7th Pay Commission: જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ખુશખબર, મોંઘવારી ભથ્થા સાથે HRA માં પણ થશે વધારો

7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમચાાર છે. કેન્દ્ર સરકાર આગામી મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરશે, પરંતુ આ સાથે કર્મચારીઓના HRA માં પણ વધારો થવાનો છે. હાલમાં કર્મચારીઓને સરકાર તરફથી 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. 

7th Pay Commission: જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ખુશખબર, મોંઘવારી ભથ્થા સાથે HRA માં પણ થશે વધારો

7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. જલદી તેને ડબલ ખુશખબર મળી શકે છે. આવનારા મહિનામાં તેના પગારમાં મોટો વધારો થશે. જેમ જેમ મહિના પસાર થશે તેનો પગાર વધતો જશે. આ કોઈ નવી ફોર્મ્યુલા નથી પરંતુ મોંઘવારી ભથ્થા (dearness allowance) ની સાથે આ સપનું પૂરુ થવા જઈ રહ્યું છે. હકીકતમાં  7th Pay Commission હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ (Central government employees)ને મળનાર મોંઘવારી ભથ્થું (DA Hike) જુલાઈમાં વધવાનું છે. છેલ્લાં છ મહિનામાં ડીએમાં બીજીવાર વધારો કરવામાં આવશે. આવી સ્થિતિમાં તેના પગારની ગણતરી બદલાઈ જશે. આવો જાણીએ..

HRA માં થઈ જશે વધારો
મોંઘવારી ભથ્થાની સાથે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (House rent allowance)માં પણ વધારો થશે. આવું એટલા માટે કારણ કે સરકાર તે માટે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે કર્મચારીઓનું HRA મોંઘવારી ભથ્થા સાથે લિંક છે અને જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાને ક્રોસ કરશે, HRA માં પણ રિવિઝન થઈ જશે. જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થામાં લગભગ 4 ટકાનો વધારો નક્કી છે. 

HRA: ક્યારે થશે રિવિઝન
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જાન્યુઆરી-જૂન 2023ના ઈન્ડેક્સના નંબર્સ જારી થયા બાદ તે નક્કી થશે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. અત્યાર સુધી જે નંબર્સ જારી થયા છે તેનાથી નક્કી છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે. મોંઘવારી ભથ્થા  (DA Hike) ની સાથે બીજા એલાઉન્સમાં પણ વધારો જોવા મળશે. તેમાં સૌથી મોટુ એલાઉન્સ હાઉસ રેન્ટ એલાઉન્સ છે. 

છેલ્લે ક્યારે થયું હતું HRA માં રિવિઝન
વર્ષ 2021માં જુલાઈ બાદ મોંઘવારી ભથ્થાના 25% ક્રોસ થવાની સાથે એચઆરએ પણ રિવાઇઝ થઈ ગયું હતું. સરકારે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થાને વધારી 28 ટકા કરી દીધુ હતું. HRA નો વર્તમાન દર 27%, 18% અને 9% ટકા છે. હવે તે સવાલ છે કે ડીએ વધ્યા બાદ એચઆરએમાં ક્યારે વધારો થશે?

HRA: હવે ક્યારે વધશે હાઉસ રેન્ટ એલાઉન્સ?
DoPT ના એક મેમોરેડમ પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્ટમાં રિવિઝન મોંઘવારી ભથ્થાના આધાર પર થાય છે. શહેરની કેટેગરી પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકાના દરે એચઆરએ આપવામાં આવી રહ્યું છે. આ વધારો ડીએની સાથે 1 જુલાઈ 2021થી લાગૂ છે. 2015માં જારી મેમોરેડમ પ્રમાણે એચઆરએ અને ડીએની સાથે સમય-સમય પર રિવાઇઝ કરવામાં આવશે. હવે આગામી રિવિઝન થવાનું છે. પરંતુ આ ત્યારે જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાને ક્રોસ કરી દેશે. 

3% હજુ વધશે HRA
7th Pay Commission હેઠળ હાઉસ રેન્ટ એલાઉન્ટમાં આગામી રિવિઝન 3 ટકાનું થશે. વર્તમાન ઉપલા દર 27 ટકાથી વધીને એચઆરએ 30 ટકા થઈ જશે. પરંતુ આ ત્યારે થશે જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા સુધી પહોંચી જશે. DA ના 50 ટકા ક્રોસ થવા પર  HRA 30%, 20% અને 10% ટકા થઈ જશે. 

HRA વધવા પર કેટલો વધારો થશે
7th Pay Commission matrix પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓની સૌથી વધુ બેસિક સેલેરી  56,900 રૂપિયા મહિને છે, તો તેના એચઆરએની 27 ટકા રપ્રમાણે ગણતરી થાય છે. આ રીતે સમજો ગણતરી...

HRA = 56900 રૂપિયા x 27/100= 15363 રૂપિયા/ મહિને
30% HRA થવા પર= 56,900 રૂપિયા x 30/100= 17,070 રૂપિયા/મહિને
HRA માં કુલ અંતર: 1707 રૂપિયા/મહિને
વાર્ષિક HRAમાં વધારો- 20,484 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news