દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ 'વંડર ઓફ સી સીઝ' સમુદ્રની સફર પર, તસવીરો જોઈ ખુશ થઈ જશે દિલ

રોયલ કેરેબિયન કંપનીનું વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ વંડર ઓફ ઝ સિરીઝ દરિયાઈ સફરે નીકળી પડ્યું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ફોર્ટ લૌડરડેલથી સતત સાત દિવસની યાત્રા કરી ક્રૂઝ એક કેરેબિયન ટાપુમા લાંગરશે.1188 ફૂટ લંબાઈ ધરાવતું ક્રૂઝ 6988 મુસાફરોની ક્ષમતા ધરાવે છે. અને તેના પર 2300 કર્મચારીઓનો ક્રૂ છે.
દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ 'વંડર ઓફ સી સીઝ' સમુદ્રની સફર પર, તસવીરો જોઈ ખુશ થઈ જશે દિલ

ન્યૂયોર્ક: રોયલ કેરેબિયન કંપનીનું વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ વંડર ઓફ ઝ સિરીઝ દરિયાઈ સફરે નીકળી પડ્યું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ફોર્ટ લૌડરડેલથી સતત સાત દિવસની યાત્રા કરી ક્રૂઝ એક કેરેબિયન ટાપુમા લાંગરશે.1188 ફૂટ લંબાઈ ધરાવતું ક્રૂઝ 6988 મુસાફરોની ક્ષમતા ધરાવે છે. અને તેના પર 2300 કર્મચારીઓનો ક્રૂ છે.

 

19 સ્વિમિંગ પુલ ભરી શકાય તેટલો બિયરનો જથ્થો:
2,36,857 ટનનું વજન ધરાવતાં આ જહાજમાં 20 રેસ્ટોરાં, 19 સ્વિમિંગ પુલ અને 11 બાર છે. આ ઉપરાંત તેમાં બિયરનો જથ્થો એટલો છે કે તમામ 19 સ્વિમિંગ પુલને બે વાર છલોછલ ભરી શકાય. મહાકાય જહાજમાં કુલ 19 ડેક છે. જેમાંથી 16 ડેક પર મુસાફરોને જવાની પરવાનગી છે.

ત્રણ થ્રસ્ટર્સથી ચાલે છે જહાજ:
20,000 કિલોવોટના ડિઝલ ત્રણ થ્રસ્ટર્સથી જહાજ ચાલે છે. દરેક થ્રસ્ટર 75,000 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે. જેના કારણે 25 માઈલ પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એક બિલિયનથી પાઉન્ડથી પણ વધુના ખર્ચે ફ્રાંસમાં તૈયાર થયેલું આ જહાજ ગયા વર્ષે ચીનમાં લોન્ચ થવાનું હતું. પરંતુ મહામારીના કારણે આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. અને હવે તેને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

તરતું શહેરે છે દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ:
સ્વીમિંગ પુલ, રેસ્ટારાં ઉપરાંત ઓપનએર થિયેટર, આઈસસ્કેટિંગ માટે અલાયદી જગ્યા, મિની ગોલ્ફ કોર્સ અને વીડિયો ગેમિંગ આર્કેડ પણ છે. મુસાફરોને સૂર્યોદય અને સૂર્યાસ્તના વ્યુને મન ભરીને માણી શકાય તે માટે ખાસ ડેક બનાવવામાં આવ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news