ઇરાનને અંતિમ ટીપા સુધી નિચોવી લેવામાં આવશે, અમેરિકા સુરક્ષા પ્રમુખની ધમકી

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એકવાર ફરીથી કહ્યું કે તેમનો દેશ ઇરાનને એટલું નિચોવી દેશે કે તેની અંદર માત્ર ગોટલી જ બચશે

Updated By: Nov 13, 2018, 08:44 PM IST
ઇરાનને અંતિમ ટીપા સુધી નિચોવી લેવામાં આવશે, અમેરિકા સુરક્ષા પ્રમુખની ધમકી

સિંગાપુર : ઇરાન પર લગાવાયેલા આર્થિક અને વ્યાપારિક પ્રતિબંધો વચ્ચે અમેરિકાએ એકવાર ફરીથી તેને ધમકી આપી છે. અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને મંગળવારે કહ્યું કે, તેમનો દેશ ઇરાનને એટલું નિચોવી નાખશે કે તેની અંદર માત્ર ગોઠલી જ વધશે. બોલ્ટને આ વાત એવા સમયે કહી છે, જ્યારે એક અઠવાડીયા પહેલા જ ઇરાન પર આકરા પ્રતિબંધ લાગુ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની સાથે પરમાણુ સમજુતીની બહાર નિકળીને એકતરફી પ્રતિબંધ લગાવ્યો છે. 

બોલ્ટને એક સમ્મેલન પહેલા સિંગાપુરમાં કહ્યું કે, મને લાગે છે કે ઇરાનની સરકાર વાસ્તવિક દબાણમાં છે અને અમારો ઉદ્દેશ્ય તેમને નિચોવીને ખરાબ કરી દેવાનો છે. જેમ કે અંગ્રેજ કહે છે ત્યા સુધી નિચોવીશું જ્યાં સુધી ગોઠલી ન બુમો પાડવા લાગે. તે ઉપરાંત તેમણે કહ્યું કે, અમે પ્રતિબંધોની તરફ આગળ વધારવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇરાનની સાથે પરમાણુ સમજુતીમાં સમાવિષ્ઠ અન્ય પક્ષો અમેરિકીના પ્રતિબંધોના વિરોધ કરી રહ્યા છે. 

વિરોધ કરનારા આ દેશ બ્રિટન, ફ્રાંસ, ચીન અને રશિયા છે. આ દેશ સમજુતીઓને ચાલુ રાખવા માંગે છે. સંયુક્ત રાષ્ટ્ર નિરીક્ષકોનું પણ માનવું છે કે ઇરાન સમજુતીની શરતો પર બનેલું છે. આ મુદ્દે સઉદી અરબ અમેરિકાનો એકમાત્ર સમર્થક છે. અમેરિકાએ 2015માં ઇરાનતી પ્રતિબંધ હટાવાયા હતા પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજી વખત પ્રતિબંધ લાગુ કરી દીધા છે.

અમેરિકાએ ઇરાન પર લગાવાયેાલ પ્રતિબંધોથી 8 દેશોનો અસ્થાઇ છુટ અપાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત ઉપરાંત ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, ઇટાલી, ગ્રીસ, તાઇવાન અને તુર્કીને આ પ્રતિબંધોથી છુટ આપવામાં આવી છે. ખાસ વાત છે કે છુટ મેળવનારા આ 8 દેશો ઇરાનનાં તેલ નિકાસનાં કુલ 75 ટકા વાપરે છે.