જ્યારે એક સાપે રોડ પર રોકી દીધો બધો ટ્રાફિક!

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તો સાપને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો

જ્યારે એક સાપે રોડ પર રોકી દીધો બધો ટ્રાફિક!

નવી દિલ્હી : સામાન્ય રીતે સાપને જોઈને લોકોમાં ડરનું લખલખું પસાર થઈ જતું હોય છે. કેટલાક લોકો તો એટલા ડર જતા હોય છે કે હલી પણ નથી શકતા. જોકે ઓસ્ટ્રેલિયામાં તો એક સાપને કારણે રોડ પરનો તમામ ટ્રાફિક રોકાઈ ગયો હોવાના કારણે ટ્રાફિક જામ થયો  હોવાની ઘટના નોંધાઈ છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બનેલી આ ઘટનામાં સાપને પકડનારાઓએ જ્યારે સાપને સુરક્ષિત રીતે રોડ પરથી હટાવી લીધો ત્યારે લોકોને રાહત મળી અને ટ્રાફિક પુર્વવત થઈ શક્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે મેલબોર્નના કોલિંસ રોડ અને સ્પેન્સર સ્ટ્રીટ પર લોકોને સાપ જોવા મળ્યો આ સાપ ટાઇગર સ્નેક હતો જે એકદમ ઝેરીલો હોય છે. લોકોની જ્યારે તેની પર નજર પડી ત્યારે તેઓ ડરીને નાસભાગ કરવા લાગ્યા. આખરે આ મામલાની જાણકારી સંબંધિત અધિકારીને આપવામાં આવી જેના પગલે રોડ પર ટ્રાફિક સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવ્યો .

આ સાપને પકડવા માટે સ્પેશિયાલિસ્ટને બોલાવવામાં આવ્યા જેમણે ભારે જહેમત પછી આ સાપ પકડી લીધો હતો. લોકોએ ટ્વિટર પર આ ઘટનાની તસવીર શેયર કરી અને સાપ પકડાઈ ગયો એ પછી રાહતનો શ્વાસ લીધો હતો. આ સાપ પકડાયો એ પછી જ ટ્રાફિક પુર્વવત થઈ શક્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન અધિકારીઓએ માહિતી આપી હતી કે કદાચ સાપ ઘાયલ હતો જેના કારણે હલનચલન નહોતો કરી શકતો. માનવામાં આવે છે કે તે રોડ પર કારની હડફેટે કઆવી ગયો હતો જેના કારણે તેને ઇજા પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news