પરિણીત લોકો માટે સરકારની શાનદાર સ્કીમ, દર મહિને મળશે 10,000 રૂપિયા, જાણો વિગત
આ યોજના હેઠળ 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નામાંકન કરાવી શકે છે. આ માટે અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું આવશ્યક છે. એ પણ ધ્યાનમાં રાખો કે તમારી પાસે માત્ર એક જ અટલ પેન્શન ખાતું હોઈ શકે છે.
Trending Photos
નવી દિલ્લીઃ Atal Pension Yojana: દરેકને વૃદ્ધાવસ્થાની ચિંતા હોય છે. જો તમે પણ નિવૃત્તિ સુરક્ષિત રાખવા માટે કોઈ સુરક્ષિત સ્થાને રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી તમે સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojana- APY) માં નાણાંનું રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ પતિ-પત્ની અલગ-અલગ ખાતા દ્વારા માસિક 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. આ યોજનાના ઘણા ફાયદા છે. આવો જાણીએ સરકારની આ ખાસ યોજનાની ડિટેઇલ્સ.
કોણ કરી શકે છે રોકાણ
અટલ પેન્શન યોજના વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે તેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષની વયે કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરીને પેન્શન મેળવી શકે છે. જે લોકોનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે તે સરળતાથી તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં, થાપણદારોને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે.
શું છે અટલ પેન્શન યોજના?
અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) એવી સરકારી યોજના છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર આધાર રાખે છે. આ યોજના અંતર્ગત તમે ન્યુનત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા મેળવી શકો છો. આ એક સુરક્ષિત રોકાણ છે જેમાં તમારે નોંધણી કરાવવી હોય તો તમારે બચત ખાતું, આધાર નંબર અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
યોજનાના ફાયદા શું છે?
આ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં ઉમેદવારી નોંધાવી શકે છે. આ માટે અરજદાર પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. એ પણ ધ્યાનમાં રાખો કે એક વ્યક્તિનું એક જ અટલ પેન્શન ખાતું હોઈ શકે છે. આ યોજના હેઠળ તમે જેટલી વહેલી તકે રોકાણ કરશો તેટલો જ ફાયદો તમને મળશે.જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો 60 વર્ષની વયે, તેણે દર મહિને 5000 રૂપિયાની માસિક પેન્શન માટે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવવા પડશે. આ રીતે, આ યોજના સારા નફાની યોજના છે.
10 હજાર રૂપિયા પેન્શન કેવી રીતે મળશે
જીવનસાથીઓ આ યોજનાનો અલગથી લાભ લઈ શકે છે, જેમાંથી તેઓ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 10,000 રૂપિયાનું સંયુક્ત પેન્શન મેળવશે. જો પતિ અને પત્ની જેની ઉંમર 30 વર્ષ કે તેનાથી ઓછી હોય, તો તેઓ તેમના સંબંધિત APY ખાતામાં દર મહિને 577 રૂપિયાનું યોગદાન આપી શકે છે. જો પતિ અને પત્નીની ઉંમર 35 વર્ષ છે, તો તેઓએ તેમના APY ખાતામાં દર મહિને 902 રૂપિયા જમા કરાવવાના રહેશે. માસિક પેન્શનની બાંયધરી ઉપરાંત, જો જીવનસાથીમાંથી કોઈનું મૃત્યુ થાય તો, હયાત જીવનસાથીને દર મહિને સંપૂર્ણ જીવન પેન્શન સાથે 8.5 લાખ રૂપિયા મળશે.
ટેક્સ બેનિફિટ
અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારા લોકોને આવકવેરા અધિનિયમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ પણ મળે છે. નેશનલ પેન્શન સિસ્ટમ ટ્ર્સ્ટ (NPS Trust) ના વાર્ષિક રિપોર્ટ અનુસાર, NPS ના 4.2 કરોડ સબ્સક્રાઈબર્સમાંથી નાણાકીય વર્ષ 2020-21 ના અંત સુધીમાં 2.8 કરોડ એટલે કે 66 ટકાથી વદારે APY નું ઓપ્શન સિલેક્ટ કર્યું હતું. એનપીએસના સબ્સક્રાઈબર્સમાં 3.77 કરોડ અથવા 89 ટકા બિન-મહાનગરોના છે.
મૃત્યુના કિસ્સામાં શું થશે
આ યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો તેના પરિવારને લાભ ચાલુ રાખવાની પણ જોગવાઈ છે. અટલ પેન્શન યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પત્નીને પેન્શન આપવાની જોગવાઈ છે. બીજી તરફ જો પત્નીનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં બાળકોને પેન્શન આપવાની જોગવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે