crop

Rajkot: ખેડૂતોની મુશ્કેલી વધી, ભારે વરસાદને કારણે મગફળી અને સોયાબિનના પાકનું ધોવાણ, સરકાર પાસે કરી વળતરની માંગ

રાજકોટ જિલ્લા અને તાલુકામાં ગત અઠવાડિયે વરસેલા સતત વરસાદ ખડૂતો માટે મુશ્કેલી સમાન બની ગયો છે. ત્યારે ધોરાજી તાલુકાના ફરેણી ગામના ખેડૂતો માટે તો આ વરસાદ આફત સમાન બની ગયો છે.

Oct 7, 2021, 09:04 PM IST

Patan: હવે ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી, ખેતરમાં ઉભેલા પાકને થયું નુકસાન

ચોમાસું પાક વાવેતર સમયે પ્રથમ વરસાદ થતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં પાક વાવેતર કર્યું પણ ત્યાર બાદ દોઢથી બે મહિના વરસાદ ખેંચાતા વાવેલ પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કર્યા પણ ત્યાર બાદ પાછોતરો વરસાદ મન મૂકીને વરસતા ઉભા પાકને ભારે નુકશાની થવા પામી છે.

Sep 29, 2021, 04:01 PM IST

Gujarat માટે માઠા સમાચાર, રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત, ચિંતાના વાદળો છવાયા

હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી  450 મીમી વરસાદ થવો જોઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર 253 મીમી વરસાદ નોંધાયો છે.

Aug 9, 2021, 03:11 PM IST

ખૂંખાર જંગલી વરૂ પાસે કરાવો તમારા ખેતરની પહેરદારી! હવે જાપાની રોબોટ કરશે ખેતરમાં પાકની રક્ષા

ખેડૂતોને જો કોઈ વાતની વધારે ચિંતા રહેતી હોય તો તેના પાકની છે. જંગલોની આસપાસ આવેલા ગામડાઓના ખેતરોમાં વન્યપ્રાણીઓ ઘૂસી જતા હોય છે અને ખેડૂતોના પાકને વેરવિખેર કરી દે છે અને મોટું નુકસાન પહોંચાડતા હોય છે. જંગલી જાનવરો ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે તો છે પણ આસપાસના ગામમાં રહેતા લોકો માટે પણ આ જાનવરો યમદૂત સાબિત થતા હોય છે. ત્યારે હવે આવા જંગલી પ્રાણીઓ સામે લડવા જંગલી ખૂંખાર વરૂને સૈનિક તરીકે ઉતારવામાં આવ્યા છે. જી હા આ જંગલી ખૂંખાર વરૂ કરે છે ગામના લોકોનું રક્ષણ અને ખેડૂતોના પાક માટે બને છે પહેરેદાર. ત્યારે માનવમિત્ર બનેલા જંગલી વરૂનું શું છે રહસ્ય?
 

Jan 21, 2021, 03:16 PM IST

કમોસમી વરસાદના કારણે ડાંગરની ખેતી કરનારા ખેડૂત અને પાક બંન્ને જમીનદોસ્ત

  જિલ્લાના કેટલાક તાલુકા વિસ્તારમાં 30 થી 40 કી.મીના ઝડપે ભારે પવન સાથે વરસાદ પડતાં જિલ્લામાં ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો એ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં સતત બે દિવસ વર્ષેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો. પાકમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં વધુ પડતો ડાંગર પાક ખેડૂતોએ કર્યો હતો. જો કે કેટલાક ખેડૂતો એ મકાઈ બાજરી સહિત મગફળીનો પાક કર્યો હતો. અચાનક વરસાદ આવતા ખેતરોમાં પાકેલો પાક કાપેલો પડ્યો હતો, ત્યારે ખેતરોમાં ઉભી ડાંગરો ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગરો જમીન દોસ્ત થઈ ગઈ હતી. ડાંગરોના પાકમાં પાણી ઘૂસી જવાથી પાક નિષ્ફળ નીવડ્યો છે. જેથી કુદરતી આફતના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકને રજુઆત કરી યોગ્ય વળતર આપવા સરકાર પાસે માંગ કરી છે. 

Oct 19, 2020, 09:36 PM IST

વરસાદી પૂરથી પાક પર ફરી વળ્યું પાણી, સર્વે કરતી ટીમોની કામગીરી પર શંકા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ભાદર - ૧ અને ૨ તથા મોજ ડેમના દરવાજાઓ મોટા પ્રમાણમાં ખોલી નાખવામાં આવેલા જેને લઇને ભાદર નદીના કાંઠા વિસ્તારના ઈસરા ગામે પાણીના પુર ફરી વળ્યા હતા. 

Sep 7, 2020, 10:47 PM IST
Rainfall At Statue Of Unity In Narmada District PT4M3S

નર્મદામાં વાતાવરણમાં પલટો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સતત બે દિવસથી ઠંડા પવનો ફૂંકાતા સમગ્ર પંથકમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી ઝાપટાથી ખેડૂતોને નુકશાન પહોંચી શકે છે.

Mar 6, 2020, 08:45 PM IST
Special Talk With Farmers Of Bhavnagar Due To Rainfall In State PT4M5S

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રાજ્યમાં અસર, ભાવનગરના ખેડૂતોના માથે તૂટી પડ્યું આભ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈફેક્ટને લઇ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી ત્રાટક્યો હતો. જેમાં ગઈકાલે સાંજે ભાવનગર શહેર અને જીલ્લાના અનેક મથકો પર ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખેતરોમાં લહેરાતા શિયાળુ પાક પર પવન સાથેના કમોસમી વરસાદનો કહેર ફરી વળ્યો હતો અને ઉભા પાકનો સોથ વાળી નાખ્યો હતો. જેને લઇ હાલ ખેડૂતો કુદરતના કહેર સામે સરકારની મહેર ની માંગ કરી રહ્યા છે.

Mar 6, 2020, 06:05 PM IST
Amreli: Unseasonable Rain Farmer Crop Loss PT3M6S

અમરેલી: રવી પાકોનું ત્રણ ગણુ વાવેતર, આ વર્ષે ખેડૂતોને થશે ફાયદો

અમરેલી જિલ્લામાં ચોમાસામાં સાડા પાંચ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા હવે ખેડૂતોએ પ્રમાણમાં રવી પાકોનું ત્રણ ગણુ વાવેતર કર્યું છે અને ખેડૂતો હવે સારું વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે.આ વસરહે જિલ્લામાં ખેડૂતોએ ઘઉં અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે.

Feb 9, 2020, 11:45 AM IST

ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી એકવાર ખેડૂતોનાં પેટ પર લાત

જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ બાદ પણ ઈશ્વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેડૂતોનો મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવિપાકના ડુંગળીના પાકમાં રોગ આવતા નેસડી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મગફળીમાં ફૂગ આવ્યા બાદ ચોમાસાની અતિવૃષ્ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવિપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતું હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળીનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યું છે. હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવિપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાંઈ ગયા છે.

Jan 24, 2020, 05:50 PM IST
Bhavnagar Farmers Are Getting Good Crop By Cultivating This Method PT4M10S

ભાવનગરના ખેડૂતો આ પદ્ધતિથી ખેતી કરી મેળવી રહ્યાં છે સારો પાક

ભાવનગર જીલ્લાના અનેક ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જે વિસ્તારના તળમાં પાણી ઓછું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી વધુ સારો પાક લઇ રહ્યા છે.

Jan 15, 2020, 06:15 PM IST
Banaskantha: Terror of locust enemy locusts, crop cleared PT8M

બનાસકાંઠા: ખેડૂતોના દુશ્મન તીડનો આતંક, પાકનો કર્યો સફાયો

બનાસકાંઠામાં છેલ્લા 10 દિવસથી પાકિસ્તાની તીડોએ આતંક મચાવી રાખ્યો છે પહેલા વાવ,સુઇગામ,થરાદ ,લાખણી ,દિયોદર, ડીસા બાદ હવે પાલનપુર અને વડગામમાં પણ તીડોના ઝુંડોએ ધામાં નાખ્યા છે જેના કારણે વડગામના મેગાળ ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા જીરું,વરિયાળી, એરંડા,ઘઉં,બટાકા જેવા પાકોનો સફાયો તીડ બોલાવી રહ્યા છે તીડોને ભગાડવા માટે ખેડૂતો થાળી,તગારા, ઢોલ અને ધુમાડો કરીને તીડોને ભગાડી રહ્યા છે પરંતુ તીડોની સંખ્યા એટલી વધારે છે કે તીડો ખેડૂતોની સામે જ તેમના મહામુલ પાકનો સફાયો કરી રહ્યા છે..રાજસ્થાનના રસ્તે બનાસકાંઠામાં ઘુસેલા ખેડૂતોના પાકના દુશ્મન તીડ ખેડૂતોની હાલત કફોડી કરી છે તીડોએ બનાસકાંઠાના દરેક તાલુકાઓના ખેડૂતોના પાકને નષ્ટ કરી દીધો છે જેના કારણે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

Dec 23, 2019, 08:40 PM IST
Green Caterpillar Attack On Crops In Patan District After Rainfall PT3M4S

વરસાદ બાદ પાટણ જિલ્લામાં લીલી ઈયળોનું આક્રમણ, પાકને મોટું નુકસાન

પાટણ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં ખેડૂતોએ પાક નુકશાન વેઠયા બાદ સમી તાલુકાના ખેડૂતોએ રવી પાક સારો થશે તેવી આશાઓ સાથે રવી પાકનું વાવેતર કર્યું હતું. ત્યારે થોડા દિવસ અગાઉ જે કમોસમી માવઠું થયું તેમાં ખેડૂતોના પાકને ભારે નુકશાનની સાથે ચણાના ઉભા પાકમાં લીલી ઈયળોનો આતંક આવતા પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Dec 23, 2019, 10:00 AM IST
Locust Attack On Crops Of Mehsana After Banaskantha PT4M34S

તીડનો તરખાટ: બનાસકાંઠા બાદ મહેસાણામાં તીડનું આક્રમણ, ખેડૂતો ચિંતામાં

બનાસકાંઠા બાદ મહેસાણા જિલ્લામાં તીડનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. સતલાસણાના ચેલાણા, જસલપુર અને ખારી સહિતના ગામોમાં તીડથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તીડને ભગડાવવા તંત્ર કામે લાગ્યું છે.

Dec 23, 2019, 09:55 AM IST
Samachar Gujarat: Attack Of Locusts And Green Caterpillar On Crops, Big Loss To Farmers PT24M31S

સમાચાર ગુજરાત: પાક પર તીડ અને લીલી ઈયળોનો હુમલો, ખેડૂતોને મોટું નુકસાન

બનાસકાંઠા બાદ મહેસાણા જિલ્લામાં તીડનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. સતલાસણાના ચેલાણા, જસલપુર અને ખારી સહિતના ગામોમાં તીડથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તીડને ભગડાવવા તંત્ર કામે લાગ્યું છે. તો બીજી તરફ પાટણ જીલ્લામાં તીડના આતંક બાદ હેવ ખેતરોમાં થયેલા ઉભા પાક પર લીલી ઈયળોનો આતંક જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઇ રહ્યું છે.

Dec 23, 2019, 09:20 AM IST
X ray 16 Dec 2019 PT19M12S

ગુજરાતના ખેડૂતોના પાકનો વિલન બની આ સમસ્યાઓ, જુઓ X-Ray

ગુજરાતના ખેડૂતોના પાકનો વિલન બની આ સમસ્યાઓ, જુઓ X-Ray

Dec 16, 2019, 11:10 PM IST
Foggy Atmosphere Was Seen Early Morning In Sabarkantha PT5M

સાબરકાંઠામાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ ભર્યુ વાતાવરણ

રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને થયેલા કમોસમી વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આ ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ગઇકાલે રાજ્યમા પડેલા કમોસમી વરસાદને પગલે હવે રાજ્ય સરકાર પણ ખેતીમાં થનારા નુકશાનને લઇને ખેડુતોના હિતમાં પગલા લઇ શકે છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે હિંમતનગરના એક કાર્યક્રમ વેળા કમોસમી વરસાદને લઇને નિવેદન આપ્યુ હતુ. હિંમતનગર શહેરમાં તેર કરોડના ખર્ચે નવનિર્મીત રેલ્વે અંડર બ્રીજનુ લોકાર્પણ કરવા માટે નિતીન પટેલે કમોસમી વરસાદ થી ચિંતામાં મુકાયેલા ખેડુતોને માટે મોટુ નિવેદન આપ્યુ હતુ.

Dec 13, 2019, 12:10 PM IST