ગુજરાત સરકાર આ ટ્રેનિંગ માટે સામેથી આપે છે રૂપિયા, બિઝનેસ કરીને લાખો કમાવી શકાય છે
Stipend Scheme For Poultry Farming Training : ગુજરાત સરકાર અનેક પ્રકારની સહાય આપતી હોય છે, પરંતુ અનેક લોકોને આ પ્રકારની સહાયની જાણ હોતી નથી. તેથી તેઓ લાભથી વંચિત રહી જાય છે. આવામાં શું તમને ખબર છે કે, ગુજરાત સરકાર મરઘા ઉછેર કેન્દ્રની ટ્રેનિંગ માટે પણ સ્ટાઈપન્ડ ચૂકવે છે, ન ખબર હોય તો આજે જાણી લો
Trending Photos
Gujarat Government Schemes : જો તમે પણ પોલ્ટ્રી ફાર્મ ખોલીને તેમાંથી સારી કમાણી કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે આ વ્યવસાયની માહિતી હોવી જોઈએ. પહેલા એ જાણી લો, પોલ્ટ્રી ફાર્મિંગ વ્યવસાય શરૂ કરવા માટે ટ્રેનિંગ ક્યાંથી મેળવશો. તેના માટે લોન મળશે કે નહિ. પોલ્ટ્રી ફાર્મિંગના વ્યવસાય માટેની યોગ્ય માહિતી હશે તો તમે સફળતાપૂર્વક આ વ્યવસાય કરી શકશો. અને સારી કમાણી મેળવશો.
ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ તેમજ સહકારિતા વિભાગ તરફથી મરઘા ઉછેર ટ્રેનિંગના માધ્યમથી મરઘા પાલકોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવી છે. નબળા વર્ગના લોકોને ટ્રેનિંગ આપવા માટે આ યોજના શરૂ કરાઈ છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને છ દિવસોની ટ્રેનિંગ માટે 2000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. ટ્રેનિંગ પૂરી થયા બાદ મરઘા પાલન ટ્રેનિંગનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
શું છે આ યોજનાનો લાભ
લાભાર્થીને છ દિવસની ટ્રેનિંગ માટે વધુમાં વધુ 2000 રૂપિયા (સીધા તમારા બેંક ખાતામાં) આપવામાં આવે છે. જેમાં 300/- પ્રતિદિવસ, 1800/- 6 દિવસ માટે દૈનિક ભથ્થુ અને 200/- રૂપિયા આવવા જવા માટે આપવામાં આવે છે.
યોજના માટે યોગ્યતા
આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને આપવામાં આવે છે
લાભાર્થીને આવેદનની સાથે ઉમરનું પ્રમાણપત્ર પણ આપવુ પડશે
મહિલાઓ અને ગરીબી રેખાથી નીચે જીવતા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે
ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ
- લાભાર્થીઓને I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_ANH...
- નવી એપ્લિકેશન કરવા માટે, નવી એપ્લિકેશન બટન પર ક્લિક કરો અને નવી એપ્લિકેશન સબમિટ કરો.
- એપ્લિકેશનમાં સુધારો કરવા માટે "અપડેટ એપ્લિકેશન" બટન પર ક્લિક કરો.
- એકવાર એપ્લિકેશન થઈ જાય, તેની પુષ્ટિ કરો. ઓનલાઈન અરજીની તારીખથી સાત દિવસની અંદર અરજીની પુષ્ટિ થવી જોઈએ.
- અરજી પર દર્શાવેલ ઑફિસના સરનામાં પર સહાયક દસ્તાવેજો સાથે સહી કરીને અરજી સબમિટ કરવી જોઈએ” અથવા “ઓનલાઈન અરજી સાચવવાની તારીખથી સાત દિવસની અંદર અરજીની પુષ્ટિ થાય છે. અરજીની પુષ્ટિ થયા પછી, એપ્લિકેશનની સ્કેન કરેલી નકલ અને અન્ય દસ્તાવેજો અપલોડ કરી શકાય છે.
- પુષ્ટિ થયેલ અરજીની પ્રિન્ટઆઉટ લો.
નીતિન પટેલ બાદ ખાલી પડેલી ખુરશી આ નેતા સંભાળશે? છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી વાત
ઑફલાઇન અરજી પ્રક્રિયા
અરજદારે નજીકની પોલ્ટ્રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસ અથવા જિલ્લા મરઘાં વિસ્તરણ કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે અને અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
અરજી ફોર્મના તમામ ફરજિયાત તમામ માહિતી ભરો, બધા જરૂરી દસ્તાવેજો જોડો અને તેને ઓફિસમાં સબમિટ કરો.
સફળ ચકાસણી પછી, અરજદાર યોજનાનો લાભ મેળવી શકે છે.
આ દસ્તાવેજોની જરૂર પડશે
- ઓળખ પ્રમાણપત્ર એટલે કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- ગરીબી રેખા નીચે કાર્ડ
- સરનામાનો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર
- સક્ષમ અધિકારી તરફથી અપંગતા પ્રમાણપત્ર (માત્ર વિકલાંગો માટે)
- બારકોડ સાથેનું રાશનકાર્ડ
- બચત ખાતાની બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે