Mukesh Ambani એ ખરીદ્યો એ ક્લબ જ્યાં James Bond સીરીઝની ફિલ્મોનું થયું હતું શૂટિંગ

મુકેશ અંબાણીએ ખરીદી સ્ટોક પાર્ક કલ્બ જાણો શું છે તેની વિશેષતા. તસવીરો જોઈને તમે પણ જોતા જ રહી જશો. આ એજ જગ્યા છે જ્યાં હોલીવુડની સૌથી ચર્ચિત જેમ્સ બોન્ડ સીરીઝની ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

Mukesh Ambani એ ખરીદ્યો એ ક્લબ જ્યાં James Bond સીરીઝની ફિલ્મોનું થયું હતું શૂટિંગ

ઝી બ્યૂરો, અમદાવાદઃ એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ અને રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ બ્રિટેનમાં હજુ એક કંપની ખરીદી લીધી છે. આ કંપની પાસે બ્રિટેનની એ હોટલ અને ગોલ્ફકોર્સ છે જ્યાં જેમ્સ બોન્ડ સીરીઝની 2 ફિલ્મોનું શૂટિંગ થઈ હતી. પોતાની બિઝનેસ સ્કીલના કારણે મુકેશ અંબાણીએ અનેક વેપાર-ધંધામાં રોકાણ કર્યું છે. જોકે, આ કલબ ખરીદવીએ તેમનો એક શોખ જ હતો.

No description available.

સ્ટોક પાર્ક માટે ખર્ચ્યા 593 કરોડ રૂપિયા
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 593.05 કરોડ રૂપિયા એટલે કે 7.9 કરોડ ડૉલરમાં બ્રિટેનનું સ્ટોક પાર્ક ખરીદી લીધુ છે. સ્ટોક પાર્ક બ્રિટેનની કંપની છે જેમની પાસે એક હોટલ અને ગોલ્ફકોર્સ છે. આ હોટલ રિલાયન્સની કંઝ્યુમર અને હૉસ્પિટાલિટી એસેટનો ભાગ રહેશે. સ્ટોક પાર્ક બ્રિટેનમાં ઈન્ટનેશનલ ગૃપના પહેલું કંટ્રી ક્લબ છે. સ્ટોક પાર્ક બ્રિટેનની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે.

No description available.

2 જેમ્સ બોન્ડની ફિલ્મનું થયું છે શૂટિંગ
સ્ટોક પાર્કમાં 2 જેમ્સ બોન્ડની ફિલ્મોનું શૂટિંગ થયું છે. 1964ની ગોલ્ડફિંગર અને 1997ની ટુમોરો નેવર ડાઈઝનું શૂટિંગ થયું હતું. આ ફિલ્મોમાં જે ગોલ્ફકોર્સમાં સિન શૂટ કરાયા છે તે અત્યાર સુધીના સુંદર ગોલ્ફકોર્સ સિનમાં જોવામાં આવે છે. 2001માં બ્રિજેટ જોન્સ ડાયરી ફિલ્મનું શૂટિંગ પણ અહીં જ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી આ પહેલાં 2019માં બ્રિટેનની અન્ય એક કંપની હેમલીઝ પણ ખરીદી ચુક્યા છે. હેમલીઝ દુનિયાનું પ્રથમ ટોય સ્ટોરમાં સામેલ છે. અને તે બ્રિટેનની સૌથી મોટી ટોય કંપની છે. હાલમાં રિલાયન્સે હેમલીઝનું મેકઓવર પણ શરૂ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news