2400% વધી ગયો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 1 લાખના બનાવી દીધા 25 લાખ રૂપિયા

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 2400 ટકાથી વધુનો વધારો થયો છે. રિલાયન્સ પાવરના સ્ટોકે 1 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટને 25 લાખ રૂપિયા બનાવી દીધા છે. 

2400% વધી ગયો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 1 લાખના બનાવી દીધા 25 લાખ રૂપિયા

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ પાવરના શેર ગુરૂવારે 4 ટકાની તેજીની સાથે 28.44 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર બુધવારે 5 ટકાના વધારા સાથે 27.30 રૂપિયા પર બંધ થયા હતા. રિલાયન્સ પાવરના શેર (Reliance Power)છેલ્લા ચાર વર્ષમાં 1 રૂપિયાથી વધી 28 રૂપિયાને પાર પહોંચી ગયા છે. અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 2400 ટકાથી વધુની તેજી આવી છે. રિલાયન્સ પાવરના શેરનો 52 સપ્તાહનો હાઈ 33.10 રૂપિયા છે.

1 લાખ રૂપિયાના બનાવી દીધા 25 લાખ રૂપિયા
રિલાયન્સ પાવરના શેર 27 માર્ચ 2020ના 1.13 રૂપિયા પર હતા. કંપનીના શેર 8 ફેબ્રુઆરી 2024ના 28.44 રૂપિયા પર પહોંચી ગયા છે. રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા ચાર વર્ષમાં 2417 ટકાનો વધારો થો છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રિલાયન્સ પાવરના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 25.16 લાખ રૂપિયા હોત. રિલાયન્સ પાવરના શેર પોતાના હાઈથી 99 ટકા તૂટી 27 માર્ચ 2020ના 1.13 રૂપિયા પર પહોંચ્યા હતા. 

1 વર્ષમાં શેરમાં 143 ટકાની તેજી
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા એક વર્ષમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર એક વર્ષમાં 143 ટકા વધી ગયા છે. રિલાયન્સ પાવરના શેર 9 ફેબ્રુઆરી 2023ના 11.72 રૂપિયા પર હતા. રિલાયન્સ પાવરના શેર 8 ફેબ્રુઆરી 2024ના 28.44 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેરમાં 780 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 12 ફેબ્રુઆરી 2021ના 3.23 રૂપિયા પર હતા. જ્યારે હવે 28 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં છેલ્લા છ મહિનામાં 55 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news