જો આ વસ્તુની ખેતીની રીત શીખી ગયા તો આપણાં ત્યાં પણ કરી શકશો અમેરિકા જેવી કમાણી
Knowing the process of saffron cultivation: કેસરનો ભાવ સાંભળવામાં ઘણો વધારે લાગ છે. પરંતુ જ્યારે તેની ખેતીની થાય છે ત્યારે ઘણા લાંબા સમય સુધી ખેતી કર્યા પછી પણ ઓછી માત્રામાં ઉત્પાદન થાય છે.
Trending Photos
Knowing the process of saffron cultivation: કેસરનું નામ સાંભળતાં જ સૌથી પહેલા મનમાં એવો વિચાર આવે કે તે તો લાખો રૂપિયે કિલો મળે છે. સોનાની જેમ વેચાતું કેસર સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક હોય છે અને તેનું ધાર્મિક રૂપથી પણ ઘણું મહત્વ છે. કેસર નાંખવાથી કોઈપણ મીઠાઈ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. તમે એ તો જાણતા હશો કે કેસર ઘણું મોંઘું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેમ કેસર આટલું મોંઘું વેચાય છે. તો તેનો જવાબ એ છે કે કેસરના ઉગાડવાથી લઈને માર્કેટમાં આવવા સુધીની પ્રોસેસ ઘણી મુશ્કેલ હોય છે. બજારમાં ડબ્બીમાં વેચાતું કેસર તમારા સુધી આવવા પાછળ ઘણી મહેનત કરવી પડે છે. અમે તમને બતાવીશું કે તેની ખેતી કેવી રીતે થાય છે. જેના કારણે તે ઘણું મોંઘું હોય છે. જાણીએ કેસર સાથે જોડાયેલી ખાસ વાત.
1. ઉત્પાદન ઓછું થાય છે:
કેસરનો ભાવ સાંભળવામાં ઘણો વધારે લાગ છે. પરંતુ જ્યારે તેની ખેતીની થાય છે ત્યારે ઘણા લાંબા સમય સુધી ખેતી કર્યા પછી પણ ઓછી માત્રામાં ઉત્પાદન થાય છે. માનવામાં આવે છે કે જો 5 કે 5.5 હજાર સ્ક્વેર ફૂટમાં ખેતી થાય છે તો માત્ર 50 ગ્રામ કેસર જ મળી શકે છે. એક કિલો કેસર મેળવવા માટે ઘણા લાંબા સમય સુધી જમીનમાં ખેતી કરવી પડે છે.
2. 15 વર્ષ સુધી ચાલે છે બીજ:
આમ તો કેસરના બીજની વાવણી 15 વર્ષમાં એક જ વાર કરવાની હોય છે. અને દર વર્ષે તેમાં ફૂલ આવે છે. 15 વર્ષ ફરી બીજને કાઢવા પડે છે. અને તેના પછી બીજમાં અનેક બીજા બીજ બની જાય છે.
3. કેવી રીતે બને છે કેસર:
કેસરની બીજમાં માત્ર ફૂલ પત્તીઓ નીકળે છે અને સીધા ફૂલ નીકળે છે. જોવામાં લસણ અને ડુંગળી જેવો એક છોડ નીકળે છે. તેમાં એક ફૂલ લાગે છે અને એક ફૂલની અંદર પત્તીઓની વચ્ચે 6 બીજી પત્તીઓ નીકળે છે. જે ફૂલના પુંકેસરની જેમ હોય છે. જેમ કે ગુલાબના ફૂલમાં નાની-નાની પત્તીઓ હોય છે. આ છોડ 2-3 ઈંચ ઉપર આવે છે. તેમાં બે-ત્રણ પત્તીઓ તો કેસર હોય છે. જે લાલ રંગની હોય છે. ત્રણ પત્તીઓ પીળા રંગની હોય છે. જે કોઈ કામની હોતી નથી.
4. એક ગ્રામ કેસર માટે કેટલી મહેનત:
દરેક ફૂલમાંથી કેસરની પત્તીઓ એકઠી કરવાની હોય છે. કહેવામાં આવે છે કે જ્યારે લગભગ 160 કેસરની પત્તીઓ કાઢવામાં આવે છે ત્યારે માત્ર એક ગ્રામ કેસર બને છે. એક ગ્રામ કેસર માટે અનેક ફૂલોમાંથી કેસરને અલગ કરવાનું હોય છે. જે ઘણી મહેનતનું કામ છે. આમ મહેનતથી નીકળતું એક ગ્રામ કેસર 100 લીટર દૂધમાં ઘણું થઈ જાય છે.
5. ક્યારે થાય છે ખેતી:
તેની ખેતી ઓગસ્ટમાં થાય છે. અને ફૂલ આવવાની પ્રક્રિયા ઓક્ટોબર-નવેમ્બરમાં થાય છે. આ ફૂલની પ્રક્રિયા એક મહિનાની હોય છે. માનવામા આવે છે કે તે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે હોય છે. તેની સિંચાઈ કુદરતી હોય છે અને તેમાંથી ફૂલ કાઢવામાં ઘણી મહેનત લાગે છે. મજૂરીનો ખર્ચ ઘણો વધારે થાય છે. કાશ્મીરના એક ભાગમાં તેની વધારે ખેતી થાય છે. કેમ કે ત્યાં લાલ રંગની ખાસ માટી હોય છે. જેમાં કેસરની ખેતી થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે