે ટ્રાવેલ બેનની વાત કરી રહ્યા હોય કે પછી બીજી કોઈ... પરંતુ મુસ્લિમ મતદારોને મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવાની વાત જરૂર સમજમાં આવી રહી છે... આ જ કારણ છે કે આ ચૂંટણીમાં તેમણે ટ્રમ્પ માટે પોતાના દિલના દરવાજા ખોલી નાંખ્યા... જ્યારે કમલા હેરિસ માટે દરવાજા બંધ કરી દીધા... ત્યારે એ જોવાનું રહેશે કે ટ્રમ્પ મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધને રોકવા માટે કેવા પ્રયાસો કરે છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news