એડવાન્સ PF ઉપાડતાં પહેલાં જાણી લો નફા-નુકસાન, ભવિષ્યમાં ક્યારે નહી આવે તંગી
લોકડાઉન દરમિયાન લોકોને પૈસાની પરેશાનીનો સામનો ન કરવો પડે, તેના માટે કેન્દ્ર સરકારે 28 માર્ચના રોજ પીએફ એકાઉન્ટ (Advance PF)માંથી એડવાન્સ પૈસા ઉપાડવાની જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લોકોને પૈસાની પરેશાનીનો સામનો ન કરવો પડે, તેના માટે કેન્દ્ર સરકારે 28 માર્ચના રોજ પીએફ એકાઉન્ટ (Advance PF)માંથી એડવાન્સ પૈસા ઉપાડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ 15 દિવસમાં લગભગ 3.31 લાખ ક્લેમને પાસ કરતાં 946.49 કરોડ રૂપિયાની ચૂકવણી કરી.
તમને જણાવી દઇએ કે કોરોના સંકટના કારણે દેશભરમાં 4 મે સુધી લોકડાઉન લાગૂ છે. એવામાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઇપીએફઓ તમામ કર્મચારીઓને એડવાન્સ પૈસા ઉપાડવાની સુવિધા આપી રહ્યું છે, પરંતુ પૈસા કાઢતાં પહેલાં જાણવું જરૂરી છે કે તેનો ભવિષ્યમાં કેટલો ફાયદો અથવા નુકસાન થશે...
75 ટકા ઉપાડી શકો છો રકમ
કોઇપણ ગ્રાહક પોતાના પીએફ એકાઉન્ટમાંથી પુરા પૈસા ઉપાડી ન શકે. તમને જણાવી દઇએ કે કર્મચારી 75 ટકા રકમ જ એડવાન્સ તરીકે ઉપાડી શકે છે, અથવા પછી 4 મહિનાની બેસિક સેલરી (બેસિક+DA) માંથી જે પણ ઓછી રકમ હોય તે ઉપાડી શકો છો. રાહતની વાત એ છે કે જો પૈસા ગ્રાહકો એડવાન્સ તરીકે ઉપાડી રહ્યા છે તેને પરત કરવાની જરૂર અથવા નિયમ નથી. હાલ પીએફ પર વર્ષે 2019-20 માટે 8.50 ટકા વ્યાજ નિર્ધારિત છે.
કોરોનાના લીધે મળી રહી છે ટેક્સ છૂટ
સામાન્ય રેતે જ્યારે કોઇ ખાતાધારક 5 વર્ષથી ઓછા ખાતામાંથી પીએફના પૈસા ઉપાડે છે તો તેને 10 ટકા ટીડીએસના રૂપમાં આપવા પડે છે. પરંતુ કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન EPFO નિયમોમાં ઢીલ આપી છે. જેથી ખાતાધારકને ટેક્સ ચૂકવવો નહી પડે. જોકે પ્રયત્ન એ હોવો જોઇએ કે પીએફમાંથી એડવાન્સ લેવાનો વિકલ્પ અંતિમ હોય. કારણ કે આ પૈસા પછી જરૂરિયાત માટે બચાવી રાખી શકાય છે. આ ઉપરાંત તેને ઉપાડ્યા બાદ તમારે મોટું નુકસાન પણ વેઠવું પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે