Arvind Kejriwal Gujarat Visit: દ્વારકામાં કેજરીવાલે ફરી ગુજરાતના ખેડૂતો માટે ખોલ્યો ગેરંટીનો પીટારો

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલે ભગવાન દ્વારકાધીશની જય બોલાવી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેટલી પણ પરીક્ષાના પેપરો ફૂટ્યા છે તેની તપાસ કરાવીશું. 2015 પછી જેટલા પેપર ફૂટ્યું છે તેના જવાબદારને જેલમાં મોકલીશું.

Arvind Kejriwal Gujarat Visit: દ્વારકામાં કેજરીવાલે ફરી ગુજરાતના ખેડૂતો માટે ખોલ્યો ગેરંટીનો પીટારો

Arvind Kejriwal Gujarat Visit: ચૂંટણીના વર્ષમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલ ફરી એકવાર ગુજરાતના મહેમાન બન્યા છે. કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય મુલાકાતને લઈને તેઓ આજે ચાર્ટર પ્લેન મારફતે પોરબંદર એરપોર્ટથી દ્વારકા પહોંચ્યા છે. કેજરીવાલને સાંભળવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો અને માછીમારો મુદ્દે વાતચીત કરી હતી. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલે ભગવાન દ્વારકાધીશની જય બોલાવી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેટલી પણ પરીક્ષાના પેપરો ફૂટ્યા છે તેની તપાસ કરાવીશું. 2015 પછી જેટલા પેપર ફૂટ્યું છે તેના જવાબદારને જેલમાં મોકલીશું. 18 વર્ષ કરતા મોટી ઉંમરના મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપીશું. 

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 2, 2022

કેજરીવાલની ખેડૂતોને ગેરંટીઓ...
(1) ખેડૂતોના ઉઉત્પાદન MSP મુજબ ખરીદી કરવામાં આવશે. 5 જણસી ખરીદી કરીશું. જેમાં ઘઉં, ચોખા, મગફળી, ચણા
(2)  ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપીશું.
(3) ખેડૂતોની જમીન માપણીનો સર્વે રદ્દ કરી, ખેડૂતોની હાજરીમાં સર્વે ફરી કરવામાં આવશે.
(4) ખેડૂતોને પાક નુકસાન થાય તો પ્રતિ એકર 20 હજાર આપશે.
(5) નર્મદા નદી અને ડેમ વિસ્તારમાં ખેડૂતોને પાણી આપવામાં આવશે.

મહત્વનું છે કે, કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક 'ગેરંટી'ઓ જાહેર કરી છે, જેમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, રૂ. 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સરકારી નોકરીઓ, બધા માટે મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને સરકારી શાળાઓમાં મફત શિક્ષણ અને મહિલાઓ માટે 1,000નું ભથ્થું સામેલ છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, ખાણી-પીણી પર ટેક્સ લગાવ્યા બાદ હવે તો તેઓ ગરબામાં પણ ટેક્સ લગાવી દીધો. અંગ્રેજોએ પણ ક્યારેય ખાણી-પીણી પર ક્યારેય ટેક્સ નહોતો નાખ્યો. ટેક્સના રૂપિયા અરબો કરતા પણ વધુ આવક છે. આ રૂપિયા કરોડપતિ દોસ્તોના કરજો માફ કર્યો. 10 લાખ કરોડનો કરજો માફ કર્યો. કેજરીવાલે જનતાને પુછીને જણાવ્યું કે, ખેડૂતોનો કરજો માફ થવો જોઈએ કે ઉદ્યોગપતિઓનો કરજો માફ કરવો જોઈએ?

તેમણે ઉમેર્યું કે, દિલ્હીમાં પણ 20-20 કરોડ આપી MLA ખરીદી કરવા આવ્યા હતા. પરંતુ તેઓ સફળ ન થયા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી કરોડો રૂપિયાના ખર્ચે MLAની ખરીદી કરી રહ્યા છે. પોલીસનો ગ્રેડ પે ઉપડ્યા બાદ સરકારે જાહેરાત કરવી પડી. અમને દિલ્હીમાં આંગણવાડી વર્કર, હોમગાર્ડ, એરફોર્સ, 108 વર્કર સહિતના કર્મચારીઓ લખીને મોકલે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, ખેડૂતો દેવામાં દબાયા છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા. પોરબંદરના એરપોર્ટની તમામ ફ્લાઈટ બંધના મુદ્દે  કેજરીવાલે કહ્યું ડબલ એન્જીનવાળી વાળી સરકારમાં બધું બંધ, અમારી સરકાર આવશે તો બધા એન્જીન ચાલુ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news