IPO Next Week : પ્રાઇમરી માર્કેટમાં મોટી હલચલ, નવા સપ્તાહે ઓપન થશે 9 આઈપીઓ, જાણો દરેક વિગત

IPO Next Week : સપ્ટેમ્બર આઈપીઓ માટે 14 વર્ષમાં સૌથી વધુ વ્યસ્ત મહિનો રહેવાનો છે. આ મહિને અત્યાર સુધી 28થી વધુ કંપનીઓ બજારમાં એન્ટ્રી કરી ચૂકી છે.

IPO Next Week : પ્રાઇમરી માર્કેટમાં મોટી હલચલ, નવા સપ્તાહે ઓપન થશે 9 આઈપીઓ, જાણો દરેક વિગત

IPO Next Week : પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે ખુબ હલચલ રહેવાની છે. આવનારા સપ્તાહે કુલ 9 નવા આઈપીઓ લોન્ચ થવાના છે. તેમાં 2 મેનબોર્ડ આઈપીઓ અને 7 એમએસઈ આઈપીઓ સામેલ છે. આઈપીઓની દ્રષ્ટિએ સપ્ટેમ્બરનો મહિનો છેલ્લા 14 વર્ષમાં ખુબ વ્યસ્ત છે. આ મહિને અત્યાર સુધી 28થી વધુ કંપનીઓએ બજારમાં પર્દાપણ કર્યું છે. આવો જાણીએ આગામી સપ્તાહે કઈ-કઈ કંપનીના આઈપીઓ ઓપન થવાના છે.

KRN Heat Exchanger IPO
આ 341.95 કરોડ રૂપિયાનો મેનબોર્ડ આઈપીઓ 25થી 27 સપ્ટેમ્બર વચ્ચે સબ્સક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 220 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસની તુલનામાં 101.36 ટકા કે 223 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.

Thinking Hats Entertainment Solutions NSE SME
આ 15.09 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 25થી 27 સપ્ટેમ્બર વચ્ચે ખુલશે. લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 44 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇસના મુકાબલે 34.09 ટકા કે 15 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. 

Manba Finance IPO
આ 15084 કરોડ રૂપિયાનો મેનબોર્ડ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 23થી 25 સપ્ટેમ્બર ઓપન થશે. લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 120 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇસના મુકાબલે 60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે.

Rappid Valves (India) NSE SME
આ 30.41 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે ખુલશે. શેરનું લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થશે. 

WOL3D NSE SME
આ 25.56 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે ખુલશે. લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 150 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇસના મુકાબલે 36.67 ટકા કે 55 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.

Unilex Colours and Chemicals NSE SME
આ 31.32 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 25થી 27 સપ્ટેમ્બર વચ્ચે ઓપન થશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થશે. 

TechEra Engineering NSE SME
આ 35.90 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 25થી 27 સપ્ટેમ્બર વચ્ચે ઓપન થશે. કંપની 3 ઓક્ટોબરે લિસ્ટ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 82 રૂપિયા ઈશ્યુ પ્રાઇસના મુકાબલે 10 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે.

Forge Auto International NSE SME
આ 31.10 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 26થી 30 સપ્ટેમ્બર વચ્ચે ખુલશે. લિસ્ટિંગ 4 ઓક્ટોબરે થશે.

Sahasra Electronics Solutions NSE SME
આ 186.16 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 26થી 30 સપ્ટેમ્બર વચ્ચે ખુલશે. શેરનું લિસ્ટિંગ 4 ઓક્ટોબરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 283 રૂપિયાની ઈશ્યુ પ્રાઇસના મુકાબલે 15.19 ટકા કે 43 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news