ફિલિપાઈન્સમા મોટી દુર્ઘટના! ઝીલમાં બોટ પલટી જવાથી 30ના મોત, 40 મુસાફરોને બચાવાયા

ફિલિપાઈન્સની રાજધાની મનિલા પાસે ગુરુવારે એક ઝીલમાં બોટ પલટી જવાથી 30 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે. સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ આ અકસ્માતમાં 40 મુસાફરોને બચાવવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકોની શોધખોળ ચાલુ છે.

ફિલિપાઈન્સમા મોટી દુર્ઘટના! ઝીલમાં બોટ પલટી જવાથી 30ના મોત, 40 મુસાફરોને બચાવાયા

ફિલિપાઈન્સની રાજધાની મનિલા પાસે ગુરુવારે એક ઝીલમાં બોટ પલટી જવાથી 30 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે. સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ આ અકસ્માતમાં 40 મુસાફરોને બચાવવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકોની શોધખોળ ચાલુ છે. ફિલિપાઈન્સ સમાચાર એજન્સી મુજબ બોટ ખુબ પવનના કારણે રિજાલ પ્રાંતના બિનનગોનન પાસે લાગુના ડી ખાડીમાં ડૂબી ગઈ. 

ફિલિપીન તટ રક્ષક (પીસીજી)એ કહ્યું કે એબીસીએ પ્રિન્સેસ અયા બિનગોનન પોર્ટથી લગભગ 50 ગજના અંતરે બોટ પલટી ગઈ. એજન્સીના જણાવ્યાં મુજબ આ ઘટના રાતે લગભગ એક વાગે ઘટી જ્યારે મોટર સંચાલિત બોટ પવન સાથે ટકરાઈ જેનાથી મુસાફરો ગભરાયા અને પોર્ટ તરફ સમૂહ બનાવીને ચાલ્યા ત્યારે આ નાવ પલટી ગઈ. અત્રે જણાવવાનું કે ફિલિપાઈન્સ હાલ શક્તિશાળી તોફાન ડોક્સુરી ફિપિલાઈન્સથી પસાર થઈ રહ્યું છે. 

ફિલિપાઈન્સ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ બચાવવામાં આવેલા અને મૃતકોની સંખ્યાને હજુ અંતિમ સ્વરૂપ અપાયું નથી અને હજુ તપાસ ચાલુ છે. ફિલીપીન તટ રક્ષક (પીસીજી)ના એક અધિકારીએ કહ્યું કે બચાવવામાં આવેલા અને મૃતકોની સંખ્યા હજુ ગણવામાં આવી નથી. કારણ કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ વર્ષે માર્ચમાં પણ ફિલિપાઈન્સના દક્ષિણી બંગસામોરો વિસ્તારના બેસિલન પ્રાંતમાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 31 લોકોના જીવ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news