માત્ર 300 રૂપિયાની નોકરી કરતા ધીરુભાઈએ કઈ રીતે દુનિયા કરી લીધી મુઠ્ઠીમાં? જાણો કેમ અમિતાભ સાથે હતો બાપ-દીકરા જેવો સંબંધ

લોગ તુમ્હારે ખિલાફ બોલને લગે તો સમજો કે તરક્કી કર રહે હો...વિરોધીઓને આ રીતે જવાબ આપનારા ધીરુભાઈ અંબાઈ જોત-જોતામાં ભારતના ઉદ્યોગ પિતા બની ગયા. પણ તેમના સંઘર્ષ સમયના અનેક એવા કિસ્સાઓ છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. તો આ આર્ટિકલમાં તેમના વિશે જાણીએ એવી જ કેટલીક રોચક વાતો...

માત્ર 300 રૂપિયાની નોકરી કરતા ધીરુભાઈએ કઈ રીતે દુનિયા કરી લીધી મુઠ્ઠીમાં? જાણો કેમ અમિતાભ સાથે હતો બાપ-દીકરા જેવો સંબંધ

નરેશ ધારાણી, અમદાવાદઃ ભારતીય શેરબજારના ભીષ્મપિતામહ અને ભારતના ધુરંધર વેપારી એટલે કે ધીરુભાઈ અંબાણીને આજે દેશ જ નહીં પણ વિશ્વમાં ઓળખાણ આપવાની જરૂર નથી.ધીરુભાઈનું જીવનની એક એક ક્ષણ દરેક વ્યક્તિ માટે પ્રરેણારૂપ રહી છે. 300 રૂપિયાની નોકરીથી લઈ હજારો કરોડોના વેપાર સુધી ધીરુભાઈએ સર કરેલી સફર દેશના દરેક વ્યક્તિએ જાણવા જેવી છે.

ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક ધીરજલાલ હીરાચંદ અંબાણી ઉર્ફે ધીરુભાઈ અંબાણીની આજે પુણ્યતિથિ છે. 6 જુલાઈ 2002ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું. ભારતના પ્રથમ કોર્પોરેટ પરિવારનું બિરુદ મેળવનાર ધીરુભાઈ અંબાણીના જીવનની કહાની પણ ખુબ જ રોકચ છે. વેપાર ઉદ્યોગના ભીષ્મપિતામહા કહેવતા ધીરુભાઈના જીવનના મૂલ્યો જ તેમની સફળતાની ચાવી સાબીત થયા છે..ત્યારે ધીરુભાઈની કેટલીક એવી વાતો છે જે તમે નહીં જાણ તા હો.

જૂનાગઢ જિલ્લામાં થયો જન્મઃ
ધીરૂભાઇ અંબાણી મોઢ વાણીયા સમુદાયના એક ગામના શાળા શિક્ષક હિરાચંદ ગોરધનભાઇ અંબાણી અને જમનાબેન અંબાણીના પુત્રોમાંના બીજા નંબરના હતા. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ જૂનાગઢના ચોરવાડમાં થયો હતો. જ્યાં તેમણે બહાદુર કાનજી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. સમજ જતા ધીરુભાઈના કોકિલાબેન સાથે લગ્ન થયા હતા. જેમના મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ અંબાણી એમ ચાર બાળકો છે.

16 વર્ષની ઉંમર કરે 300 રૂપિયામાં નોકરીઃ
ધીરુભાઈના બાળપણથી જ સપના ખુબ જ ઊંચા હતા. જેથી તેઓ માત્ર 16 વર્ષની ઉંમરે યમન દેશના એડન શહેરમાં જતા રહ્યા હતા. જ્યાં માત્ર 300 રૂપિયા પગારમાં બે વર્ષ સુધી પેટ્રોલ પમ્પ પર નોકરી કરી હતી. પરંતુ ત્યારથી જ દેશની મોટી ઓઈલ રિફાઈન્ડરીનું સપનું પણ મનમાં જાગ્યું હતું.

