World News: નવાઈની વાત છે! અહીં નાચતા નાચતા મૃત્યુ પામવા લાગ્યા લોકો! આવું કેમ થયું? સૌ કોઈ છે હેરાન

Epidemic of France: દુનિયાભરમાં કોરોનાએ લાખો લોકોના જીવ લઈ લીધા છે. હાલના સમયમાં કોરોનાનાં વિવિધ વેરિયેન્ટ દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યા છે. 500 વર્ષ પહેલા પણ એક આવી જ મહામારી આવી હતી. જેના કારણે તબાહી મચી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ત્યારે લોકો ડાન્સ કરતા કરતા મૃત્યુ પામ્યા હતા.

World News: નવાઈની વાત છે! અહીં નાચતા નાચતા મૃત્યુ પામવા લાગ્યા લોકો! આવું કેમ થયું? સૌ કોઈ છે હેરાન

અજબ-ગજબ: દુનિયાભરમાં કોરોનાએ લાખો લોકોના જીવ લઈ લીધા છે. હાલના સમયમાં કોરોનાનાં વિવિધ વેરિયેન્ટ દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યા છે. 500 વર્ષ પહેલા પણ એક આવી જ મહામારી આવી હતી. જેના કારણે તબાહી મચી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ત્યારે લોકો ડાન્સ કરતા કરતા મૃત્યુ પામ્યા હતા.
તમારા મનમાં સવાલ આવતો હશે કે, ડાન્સ કરતા કરતા કોઈ કેવી રીતે મૃત્યુ પામી શકે? પરંતુ આ વાત સાચી છે. લોકો ડાન્સ કરતા કરતા મૃત્યુ પામ્યા હતા. વર્ષ 1518માં અલસેસનાં સ્ટ્રાસબર્ગ જેને આજે આપણે ફ્રાંસના નામથી ઓળખીએ છે, ત્યાં એક મહામારી આવી હતી. આ મહામારી વિશે સાંભળીને તમને અચરજ થશે. 500 વર્ષ પહેલા આવેલી ડાન્સની મહામારીએ ફ્રાંસમાં ઘણાં લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. આ મહામારીના કારણે અંદાજે 400 લોકોના મૃત્યુ થયા હતા.
જુલાઈ 1518માં એક યુવતી અચાનક ડાન્સ કરવા લાગી અને ડાન્સ કરતા કરતા પોતાનાં હોશ ગુમાવી દીધા. ફ્રાઉ ટ્રોફી નામની યુવતી નાચવામાં એટલી મસ્ત બની ગઈ કે તે નાચતા નાચતા ઘરની બહાર ગલીમાં આવી ગઈ. ફ્રાઉ ટ્રોફીને ડાન્સ કરતી જોઈ લોકો હેરાન પામી ગયા. તેના પરિજન ત્યાં પહોંચી ગયા. ફ્રાઉ ટ્રોફીને સમજાવવા લાગ્યા. જોત જોતામાં ત્યાં ભારે ભીડ ઉમટી. જાણવા મળ્યુ કે, અચાનક ડાન્સ કરતા કરતા 30થી વધુ લોકોની મોત થઈ. આ ઘટના બાદ ફ્રાંસમાં હડકંપ મચી ગયો. લોકોમાં ડર ફેલાઈ ગયો.
આ ઘટના બાદ ફ્રાંસના વિવિધ વિસ્તારમાં લોકો ડાન્સ કરવા લાગ્યા. લોકોના ડાન્સ કરવાનો સિલસિલો રોકાવાનું નામ લેતો ન હતો. ધીમે ધીમે પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું. આજે પણ ઘણાં વૈજ્ઞાનિકોમાં આ વાતને લઈ મતભેદ છે કે, આખરે મોત ડાન્સ કરવાથી થયા હતા કે કેમ. તે સમયે ઘટેલી આ રહસ્યમયી ડાન્સની ઘટનાને વૈજ્ઞાનિકોએ ડાન્સિંગ પ્લેગનું નામ આપ્યુ હતુ.
 
આજ સુધી વૈજ્ઞાનિકો રહસ્યમયી ડાન્સની ઘટનાઓના રહસ્યો પરથી પડદો ઉઠાવી નથી શક્યા. ફ્રાંસમાં આ ઘટના પર વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. ડાન્સિંગ પ્લેગ અને મોત અંગે વૈજ્ઞાનિકો અલગ અલગ મત રજૂ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news