ઘર ખરીદનારો માટે મોટી ખુશખબરી, મોદી સરકાર આ રીતે કરશે મદદ
બેંક એવા પ્રોજેક્ટ્સને લોન આપશે જે પૈસાની ખોટના લીધે નિર્માણ પુરૂ કરી શકી નથી, પરંતુ 60 થી 70 ટકા પુરા થઇ ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: ઘર ખરીદનારાઓ માટે મોટી ખુશ ખબરી છે. હવે તેમને વર્ષોથી અટકેલું પોતાનું ઘર મળી જશે. જોકે, અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટસ પુરા થવાની આશા વધી ગઇ છે. કારણ કે હવે બિલ્ડર નહી પણ કેટલીક કંપનીઓ મળીને તમારા ઘરને પુરુ કરશે અને ટૂંક સમયમાં પજેશન આપશે. અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટને બેંક લોન આપવા માટે તૈયાર થઇ ગઇ છે. બેંક એવા પ્રોજેક્ટ્સને લોન આપશે જે પૈસાની ખોટના લીધે નિર્માણ પુરૂ કરી શકી નથી, પરંતુ 60 થી 70 ટકા પુરા થઇ ગયા છે.
સરકારી કંપની કરશે પુરા
અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ પુરા કરવાની જવાબદારી સરકારી કંપનીઓ પર રહેશે. બેંક ફક્ત આ પ્રોજેક્ટ માટે લોન આપશે. પરંતુ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા અને તેને પુરા કરવાની જવાબદારી એનબીસી અથવા બીજી સરકારી કંપનીઓ પર રહેશે. આ કંપનીઓ તેના માટે પ્લાન બનાવશે અને પ્રોજેક્ટ પુરા કરવાની જવાબદારી પણ લેશે.
નાણા મંત્રાલયે કરી બેઠક
જી બિઝનેસના સમાચાર અનુસાર ગત અઠવાડિયે નાણા મંત્રાલયે આ સંબંધમાં બેઠક કરી હતી. આ બેઠકમાં બેંક, રિયલ એસ્ટેટ કંપનીઓના પ્રતિનિધિ અને નીતિ આયોગના અધિકારીઓ સામેલ હતા. બેઠકમાં બેંકોના અટકાયેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે લોન આપવા માટે હામી ભરી. સૂત્રોનું માનીએ તો બેંક સરકારી કંપનીઓના પ્લાન બાદ જ લોન આપશે.
NBCCને મળી જવાબદારી
સૂત્રોનું માનીએ તો સરકારે એનબીસીસીને એવા પ્રોજેક્ટ્સની યાદી બનાવવાની જવાબદારી સોંપી છે. એનબીસીસીનું કામ હશે કે તે પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી તમામ જાણકારી (જેમ કે જમીન, ગ્રાહક અને કેટલી રકમ ખર્ચ થઇ ચૂકી છે) એકઠી કરશે. જાણકરી એકઠી કર્યા બાદ જ બિલ્ડર સાથે વાતચીત કરી પ્લાન ફાઇનલ કરવામાં આવશે. ત્યારબાદ બેંક હાઉસિંગ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા માટે બેંકોને લોન આપશે.
લોન રિકવરી માટે ફોર્મૂલા તૈયાર
નાણા મંત્રાલયે એવા પ્રોજેક્ટ્સ પાસે લોન રિકવરીનો પ્લાન પણ તૈયાર કર્યો છે. નાણા મંત્રાલયના અધિકારીના અનુસાર લોન રિકવરી માટે ઘણા ફોર્મૂલા બનાવ્યા છે. પહેલો ફોર્મૂલા છે કે બિલ્ડરના પ્રોજેક્ટ્સ પાસે જો કોઇ જમીન ખાલી છે અથવા બિલ્ડરની જમીનનો કોઇ ભાગ ખાલી છે તો તેનો ઉપયોગ કોર્મિશિયલ તરીકે કરવામાં આવી શકે છે. બિલ્ડરો સાથે તેનો કરાર કરવામાં આવશે. બીજો પ્રસ્તાવ પુરો થયા બાદ પજેશન આપતાં પહેલાં હોમ બાયર્સ પાસેથી જે રકમ વસૂલવામાં આવશે, તેના પર પુરો હક બેંકનો હશે.
હોમ બાયર્સને થશે ફાયદો
રિયલ એસ્ટેટ એક્સપર્ટનું કહેવું છે કે જે ઘર ખરીદારોના પૈસા એવા પ્રોજેક્ટ્સમાં ફસાયા છે. તેમના પર બેવડો બોજો છે. તે ઘરના અવેજમાં લેવામાં આવેલી લોનની ઇએમઆઇ ભરી રહ્યા છે. તો બીજી તરફ ઘર ન મળતાં ભાડાનો ખર્ચ કરી રહ્યા છે.
સરકાર પાસે બીજો વિકલ્પ છે કે તે અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પુરા કરવા માટે પોતે ફંડ પુરૂ પાડે અને પછી તેની વસૂલી બિલ્ડર પાસેથી કરે. સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે તે બિલ્ડરોની સંપત્તિ વેચીને વસૂલી કરી શકે છે. જોકે આ એક લાંબી પ્રક્રિયા છે, કારણ કે સરકાર ફંડ કરતાં પહેલાં સરકારે એવા પ્રોજેક્ટની ઓળખ કરવી પડશે. પછી તે પ્રોજેક્ટની ઓડિટિંગ થશે અને ત્યારબાદ પડતર મુજબ તેને ફંડ પુરૂ પાડવામાં આવશે. એવામાં સંભાવનાઓ ઓછી છે કે પડતર મુજબ ફંડ મળ્યા બાદ પણ પ્રોજેક્ટ પુરા થઇ શકે. તો બીજી તરફ પ્રોજેક્ટ પુરા થવાની સ્થિતિમાં પણ ત્યારબાદ ડેવલોપર્સ પાસેથી વસૂલીની પ્રક્રિયા શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે