90 સેકેન્ડમાં તબાહ થઈ જશે દુનિયા! જાણો કઈ રીતે કામ કરે છે કયામતનો સમય જણાવતી આ ઘડિયાળ
Doomsday Clock working: પૃથ્વી પર દબાણ અને ખતરાની ચેતવણી આપતી આ ઘડિયાળ 1947માં આપત્તિના 7 મિનિટ પહેલા નક્કી કરવામાં આવી હતી. પરંતુ વર્ષ દર વર્ષે તે બદલાતો રહ્યો.
Trending Photos
નવી દિલ્હીઃ How Doomsday Clock work:અલ્બર્ટ આઇન્સ્ટાઇનની ઘડિયાળે દુનિયાને 90 સેકેન્ડનું અલ્ટિમેટમ આપ્યું છે. તેનું નામ ડૂમ્બસ્ડે ક્લોક છે. આ ઘડિયાળ દુનિયાની તબાહી વિશે જણાવે છે, એટલે કે તે સમય જ્યારે દુનિયા તબાહ થઈ જશે. ત્રણ વર્ષમાં એવું પહેલીવાર થયું છે જ્યારે વૈજ્ઞાનિકોએ ઘડિયાળના સમયને 10 સેકેન્ડ વધુ ઘટાડી દીધો છે, એટલે કે દુનિયા હવે કયામતથી માત્ર 90 સેકેન્ડ દૂર છે.
વર્ષ 1947માં અલ્બર્ટ આઇન્સ્ટાઇને દુનિયાભરના વૈજ્ઞાનિકોની સાથે મળીને એક ઘડિયાળને તૈયાર કરી અને તેને ડૂમ્સડે ક્લોકના નામથી ઓળખવામાં આવી. આ ઘડિયાળને દુનિયાની તહાબી દેખાડવા માટે તૈયાર કરવામાં આવી હતી જે તે દર્શાવે છે કે વિશ્વના લોકો મિડનાઇટ એટલે કે તબાહીથી કેટલા દૂર છે.
કઈ રીતે કામ કરે છે ડૂમ્સડે ઘડિયાળ?
આ એક પ્રતિકાત્મક ઘડિયાળ છે જે ધરતી પર થનાર ફેરફારોના આધાર અને માનવ ગતિવિધિઓને કારણે દુનિયાની તબાહીની સંભાવનાને દર્શાવે છે. આ ઘડિયાળનું નિર્માણ વિશ્વના તે ખતરાને માપવા માટે કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વિશ્વ ખતમ થઈ શકે છે. આ ઘડિયાળમાં 12 વાગવાનો અર્થ છે કે હવે દુનિયા ગમે ત્યારે ખતમ થઈ શકે છે.
બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ નામની સંસ્થા આ ઘડિયાળ સાથે જોડાયેલી છે, જે પરમાણુ હુમલા, બાયો-કેમિકલ વેપન, સાયબર સિક્યુરિટી અને ક્લાઈમેટ ચેન્જ પર નજર રાખે છે. આ સાથે તે વિશ્વભરના દેશોના અગ્રણી નેતાઓના નિવેદનો પર પણ નજર રાખે છે. સંભવિત જોખમના આધારે, વૈજ્ઞાનિકો આ ઘડિયાળનો સમય 12 વાગ્યાની નજીક લાવે છે અને જોખમને ટાળવા માટે પગલાં લેવામાં આવે છે, તેઓ આ ઘડિયાળનો સમય ફરીથી પાછો લાવે છે.
ઘડિયાળ પ્રમાણે સૌથી સારો સમય ક્યારે રહ્યો?
આ સંસ્થા વર્ષ દરમિયાન થયેલા ફેરફારોના આધાર પર ઘડિયાળને આગળ કે પાછળ સેટ કરે છે. ધરતી પર દબાવ અને ખતરાનું એલર્ટ આપનાર આ ઘડિયાળને 1947માં તબાહીથી 7 મિનિટ પહેલા ફિક્સ કરવામાં આવી હતી. પરંતુ દર વર્ષે તેમાં ફેરફાર થતા ગયા. શીતયુદ્ધ ખતમ થવા પર 1991માં આ ઘડિયાળને તબાહીથી 17 મિનિટ પહેલા ફિક્સ કરવામાં આવી, જેને અત્યાર સુધીનો સૌથી શાનદાર સમય માનવામાં આવે છે.
શું તબાહીની વધુ નજીક પહોંચી દુનિયા?
હવે રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધ, જળવાયુ પરિવર્તન અને પરમાણુ હુમલાના ખતરાએ આ ઘડિયાળને તબાહીની વધુ નજીક લાવી દેવામાં આવી છે. પાછલા વર્ષે આ ઘડિયાળ તબાહીથી 100 સેકેન્ડ દૂર હતી પરંતુ હવે આ સમય ઘટી ગયો છે અને ઘડિયાળ તબાહીની વધુ નજીક પહોંચી ગઈ છે. આ તબાહીથી માત્ર 90 સેકેન્ડ દૂર છે. આ ઘડિયાળ વિશ્વભરના દેશોને શાંતિ તરફ આગળ વધવાની અપીલ કરે છે અને વર્તમાન સંજોગોના આધારે વિનાશની ચેતવણી પણ આપે છે. વૈજ્ઞાનિકોના મતે આ ઘડિયાળમાં મધ્યરાત્રિ થવામાં જેટલો ઓછો સમય બાકી રહેશે તેટલો જ વિશ્વમાં પરમાણુ યુદ્ધનું સંકટ વધુ ગંભીર બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે