Keshub Mahindra: આનંદ મહિન્દ્રાના કાકા અને દેશના સૌથી વયોવૃદ્ધ અબજોપતિ કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની ઉંમરે નિધન
Keshub Mahindra Death: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વયોવૃદ્ધ અબજોપતિ કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની ઉંમરે નિધન થયું છે.
Trending Photos
મુંબઈઃ Keshub Mahindra Passes Away: ભારતના સૌથી વયોવૃદ્ધ અબજોપતિ અને આનંદ મહિન્દ્રાના કાકા કેશબ મહિન્દ્રા (Keshub Mahindra) નું 99 વર્ષની ઉંમરમાં આજે 12 એપ્રિલ 2023ના નિધન થયું છે. તેમણે 99 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેની જાણકારી INSPACe ના અધ્યક્ષ પવન કે ગોયનકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આવી છે. પોતાના ટ્વીટમાં પવન ગોયનકાએ જણાવ્યુ કે બિઝનેસ જગતે આજે પોતાના સૌથી મહાન વ્યક્તિત્વમાંથી એક કેશબ મહિન્દ્રાને ગુમાવી દીધા છે. તેમની સાથે મુલાકાત કરવી હંમેશા શાનદાર રહેતી હતી. તે હંમેશા બિઝનેસ, ઇકોનોમિક્સ અને સોશિયલ વસ્તુને શાનદાર રીતે જોડવાની પ્રતિભા રાખતા હતા.
ફોર્બ્સના અબજોપતિઓના લિસ્ટમાં હતા સામેલ
ફોર્બ્સ દ્વારા જારી વર્ષ 2023 ના અબજોપતિઓના લિસ્ટમાં કેશબ મહિન્દ્રા (Keshub Mahindra Passes Away) નું નામ સામેલ હતું. તેમનું નામ 16 નવા ધનવાનોના આ લિસ્ટમાં પ્રથમ વાર સામેલ થયું હતું. તેમણે 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન રહ્યા બાદ વર્ષ 2012માં પદ છોડી દીધુ હતું. ફોર્બ્સના બિલિનિયર્સ લિસ્ટ પ્રમાણે કેશબ મહિન્દ્રા પોતાની પાછળ 1.2 બિલિયન ડોલરની સંપત્તિ છોડી ગયા છે.
The industrial world has lost one of the tallest personalities today. Shri Keshub Mahindra had no match; the nicest person I had the privilege of knowing. I always looked forward to mtgs with him and inspired by how he connected business, economics and social matters. Om Shanti.
— Pawan K Goenka (@GoenkaPk) April 12, 2023
કોણ હતા કેશબ મહિન્દ્રા
કેશબ મહિન્દ્રાએ (Keshub Mahindra Death) પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યા બાદ વર્ષ 1947માં મહિન્દ્રા ગ્રુપ સાથે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1963માં તેઓ આ ગ્રુપના ચેરમેન બન્યા હતા. તેમના નેતૃત્વમાં મહિન્દ્રા ગ્રુપે નવી સિદ્ધિઓ હાસિલ કરી અને વર્ષ 2012માં 48 વર્ષની સેવા બાદ તેમણે મહિન્દ્રાનું ચેરમેન પદ પોતાના ભત્રીજા આનંદ મહિન્દ્રા (Anand Mahindra) ને સોંપી દીધુ હતું. આ સાથે તેમણે ટાટા સ્ટીલ, સેલ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટલ્સ જેવી ઘણી કંપનીઓમાં બોર્ડ સ્તર પર પણ કામ કર્યું હતું.
મહિન્દ્રા ગ્રુપને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું
પોતાના લગભગ 5 દાયકાના લાંબા કાર્યકાળમાં કેશબ મહિન્દ્રાએ મહિન્દ્રા ગ્રુપને ન માત્ર દેશ પરંતુ દુનિયામાં એક મોટી કંપનીના રૂપમાં સ્થાપિત કર્યું. તેમણે કામ અને માલવાહક વાહનોના ઉત્પાદન ક્ષેત્રે કંપનીને મુખ્ય ખેલાડી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજના સમયમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેના ટ્રેક્ટર, એસયુવી કેસ તેમજ હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ અને સોફ્ટવેર ક્ષેત્રોમાં સેવાઓ માટે પણ જાણીતી છે. 1987 માં, તેમને વ્યાપાર જગતમાં તેમના યોગદાન માટે ફ્રેન્ચ સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું હતું. આ સિવાય કેશબ મહિન્દ્રાને વર્ષ 2007માં અર્ન્સ્ટ એન્ડ યંગ (Ernst and Young) દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે