રાયડાનો ભોંય ભેગો થયો ટેકાનો ભાવ! ખેડૂતોને 2000 રૂપિયા ઓછો મળી રહ્યો છે ભાવ

Gujarat Mustard Farming: ગુજરાતના ખેડૂતો માટે આ વખતે આવ્યાં છે માઠા સમાચારઃ રાયડાના ખેડૂતો ભરાયા, ટેકાથી 2000 રૂપિયા નીચો ભાવ, માથે પડી મહેનત.

રાયડાનો ભોંય ભેગો થયો ટેકાનો ભાવ! ખેડૂતોને 2000 રૂપિયા ઓછો મળી રહ્યો છે ભાવ

Gujarat Mustard Farming : ગુજરાતમાં રવી સિઝનમાં રાયડાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં મોટાપાયે થાય છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) અનુસાર, મોટાભાગની મંડીઓમાં રાયડાની મહત્તમ કિંમત MSP કરતા પણ ઓછી છે. આના પરથી એક વાત ચોક્કસ છે કે ઓનલાઈન માર્કેટમાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા. સરકાર ખેડૂતોને પાકના ભાવ અપાવવાની વાતો કરી રહી છે પણ આ વર્ષે રાયડાની ખેતી કરનાર ખેડૂતોની હાલત કફોડી છે.

ગુજરાતમાં રાયડાના ભાવ 800થી 900 રૂપિયા પ્રતિ મણના છે. ગુજરાતમાં સરેરાશ ટેકાના ભાવથી હાલમાં રાયડાના ભાવ પ્રતિ ક્વિન્ટલ એક હજાર રૂપિયા ઓછા મળી રહ્યાં છે. સૌથી મોટો મરો રાજસ્થાનના ખેડૂતોનો થયો છે. જ્યાં લઘુત્તમ રાયડાના ભાવ 3600 રૂપિયાની આસપાસ છે. રાયડાના રૂપિયા 5650 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે.

તેલીબિયાં પાકોની મહત્વની ભૂમિકાઃ
તેલીબિયાં પાકોમાં મહત્વની ભૂમિકા ભજવતા સરસવના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજસ્થાનની કોટા મંડીમાં તેની લઘુત્તમ કિંમત માત્ર 3,601 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આનો અર્થ એ થયો કે ખેડૂતો તેને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં રૂ. 2,049 ઓછા ભાવે વેચી રહ્યા છે. ભારત ખાદ્યતેલોનો મોટો આયાતકાર દેશ છે ત્યારે રાયડાના ભાવની સ્થિતિ એટલી ખરાબ છે અને આપણે તેના પાછળ દર વર્ષે રૂ. 1.41 લાખનો ખર્ચ કરીએ છીએ. હવે સવાલ એ છે કે જો ખેડૂતો એમએમપી કરતા 2,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછા ભાવે તેલીબિયાં પાક વેચે છે, તો ભારત આ બાબતમાં ક્યારે અને કેવી રીતે આત્મનિર્ભર બનશે? ખેડૂતોને પાકના ભાવો અપાવવાની વાતો કરતી સરકાર અહીં ફેલ ગઈ છે. 

નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) અનુસાર, રાજસ્થાનની મોટાભાગની મંડીઓમાં મહત્તમ કિંમત MSP કરતા પણ ઓછી છે. આના પરથી એક વાત ચોક્કસ છે કે ઓનલાઈન માર્કેટમાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા. સરસવ એ રાજસ્થાનનો મુખ્ય પાક છે. દેશની 48 ટકા સરસવનું ઉત્પાદન અહીં થાય છે. જો અહીંના ખેડૂતોને એમએસપી પણ નહીં મળે તો કોઈ ખેડૂત તેની ખેતી કેમ વધારશે.

ઓછા ભાવનો દંડ ખેડૂતો ભોગવી રહ્યા છે-
2020થી 2022 સુધી સરસવનું ઉત્પાદન કરતા ખેડૂતોને MSPથી સારા ભાવ મળી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન વિસ્તાર ઝડપથી વધ્યો છે. સામાન્ય રીતે દેશમાં સરસવનો વાવેતર વિસ્તાર 70 લાખ હેક્ટર હતો, જે છેલ્લા ત્રણ વર્ષમાં વધીને 100 લાખ હેક્ટરને પાર કરી ગયો છે. પરંતુ હવે ખાદ્યતેલો પરની આયાત જકાત ઘટવાને કારણે અને સંપૂર્ણ સરકારી ખરીદીના અભાવે ભાવમાં ઘટાડો થયો છે. હવે ખેડૂતોને પસ્તાવો થઈ રહ્યો છે કે તેઓએ સરસવની ખેતી કેમ કરી. જે ખેડૂતોને તેલીબિયાંનું વાવેતર વધારવા બદલ પુરસ્કાર મળવો જોઈતો હતો તેઓને સરકારની નીતિઓને કારણે ઓછા ભાવ સાથે દંડ કરવામાં આવી રહ્યો છે.

કયા કયા બજારમાં શું છે ભાવ-
કોટામાં, 28 ફેબ્રુઆરીએ, સરસવનો લઘુત્તમ ભાવ રૂ. 3,601, સરેરાશ ભાવ રૂ. 4,755 અને મહત્તમ ભાવ રૂ. 6,579 પ્રતિ ક્વિન્ટલ હતો. બહુ ઓછા ખેડૂતોને મહત્તમ ભાવ મળે છે.

રાજસ્થાનની ખાનપુર મંડીમાં 28 ફેબ્રુઆરીએ સરસવનો લઘુત્તમ ભાવ રૂ. 4,050, સરેરાશ ભાવ રૂ. 4,750 અને મહત્તમ ભાવ રૂ. 4,900 પ્રતિ ક્વિન્ટલ હતો. ઝાલાવાડ જિલ્લાની ઇકલેરા મંડીમાં 28 ફેબ્રુઆરીએ સરસવનો લઘુત્તમ ભાવ રૂ. 3,977, સરેરાશ ભાવ રૂ. 4,366 અને મહત્તમ ભાવ રૂ. 4,866 પ્રતિ ક્વિન્ટલ હતો. બારા જિલ્લાની અત્રુ મંડીમાં સરસવનો લઘુત્તમ ભાવ 3,980 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. સરેરાશ ભાવ રૂ. 4,600 અને મહત્તમ ભાવ રૂ. 4,850 પ્રતિ ક્વિન્ટલ હતો. ચિત્તોડગઢ જિલ્લાની નિમ્બહેરા મંડીમાં, સરસવનો લઘુત્તમ ભાવ રૂ. 3,800, સરેરાશ ભાવ રૂ. 4,701 અને મહત્તમ ભાવ રૂ. 4,880 પ્રતિ ક્વિન્ટલ હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news