રિલાયન્સે અંબાણીને પહોંચાડ્યા ટોચના સ્થાનેઃ
ધીરુભાઈ અંબાણી મુંબઈમાં તેમના પિતરાઇભાઇ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ધીરુભાઈ અંબાણીએ 1977માં તેમની કંપની રિલાયન્સને જાહેર ક્ષેત્રમાં લાવ્યા હતા. જેનાથી વર્ષ 2007 સુધીમાં અંબાણી પરિવારની સંપત્તિ 100 અબજ ડોલરે પહોંચી હતી. ધીરુભાઈ તો સ્વર્ગવાસી થયા હતા પરંતુ અંબાણી પરિવારને વિશ્વના સૌથી ધનિક પરિવારમાં સામેલ કરતા ગયા હતા.

બે રૂમથી શરૂઆત કરી વેપારના બન્યા ભીષ્મપિતામહઃ
1962મા ભારત પરત ફરી ભૂલેશ્વરની બે રૂમની ચાલીમાં નવેસરથી જીવન શરૂ કર્યું હતું. જેમાં મસ્જિદ બંદરમાં એક ટેબલ ખુરશીની જગ્યા ભાડે રાખી ધંધાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધીરુભાઈએ ક્યારે પાછું વળીને જોયું નથી. 1977માં અમદાવાદના નરોડામાં વિમલ નામથી પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1977માં જ રીલાયન્સનો આઈપીઓ બહાર પાડી દેશના 58 હજારથી વધુ રોકાણકારોને જોડ્યા.અને ત્યાર બાદ તો ટેલિકમ્યુનિકેશન્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે રીલાયન્સ ડંકો વગાડ્યો.

ધીરુભાઈના જીવન પર બની છે ફિલ્મ:
ધીરુભાઈનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. એટલા માટે જ તેમના જીવન પર એક ફિલ્મ બનાવી છે. જે વર્ષ 2007માં રિલિઝ થઈ હતી. ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને ફિલ્મ ગુરુ બનાવવામાં આવી છે. જેને લોકોએ ખુબ જ પસંદ પણ કરી હતી.

ધીરુભાઈ અંબાણીનો જીવન મંત્રઃ
ધીરુભાઈ એવું કહેતા હતા કે જ લોકો કહે છે તે 12થી 16 કલાક કામ કરે છે તો કાં તો તે જૂઠા છે અથવા તે કામમાં ખુબ જ ધીમા છે. ધીરુભાઈને પાર્ટી કરવી પણ ખાસ પસંદ નહોતું. જેથી તેઓ દરરોજ સાંજે પરિવાર સાથે સમય વિતાવતા હતા. તેમને ટ્રાવેલિંગ પસંદ ના હોવાથી વિદેશ પ્રવાસ પર કંપનીના અધિકારીઓને જ મોકલતા હતા.

અમિતાભ બચ્ચન દેવાદાર થયા ત્યારે ધીરૂભાઈ આવ્યા મદદેઃ
બોલીવુડના મહાનાયક કહેવાતા  અમિતાભ બચ્ચન જ્યારે કંગાળ થઈ ગયા હતા ત્યારે તેમની મદદે ધીરુભાઈ અંબાણી આવ્યા હતા. અમિતાભ બચ્ચની કંપનીનું દેવાળું ફૂંકાઈ જતા આર્થિક તંગીમાં ગરકાવ થયા હતા. ફિલ્મી કરિયર પણ પૂર્ણ થવાના આરે હતું ત્યારે ધીરુભાઈ તેમની મદદ આવી આર્થિક સહાયની તૈયાર દેખાડી હતી. જોકે અમિતાભ બચ્ચને તેમની પાસેથી રૂપિયા લીધાં નહોંતા પણ તેમના સપોર્ટ બાદ આત્મબળે આગળ વધીને દેવું ચુકવી ફરી બોલીવુડમાં સિક્કો જમાવ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news