સની લિયોન બની સાયબર ક્રાઈમનો ભોગ, PAN કાર્ડ પર કોઇએ લઇ લીધી લોન, ટ્વિટ કરીને આપી હતી માહિતી

ની એપથી સામાન્ય લોકોના પાન કાર્ડ પર લોન લેવામાં આવી છે એટલું જ નહીં, સેલિબ્રિટીઓ પણ તેનાથી છેતરાયા છે. અભિનેત્રી સની લિયોનના પાન કાર્ડ (sunny Leone PAN Frauds) પર કોઈએ 2000 રૂપિયાની લોન લીધી. ટ્વીટ કરીને આ વિશે માહિતી આપતા સની લિયોને જણાવ્યું હતું કે આનાથી તેનો CIBIL સ્કોર બગાડ્યો છે.

સની લિયોન બની સાયબર ક્રાઈમનો ભોગ, PAN કાર્ડ પર કોઇએ લઇ લીધી લોન, ટ્વિટ કરીને આપી હતી માહિતી

નવી દિલ્હી: આધાર અને PAN આજકાલ ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની ગયા છે. હવે આ બે દસ્તાવેજ વિના ઘણા કામો થઈ શકતા નથી. નાણાંકીય કાર્યોમાં હવે PAN વગર કામ થઈ શકશે નહીં. જેમ જેમ તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે, તે જ રીતે તેમની સાથે સંબંધિત છેતરપિંડી (PAN સંબંધિત) પણ વધી રહી છે. PAN સંબંધિત એક કૌભાંડ હાલમાં જ સામે આવ્યું છે.

એક એપમાંથી કેટલાક લોકોના પાન કાર્ડ પર લોન લેવામાં આવી છે, તે પણ તેમની જાણ વગર. જ્યારે આ લોકોએ તેમનો ક્રેડિટ સ્કોર જોયો તો ખબર પડી કે તેમના PAN પર લોન લેવામાં આવી છે. એક અંગ્રેજી અખબારન અહેવાલ મુજબ ફિનટેક કંપની ઈન્ડિયાબુલ્સની ધની એપ પરથી લોન લેવામાં આવી છે. આનાથી તમે અંદાજો લગાવી શકો છો કે તમારા પાન કાર્ડ વિશે માહિતી મેળવતા રહેવું કેટલું મહત્વપૂર્ણ છે.

સની લિયોનને બક્ષવામાં આવી નથી
ધની એપથી સામાન્ય લોકોના પાન કાર્ડ પર લોન લેવામાં આવી છે એટલું જ નહીં, સેલિબ્રિટીઓ પણ તેનાથી છેતરાયા છે. અભિનેત્રી સની લિયોનના પાન કાર્ડ (sunny Leone PAN Frauds) પર કોઈએ 2000 રૂપિયાની લોન લીધી. ટ્વીટ કરીને આ વિશે માહિતી આપતા સની લિયોને જણાવ્યું હતું કે આનાથી તેનો CIBIL સ્કોર બગાડ્યો છે. જોકે, હંગામો વધતાં સની લિયોને ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

ઘણા લોકો કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર ફરિયાદ
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે કોઈ અન્ય વ્યક્તિ તેમની જાણ વગર તેમના PAN પર લોન લઈ રહ્યું છે. ઈન્ડિયાબુલ્સે પણ સ્વીકાર્યું છે કે તેને ધની એપ પર લોન છેતરપિંડી અંગે ફરિયાદ મળી છે અને કંપની તેની તપાસ કરી રહી છે. Dhani એપે છેલ્લા 12 મહિનામાં લગભગ 35 લાખ લોકોને લોન આપી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી 5 કરોડ ડાઉનલોડ કરવામાં આવી છે.

આવી રીતે ચેક કરો PAN ની વિગતો (How to Check PAN History)
આવકવેરા વિભાગ દ્વારા ફોર્મ 26ASની સુવિધા આપવામાં આવી છે, જેના દ્વારા તમે સરળતાથી તમારા પાન કાર્ડની વિગતો જાણી શકો છો. આ ફોર્મમાં તમારું PAN કાર્ડ ક્યાં વપરાયું છે તેની સંપૂર્ણ માહિતી છે. તેને ડાઉનલોડ કરવા માટે તમારે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર જઈને લોગિન કરવું પડશે. તમે આ ફોર્મ TRACES પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.

આવી રીતે કરો ફરિયાદ
જો તમારી પાસે તમારા PAN સંબંધિત કોઈ ફરિયાદ છે, તો તમે ઈન્કમ ટેક્સ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. સૌથી પહેલા તમારે www.incometax.intelnetglobal.com પર જવું પડશે. પછી અહીં માંગવામાં આવેલી માહિતી ભરો અને સબમિટ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી ફરિયાદ અહીં નોંધાવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news