Success Story: ખેતીની નવી ટેકનિક અપનાવીને ખેડૂત બની ગયો માલામાલ, મહિને લાખોની કમાણી
Success Story: બિહારના એક પ્રગતિશીલ ખેડૂત Integrated Farming System અપનાવીને ધાન, માછલી પાલન, મશરૂમ અને સફરજનની ખેતી કરીને લ લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
Trending Photos
આજના સમયમાં જો તમે ખેતીમાંથી તગડી કમાણી કરવા માંગતા હોવ તો તમારે પરંપરાગત ખેતી છોડીને Integrated Farming System અપનાવવી જોઈએ. આ એક એવા પ્રકારની ટેક્નોલોજી છે જેના દ્વારા ખેડૂત ભાઈઓ કમાણી વધારીને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. બિહારના એક પ્રગતિશીલ ખેડૂતે Integrated Farming System અપનાવીને ધાન, માછલી પાલન, મશરૂમ અને સફરજનની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે.
શું છે આ Integrated Farming System
ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ એ ખેતીની એક એવી વિધિ છે જેમાં પાક ઉત્પાદનની સાથે સાથે અન્ય પ્રકારના બિઝનેસ જેમ કે પશુપાલન, મધમાખી ઉછેર, રેશમ પાલન, માછલી પાલન, સસલા ઉછેર, શાકભાજીની ખેતી, ફળોની ખેતી, મશરૂમની ખેતી, કમ્પોસ્ટ ઉત્પાદન, સોલર એનર્જી પ્રોડક્શન અને બાયો ગેસ વગેરે એક સાથે કરવામાં આવે ચે. આ પદ્ધતિથી ખેતીના એક અવયવથી મળેલા અવશેષનો ઉપયોગ બીજા અવયવની ઉત્પાદકતા વધારવા માટે થાય છે. જેમ કે પશુઓમાંથી મળેલા ગોબરનો ઉપયોગ ગોબર ગેસ, માછલી પાલન અને વર્મીકમ્પોસ્ટ બનાવવામાં થાય છે.
મશરૂમ ઉત્પાદનથી 1.5 થી 2 લાખ રૂપિયાની કમાણી
પટણાના અનંતપુર ગામના પ્રગતિશીલ ખેડૂત Integrated Farming Systemને અપનાવીને વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેઓ ધાન ઉપરાંત માછલી પાલન, મશરૂમ અને સફરજનની ખેતી કરે છે. બિહાર સરકારના કૃષિ વિભાગના જણાવ્યાં મુજબ તેઓ મશરૂમની ખેતીથી 4 મહિનામાં 1.5થી 2 લાખ રૂપિયા કમાણી કરી લે છે. તેમનું કહેવું છે કે મશરૂમની ખેતીમાં 50 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે.
એક તળાવથી 6 મહિનામાં 4-5 લાખનો નફો
આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત એક તળાવમાં માછલી પાલનથી 6 મહિનામાં 4થી 5 લાખ રૂપિયા કમાણી કરે છે. તેમની પાસે કુલ 3 તળાવ છે. એટલે કે તેઓ માછલી પાલનથી વાર્ષિક 12થી 15 લાખ રૂપિયા કમાણી કરી લે છે. તેઓ થોડા ઘણા ધાનની પણ ખેતી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે