બેંક લોન

સુરત: બેંક સાથે છેતરપિંડીના ગુનામાં 3 શખ્સની ધરપકડ, બેંક મેનેજરને પોતાના પ્લાનમાં કર્યો હતો સામેલ

સુરત સ્થિત કાલુપુર કો. ઓ. બેંક લિ.ની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ત્રણ આરોપીઓની સી.આઇ.ડી. ક્રાઈમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં આવેલી કાલુપુર કો ઓપરેટિવ બેંકના મેનેજરની મદદગારીથી 4 શખ્સોએ રૂપિયા 6 કરોડની લોન લીધી હતી. આ લોન બેંકમાથી તત્કાલીન બેંક મેનેજર સાથે મેળાપીપણું કરી કાવતરૂ રચી રૂપિયા 6,00,00,000નું હાઈપોથીકેશન સ્ટોક કમ બુક ડેષ્ટ પ્રકારનું બેંકની ગાઈડ લાઈન અને સરક્યુલરો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી ધિરાણ મેળવી લીધું હતું.

Oct 7, 2020, 05:03 PM IST

Union Bank માં મળશે એકદમ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષશે આ નવે સ્કીમ

હોમ લોન (Home Loan) અને ઓટો લોન (Auto Loan) લેવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે હવે યૂનિયન બેંક (Union Bank) એક શાનદાર સમાચાર લઇને આવ્યા છે. આ સરકારી બેંકએ પોતાના વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે.

Jul 10, 2020, 06:36 PM IST

HDFC બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત, આટલા ટકા ઘટી જશે લોનનો વ્યાજ દર

ખાનગી ક્ષેત્રની નંબર વન બેંક એચડીએફસીએ તેના લાખો ગ્રાહકોને એક રાહતના સમાચાર આપ્યા છે. બેંકે ફરી એક વખત તેનો માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ દર (MCLR)માં ઘટાડો કર્યો છે. આ લોન લીધેલા ગ્રાહકોની ઇએમઆઈને નોંધપાત્ર રીતે ઘટાડશે. જો કે, ગ્રાહકોને ફાયદો કરવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.

Jul 7, 2020, 09:26 PM IST

2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો

લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો

May 22, 2020, 11:59 AM IST

લોન લેવા રાજકોટવાસીઓ કોરોના, ગરમી, સોશિયલ ડિસ્ટન્સિંગ બધુ જ ભૂલ્યા, 800થી વધુ ફોર્મ લેવા પહોંચ્યા

આજથી રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana)ના ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. જોકે, કોઈ પણ પ્લાનિંગ અને સૂચના વગર આ જાહેરાત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. લગભગ દરેક શહેરોમાં ફોર્મ મેળવવા બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. ત્યારે રાજકોટમાં સવારે 1 લાખ રૂપિયાની લોન લેવા લોકોએ જિંદગી દાવ પર મૂકી તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા લોકોએ બેંક બહાર લાંબી લાઇનો લગાવી છે. પરંતુ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. બેંક ખૂલે એ પહેલા લગભગ 700થી 800 લોકોનું ટોળુ બેંક બહાર ઉભું હતું. તો બીજી તરફ, આ બેંકમાં વધુ ફોર્મ આવ્યા ન હોવાથી પ્રિન્ટર પરથી પ્રિન્ટ કાઢીને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોને ઓનલાઈન ફોર્મ મેળવી લેવા કહેવામાં આવ્યું હતું. 

May 21, 2020, 02:10 PM IST

2%ની લોન લેવા ગુજરાતના દરેક શહેરોમાં સવારથી લાઈનમાં ઉભા છે લોકો, બેંકોએ કહ્યું- ફોર્મ નથી આવ્યા...

ગુજરાત સરકાર તરફથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) અંતર્ગત જે 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાના વ્યાજદરે આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજથી રાજ્યની બેંકો ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી રાજ્યભરની કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટી કો-ઓપરેટિવ બેંક મળીને કુલ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે લોન લેવા માટે બેંકો બહાર મોટી સંખ્યામાં લાઈન જોવા મળી. તો કેટલાક શહેરોમાં ફોર્મ આવ્યા નથીની ફરિયાદો પણ ઉઠી છે.

May 21, 2020, 11:40 AM IST

બેંકના EMI ભરવામાંથી વધારે 3 મહિના માટે મળી શકે છે મુક્તિ, સરકારના સંકેત

દેશમાં લોકડાઉનનો (Lockdown) સમય 17 મે સુધી વધારી દેવાયા બાદ રિઝર્વ બેંક હવે બેંકોની લોનને પરત લાવવા પર લગાવાયેલા પ્રતિબંધોની અવધિને ત્રણ મહિના વધારવા અંગે વિચાર કરી રહ્યા છે. કેન્દ્રીય બેંકે કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે લગાવાયેલા લોકડાઉનના કારણે પ્રભાવિત લોકોની મદદ માટે ત્રણ મહિના સુધી બેંકની લોનના ઇએમઆઇ ચુકવવા માટેની છુટ આપવામાં આવી છે. આ છૂટ 31 મે સુધી લંબાવવામાં આવી શકે છે. સુત્રોનું કહેવું છે કે, હવે જ્યારે સરકારે લોકડાઉનની અવધિને 17 મે સુધી વધારી દીધી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, લોન ઇએમઆઇના સમયમાં આગળ વધારવામાં આવવું જોઇએ. ભારતીય બૈંક સંઘ સહિત અનેક ક્ષેત્રોમાંથી આ અવધી વધારવા અંગે ભલામણો કરવામાં આવી છે.

May 4, 2020, 11:04 PM IST

સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

EMI માટે બેક તરફથી વારંવાર ફોન આવતા આધેડએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. તાપી નદીમાં કુદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કુદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો.

Sep 14, 2019, 07:45 PM IST

અમદાવાદ: ગુજરાત હિરા ઉદ્યોગમાં 2008 કરતા પણ વઘારે ઘાતક મંદીનો માહોલ

બેંકો દ્વારા મધ્યમ અને લધુ ઉદ્યોગોને લોન આપવામાં ઉનાકાની કરતાં એમએસએમઇ ઉદ્યોગો મરણ પથારીએ આવી ગયા છે. જેમાં હિરા ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે બેકોં દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને શંકાની નજરે જોવામાં આવી લોન અપ્રુવ કરવામાં આવતી નથી અને હિરા ઉદ્યોગ ઠપ થવામાં છે ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે.
 

Sep 2, 2019, 06:33 PM IST

આજથી બદલાઇ જશે આ 5 વસ્તુઓ, તમારી જીંદગી પર પડશે સીધી અસર

ટેક્સપેયર www.incometaxindiaefiling.gov.in પર લોગ ઇન કરીને તે જાણી શકે છે કે તેનું બેંક એકાઉન્ટ પાન સાથે લીંક છે કે નહી. 

Mar 1, 2019, 06:32 PM IST

વીડિયોકોન લોન કેસ: ચંદા કોચરની વિરુદ્ધ CBIએ દાખલ કર્યો કેસ, અનેક સ્થળે દરોડા

આઇસીઆઇસીઆઇ લોન કેસમાં સીબીઆઇ દ્વારા વીડિયોકોન, ચંદા કોચર અને તેના પતિ વિરુદ્ધ કંપનીએ ફરિયાદ દાખલ કરી છે

Jan 24, 2019, 05:06 PM IST

HOME લોન ટ્રાંસફર કરશો તમને થશે મોટો ફાયદો, વ્યાજ પર બચશે લાખો રૂપિયા

અનામિકા તથા તેના પતિ જયંતે એક NBFC (નોન બેકિંગ ફાઇનાન્સ કોર્પોરેશન) દ્વારા 2016 માં 27 લાખ રૂપિયાની કમ્પોઝિટ હોમ લોન (પ્લોટ પર્ચેજ+કંસ્ટ્રકશન) લીધું હતું. તેમનો મંથલી ઈએમઆઇ (EMI) 26 હજાર રૂપિયા દર મહિને છે. અઢી વર્ષમાં તે લગભગ 9 લાખ રૂપિયાનો હપ્તો (પ્રિસિંપલ+વ્યાજ) ચૂકવી ચૂક્યા છે. તેમને આશ્વર્ય ત્યારે થયું જ્યારે તેમને 1 દિવસ પોતાનો લોન ટ્રેક રેકોર્ડ જોયો.

Dec 7, 2018, 11:44 AM IST

ઘર ખરીદનારો માટે મોટી ખુશખબરી, મોદી સરકાર આ રીતે કરશે મદદ

બેંક એવા પ્રોજેક્ટ્સને લોન આપશે જે પૈસાની ખોટના લીધે નિર્માણ પુરૂ કરી શકી નથી, પરંતુ 60 થી 70 ટકા પુરા થઇ ગયા છે. 

Jul 24, 2018, 03:23 PM IST

કોઇને ખબર નથી કે વિજય માલ્યા પાસે કેટલી છે સંપત્તિ, આ છે હકિકત

ભાગેડુ દારૂના બિઝનેસમેન વિજય માલ્યાની પાસે બ્રિટનમાં કેટલી સંપત્તિ છે કદાચ આ કોઇને ખબર નહી હોય. કારણ કે બ્રિટિશ હાઇ કોર્ટે વિજય માલ્યાની ઇગ્લેંડ અને વેલ્સમાં સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ તો આપી દીધો, પરંતુ તેમાં એ સ્પષ્ટ થયું નથી કે સંપત્તિ કેટલી જપ્ત થશે.

Jul 11, 2018, 12:35 PM IST

બેંક લોન લઇને Fortis વાળા સિંહ બંધુએ કહ્યું, 'અમે નથી જઇ રહ્યા'

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએનબીમાં 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાના આરોપી અરબપતિ હીરાના વેપારી નીરવ મોદી તથા મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા છે.

Feb 23, 2018, 09:17 AM IST

રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો નહી કોઇ ફેરફાર, ક્રૂડ ઓઇલ મોંઘુ થશે તો મોંઘવારી વધશે

ભારતીય રિઝર્વ બેંકે આજે પોતાની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી. રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી અને તેને છ ટકા પર યથાવત રાખ્યો છે. તો બીજી તરફ રિવર્સ રેપો રેટ 5.75 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. સામાન્ય બજેટ રજૂ કર્યા બાઅ રિઝર્વ બેંકની આ પ્રથમ ક્રેડિટ પોલીસી છે. 

Feb 7, 2018, 03:49 PM IST