દારૂના નશામાં ધૂત યુવતીએ સર્જ્યો અકસ્માત, પકડાઈ ગઈ તો પોલીસ સામે કરી સેકસની ઓફર
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક એવો અનોખો અકસ્માત સામે આવ્યો છે જેમાં નાશામાં દૂત યુવતીએ કાર અકસ્માત સર્જ્યો. અને જ્યારે તે પકડાઈ ગઈ તો અધિકારીને કરી શરીરી સુખની ઓફર.
Trending Photos
નવી દિલ્લીઃ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક એવો અનોખો અકસ્માત સામે આવ્યો છે જેમાં નાશામાં દૂત યુવતીએ કાર અકસ્માત સર્જ્યો. અને જ્યારે તે પકડાઈ ગઈ તો અધિકારીને કરી શરીરી સુખની ઓફર.
દારુ પીને ડ્રાઈવિંગ કરવું ગુનો માનવામાં આવે છે. જેના માટે હાઈવે અને સડકો પર ચેતવણી આપતા બોર્ડ પર લગાવવામાં આવતા હોય છે. જેમાં લખ્યું હોય છે નશાની હાલતમાં ડ્રાઈવિંગ ના કરો, ડ્રિન્કએન્ડ ડ્રાઈવમાં પકડાશો દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. તેમ છતા આજકાલ દારૂપીને ડ્રાઈવિંગ કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કેસ સામે આવ્યો છે અમેરિકાના ટેક્સાસમાં. જેની હકિકત સાંભળીને તમે પણ કહેશો આવું હોય ખરું.
અમેરિકાની ચોંકાવનારી ઘટના-
ડેલી સ્ટારના એક રિપોર્ટ મુજબ અમેરિકાના ટેક્સાસમાં નશાની હાલતમાં યુવતીએ અકસ્માત સર્યો હતો. નશામાં દૂત યુવતીએ કારથી ટ્રાફિક સાઈન બોર્ડને ટક્કરર મારી હતી. જે બાદ પોલીસ અધિકારીએ તેને પકડી લીધી હતી. તો છૂટવા માટે યુવતીએ શારીરીક સંબંધની ઓફર કરી હતી.
નશાની હાલતમાં ચલાવતી હતી કાર-
20 એપ્રિલે ટેક્સાસના હ્મૂસ્ટન શહેરમાં અકસ્માતની ઘટના બની હતી. ઘટના બાદ પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા તો પ્રત્યક્ષદર્શીઓ કહ્યું એક યુવતી નશાની હાલતમાં કાર ચલાવી રહી હતી. સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ફૂટપાથ પરના ટ્રાફિક સાઈન બોર્ડમાં કાર અથડાઈ હતી.
નશાની હાલતમાં હિટ એન્ડ રન-
અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. થોડીવાર પછી એક વ્યક્તિ ત્યાં આવીને પોલીસને કહ્યું કે અકસ્માત માટે તે જવાબદાર છે. પરંતુ પોલીસની તપાસમાં 21 વર્ષીય ડલ્સ આર્ટિજ યુવતી જવાબદાર હોવાનું સામે આવ્યું. જેમાં સાબિત થયું નશાની હાલતમાં યુવતી જ કાર ચલાવી રહી છે.
છૂટવા માટે સેક્સની કરી ઓફર-
અકસ્માત બાદ આરોપ ઝડપાય અને લાંચની ઓફર ના કરે તેવું થોડું બની શકે. યુવતીને જ્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવતી હતી ત્યારે તેણે તપાસ અધિકારને લાંચ આપવાનો પ્રયા કર્યો. અધિકારી માન્યો નહીં તો યુવતીએ શારીરિક સંબંધ બાંધવા સુધીની ઓફર કરી દિધી. જે અંગે હાજર કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી છે. જેના પર લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હવે જામીન માટે ફાંફા-
હાલમાં અકસ્માત સર્જનાર યુવતી પોલીસની કેદમાં છે. અને જામીન મેળવવા માટે ફાંફા મારી રહી છે.પરંતુ જેલેન જોનસન નામના એક યૂઝરે સોશિયલ મીડિયા પર કહ્યું કે યુવતી પર હંસવાના બદલે તે આ સ્થિતિમાં કેમ ફસાઈ તેની તપાસ કરવી જોઈએ. તો કેટલાક લોકોએ કોમેન્ટ કરી કહ્યું આવી સ્થિતિમાં તેણે કાર ચલાવાના બદલે ટેક્સી કરી લેવી જોઈતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે