Weird Village Name: ગામનું નામ એવું કે લોકોને બોલતા પણ લાગે છે શરમ, લખો તો ફેસબુક પણ કરી દે છે બ્લોક!

name of village: સ્વીડનના એક ગામનું નામ ત્યાં રહેતા લોકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે. નામ એવું છે કે લોકોને તે જણાવતા શરમ આવે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા સેન્સરશીપના કારણે તેઓ પોતાના ગામના નામનો ઉલ્લેખ પણ સોશિયલ મીડિયા પર કરી શકતા નથી. 

Weird Village Name: ગામનું નામ એવું કે લોકોને બોલતા પણ લાગે છે શરમ, લખો તો ફેસબુક પણ કરી દે છે બ્લોક!

village viral: સ્વીડનના એક ગામનું નામ ત્યાં રહેતા લોકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે. નામ એવું છે કે લોકોને તે જણાવતા શરમ આવે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા સેન્સરશીપના કારણે તેઓ પોતાના ગામના નામનો ઉલ્લેખ પણ સોશિયલ મીડિયા પર કરી શકતા નથી. આથી હવે નામ બદલવા માટે અભિયાન છેડાઈ ગયું છે. 

આ નામ ઈચ્છે છે ગામના લોકો
Fucke નામ પણ દાયકાઓ પહેલા રાખવામાં આવ્યું હતું. આથી  એવું મનાય છે કે અહીં રહેનારા લોકોની માગણી પણ ફગાવવામાં આવી શકે છે. જો કે ગ્રામીણોનું કહેવું છે કે તેઓ પોતાનું અભિયાન ચાલુ રાખી શકશે. આ ગામમાં કુલ 11 ઘર છે અને તેમનું કહેવું છે કે ગામનું નામ બદલીને Dalsro રાખવામાં આવે. જેનો અર્થ છે શાંત ઘાટી. એક ગ્રામીણે  કહ્યું કે આમ તો આ નામમાં કોઈ સમસ્યા નથી, પરંતુ અનેકવાર તે શર્મિંદગીનો વિષય બની જાય છે અને અમે સોશિયલ મીડિયા પર તેનો ઉલ્લેખ પણ કરી શકતા નથી. આથી અમે ઈચ્છીએ છીએ કે ગામનું નામ બદલવામાં આવે. 

આ ગામની માગણી હજુ પૂરી નથી થઈ
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક ખબર મુજબ સ્વીડનના ગામ Fucke મા રહેતા લોકો પોતાના ગામ માટે નવું નામ ઈચ્છે છે. આ માટે તેમણે એક અભિયાન ચલાવ્યું છે. હવે આ નિર્ણય નેશનલ લેન્ડ સર્વે વિભાગે લેવાનો છે કે ગામવાળાની પરેશાનીને ધ્યાનમાં રાખીને નામ બદલવું કે નહીં. જો કે ભૂતકાળમાં આવા જ એક Fjuckby ગામનું નામ બદલવાની માગણીને ફગાવવામાં આવી હતી. વિભાગે એવો તર્ક આપ્યો હતો કે આ નામ ઐતિહાસિક હોવાના કારણે તેને બદલી શકાય નહીં. 

સોશિયલ મીડિયા પર થાય છે આ પરેશાની
સ્થાનિક ચેનલ સાથે વાતચીત કરતા સ્થાનિકે કહ્યું કે સોશિયલ મીડિયા સેન્સરશીપના કારણે આ પ્રકારના નામ જે આપત્તિજનક કે અશ્લિલ લાગે છે તેમને હટાવી દેવામાં આવે છે. અમારા ગામના નામની સાથે Facebook Algorithms આ જ કરે છે. જે કારણેથી અમે કોઈ જાહેરાત પણ પોસ્ટ કરી શકતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news