ટ્રમ્પે જે દવાને ગણાવીતી ઇશ્વરની ભેટ, US FDA દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો
Trending Photos
નવી દિલ્હી : અમેરિકાનાં ફુડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US FDA) એ શુક્રવારે મલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine) ના ઉપયોગની વિરુદ્ધ ચેતવણી ઉચ્ચારી, કોરોના વાયરસની સારવાર માં ઉપયોગમાં લેવાતી આ દવા છે જેની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત અને મજબુતી સાથે પૈરવી કરી રહ્યા છે.
એફડીએએ જણાવ્યું કે, તેમને HCQ અને ક્લોરોક્વિનનાં ઉપયોગ અંગે પહેલાથી જ માહિતી હતી. મલેરિયાની દવાઓ હૃદયનાં ધબકારામાં અનિયમિતતા અને હૃદયનાં ધબકારાની ગતિને ખતરનાક રીતે વધારી શકે છે. એફડીએ આયુક્ત સ્ટીફન એમ. હાહનનું કહેવું છે કે, જ્યાં Covid 19 માટે જ્યારે આ દવાઓની સુરક્ષા અને પ્રભાવશિલતાને નિર્ધારિત કરવા માટે ક્લીનિકલ ટ્રાયલ ઇશ્યું કરવામાં આવ્યા છે, તો આ દવાઓની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે સ્વાસ્થય કર્મચારીઓ દરેક દર્દીને બારિકીથી પણ ધ્યાનમાં રાખવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે સ્વાસ્થય કર્મચારીઓ દરેદ દર્દીને બારીકીથી મોનિટર રકો જેના કારણે આ ખતરાને ઘટાડવામાં આવી શકે. એફડીએ સભવિત ખતરાની સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કરી શકે.
એફડીએની જાહેરાત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસના બ્રીફિંગમાં કહ્યું કે, તમે તે અંગે બંન્ને પ્રકારની વાતો સાંભળો છો. ટ્રમ્પે કહ્યું કે, હું ડોક્ટર નથી તેના પર એક અભ્યાસ કરવામાં આવનારો છે. જો ત્યાર બાદ કોઇ મદદ મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ક્લોરોક્વીનનાં ઉપયોગનો ખુબ જ મજબુતી સાથે સમર્થન કર્યું હતું. જ્યારે તેમનાં દાવાને પ્રમાણિક કરવા માટે પુરતા અભ્યાસ થયો નહી હોવાનું સામે આવ્યું હતું. તેમણે કોવિડ 10ની સારવાર માટે આ દવાનો ઇશ્વરની ભેટ ગણાવી હતી અને ગેમચેન્જર પણ ગણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે