24 વર્ષ પછી જોવા મળશે જિતેન્દ્ર-જયા પ્રદાની સુપરહીટ જોડી, આ છે મોટું કારણ 

આ જોડીએ 20થી વધારે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

Updated By: Feb 17, 2019, 01:02 PM IST
24 વર્ષ પછી જોવા મળશે જિતેન્દ્ર-જયા પ્રદાની સુપરહીટ જોડી, આ છે મોટું કારણ 

મુંબઈ : બોલિવૂડમાં અનેક જોડીઓ વચ્ચે એવી સરસ કેમિસ્ટ્રી છે જેને કારણે એનો સમાવેશ બોલિવૂડની સુપરહિટ જોડીઓમાં કરવો જ પડે. આ જોડીમાં જિતેન્દ્ર અને જયા પ્રદાનો પણ સમાવેશ થાય છે. આ બંનેએ લગભગ 20 ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી મોટાભાગની ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. આ બંને છેલ્લા 24 વર્ષમાં સાથે જોવા નથી મળ્યા પણ હવે તેઓ ટૂંક સમયમાં સાથે કામ કરે એવા સંજોગો ઉભા થયા છે. 

મળતી માહિતી પ્રમાણે ઇન્ડિયન સિનેમાન જમ્પિંગ જેક જિતેન્દ્ર અને કલાસિકલ ડાન્સ તેમજ એક્ટ્રેસ જયા પ્રદા હવે ટીવીના પડદે એક ડાન્સિંગ રિયાલિટી શોને જજ કરવાના છે. આ રિયાલિટી શોમાં માત્ર 1980 અને 1990ના દાયકાના હિટ ડાન્સ પર પરફોર્મ કરવામાં આવશે. આ શો સાથે જોડાયા પછી એક્ટ્રેસ જયા પ્રદાએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. પોતાના સમયના શ્રેષ્ઠ ડાન્સર તેમજ સીનિયર એક્ટર જિતેન્દ્ર પણ આ શોનો હિસ્સો બનીને બહુ ખુશ છે. 

પુલવામા હુમલા વિશે વિકી કૌશલે કરી સીધી દિલમાં ઉતરી જતી વાત

નોંધનીય છે કે જયા પ્રદાને સાઉથની ફિલ્મો માટે ત્રણ ફિલ્મફેર અવોર્ડ મળી ચૂક્યા છે. તેમણે અનેક તેલુગુ, તામિલ, હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જિતેન્દ્રની વાત કરીએ તો તેઓ બાલાજી ટેલિફિલ્મ્સ, બાલાજી મોશન પિક્ચર્સ તેમજ એએલટી એન્ટરટેઇનમેન્ટના અધ્યક્ષ છે. આમ, તેઓ અભિનેતા તેમજ ટીવી અને ફિલ્મ નિર્માતા છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...