Bank Holidays July 2021: આવતીકાલથી સતત 5 દિવસ માટે બેંકો બંધ, જુલાઈ મહિનામાં 15 રજાઓ
જુલાઈ મહિનો બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાઓ સાથે આવ્યો છે. એકંદરે, બેંક કર્મચારી જુલાઈ મહિનામાં 15 રજાઓનો આનંદ માણી શકશે. આ રજાઓમાં શનિવારથી (10 જુલાઈ) શરૂ થતાં પાંચ દિવસની રજા પણ સામેલ છે
Trending Photos
નવી દિલ્હી: જુલાઈ મહિનો બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાઓ સાથે આવ્યો છે. એકંદરે, બેંક કર્મચારી જુલાઈ મહિનામાં 15 રજાઓનો આનંદ માણી શકશે. આ રજાઓમાં શનિવારથી (10 જુલાઈ) શરૂ થતાં પાંચ દિવસની રજા પણ સામેલ છે.
બે દિવસ આ રાજ્યોમાં રજા
તમને જણાવી દઈએ કે, આગામી પાંચ દિવસ માટે કેટલાક રાજ્યોમાં ગ્રાહકો માટે બેંકો બંધ રહેશે. પાંચમાંથી બે રજા ફક્ત કેટલાક રાજ્યોમાં લાગુ થશે, તેથી આ રાજ્યો સિવાય અન્ય રાજ્યોના બેંક કર્મચારીઓને આ બે દિવસ કામ પર આવવું પડશે. 10 જુલાઈ શનિવારની રજા છે અને 11 જુલાઈએ રવિવાર છે. ત્યારબાદ સોમવાર 12 જુલાઇના ભુવનેશ્વરમાં બેંકર્સને રથયાત્રા (Rath Yatra) પ્રસંગે રજા મળશે, જ્યારે ઇમ્ફાલમાં કાંગ (રથયાત્રા) માટે બેંકો બંધ રહેશે.
6 વિકએન્ડ અને 9 ફેસ્ટિવ હોલિડે
આ વચ્ચે મંગળવારના (13 જુલાઈ) ભાનુ જયંતીની ઉજવણી કરવા માટે ગંગટોકમાં બેંકો બંધ રહેશે. ગંગટોક બેંકના કર્મચારીઓને સ્થાનિક તહેવાર દ્રુક્પા ત્શેશી (Drukpa Tsheshi) નિમિતે બુધવારે (14 જુલાઇ) બીજી રજા મળશે. ભારતીય રિઝર્વ બેન્કના (RBI) અનુસાર જુલાઈમાં 6 વિકએન્ડ અને 9 ફેસ્ટિવ હોલિડે રહેશે. 6 વિકએન્ડ હોલિડેમાં બીજો, ચોથો શનિવાર અને ચાર રવિવારની રજાઓ સામેલ છે.
રજાઓની સંપૂર્ણ લિસ્ટ
1) 10 જુલાઈ 2021 - બીજો શનિવાર
2) 11 જુલાઈ 2021 - રવિવાર
3) 12 જુલાઈ 2021 - સોમવાર - કાંગ (રાજસ્થાન), રથયાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ)
4) 13 જુલાઈ 2021 - મંગળવાર - ભાનુ જયંતિ (શહીદ દિવસ- જમ્મુ-કાશ્મીર, ભાનુ જયંતિ- સિક્કિમ)
5) 14 જુલાઈ 2021 - દ્રુકપા ત્શેશી (ગંગટોક)
6) 16 જુલાઈ 2021 - ગુરુવાર - હરેલા પૂજા (દહેરાદૂન)
7) 17 જુલાઈ 2021 - ખારચી પૂજા (અગરતલા, શિલ્લોંગ)
8) 18 જુલાઈ 2021 - રવિવાર
9) 19 જુલાઈ 2021 - ગુરુ રિમ્પોછેના થુંગકર ત્શેચુ (Guru Rimpoche's Thungkar Tshechu) (ગંગટોક)
10) 20 જુલાઈ 2021 - મંગળવાર - ઇદ અલ અધા (દેશવ્યાપી)
11) 21 જુલાઈ 2021 - બુધવાર - બકરીદ (આખા દેશમાં)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે