સરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત
કોરોના (Corona) મહામારીના સમયમાં રોકાણ કરવાનું જો વિચારી રહ્યા હોવ તો સરકારી યોજનાઓમાં પૈસા રોકી શકો છો. જેમાં તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે અને સારું વ્યાજ પણ મળી રહે છે.
Trending Photos
Best Scheme to Invest Money: કોરોના (Corona) મહામારીના સમયમાં રોકાણ કરવાનું જો વિચારી રહ્યા હોવ તો સરકારી યોજનાઓમાં પૈસા રોકી શકો છો. જેમાં તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે અને સારું વ્યાજ પણ મળી રહે છે. આ યોજનાઓ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ છે. પોસ્ટ ઓફિસની 3 યોજનાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કિમ (SCSS) અને પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) માં પૈસા લગાવવાથી હાલના સમયમાં સૌથી વધુ વ્યાજ મળે છે. પૈસા પણ સુરક્ષિત રહે છે. તમે તમારી ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમાં રોકાણનો વિકલ્પ પસંદ કરી શકો છો.
પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF)
પોસ્ટ ઓફિસની લોકપ્રિય યોજનામાંથી એક એવી પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) યોજના છે. હાલ આ યોજનામાં વાર્ષિક 7.1 ટકા મળે છે. પીપીએફ એકાઉન્ટ મિનિમમ 500 રૂપિયાથી શરૂ થઈ શકે છે. એક ફાઈનાન્શિયલ યરમાં તેમાં મિનિમમ 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા ડિપોઝિટ કરી શકાય છે. જો તમે મહિનાના પૂરા વ્યાજનો ફાયદો લેવા માંગતા હોવ તો દર મહિનાની 5 તારીખ સુધીમાં PPF માં ડિપોઝીટ કરી દો. પોસ્ટ ઓફિસમાં PPF પર નોમિનેશન સુવિધા, માઈનરના નામ પર બીજુ PPF એકાઉન્ટ ખોલવાની સુવિધા છે.
પોસ્ટ ઓફિસ PPF નો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો છે અને તે પહેલા તેને ક્લોઝર કરી શકાય નહીં. જો કે કેટલાક કેસમાં 5 વર્ષની અવધિ પૂરી થયા બાદ જરૂર પડ્યે તેને ક્લોઝ કરી શકાય છે. જેમ કે ખાતાધારક, તેના જીવનસાથી કે નિર્ભર બાળકોને જીવલેણ બીમારી થાય, PPF ખાતાધારક કે નિર્ભર બાળકોના હાયર સ્ટડી અને એકાઉન્ટ હોલ્ડરના વિદેશમાં વસવા પર પીપીએફ એકાઉન્ટથી પૈસા ઉપાડી શકાય છે. પોસ્ટ ઓફિસ PPF માં રોકાણ, તેના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળનારી રકમ ટેક્સ ફ્રી હોય છે. મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા બાદ પોસ્ટ ઓફિસ PPF એકાઉન્ટને 5 વર્ષના બ્લોકમાં વધારી શકાય છે.
Taarak Mehta Ka Ooltah Chashmah: મળો 'જેઠાલાલ'ના અસલ પરિવારને, પત્ની છે જબરદસ્ત સ્ટાઈલિશ...જોઈને બબીતાજીને ભૂલી જશો
PPF એકાઉન્ટને એક વર્ષ પૂરું થયા બાદ અને 5 વર્ષ પૂરા થતા પહેલા તેના પર લોન લઈ શકાય છે. આ ઉપરાંત એકાઉન્ટના 5 વર્ષ પૂરા થયા બાદ તેમાંથી ઉપાડ પણ કરી શકાય છે. પોસ્ટ ઓફિસ PPF પર ઈન્ટ્રા ઓપરેબલ નેટબેન્કિંગ/મોબાઈલ બેન્કિંગ દ્વારા ઓનલાઈન ડિપોઝિટ સુવિધા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સેવિંગ્સ એકાઉન્ટથી ઓનલાઈન ડિપોઝિટની સુવિધા ઉપલબ્ધ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળે છે. માતા પિતા પોતાની બાળકીના નામ પર આ એકાઉન્ટ ખોલાવી શકે છે. દીકરીઓના સારા ભવિષ્ય માટે આ સારો વિકલ્પ છે. SSY માં માતા પિતા 10 વર્ષ સુધીની પુત્રીનું એકાઉન્ટ ખોલાવી શકે છે. એક પુત્રીના નામ પર એક જ એકાઉન્ટ ખુલે છે. વધુમા વધુ બે પુત્રીઓ સુધી આ યોજનાનો લાભ લઈ શકાય છે. સુકન્યા એકાઉન્ટ ન્યૂનતમ 250 રૂપિયાથી શરૂ થઈ શકે છે. જેમાં એક ફાઈનાન્શિયલ યરમાં મિનિમમ ડિપોઝિટ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધુમાં વધુ 15 વર્ષ સુધી રોકાણ થઈ શકે છે. આ એકાઉન્ટમાં પુત્રીની ઉંમર 21 વર્ષ થયા પછી તે મેચ્યોર થાય છે. જેનો અર્થ એ થયો કે તમારે 15 વર્ષ સુધી ફક્ત ડિપોઝિટ કરવાનું છે. બાકીના 6 વર્ષ તમને વ્યાજ મળશે.
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં જો કે બાળકીની ઉંમર 18 વરિષ થતા તેના લગ્ન થવા પર નોર્મલ પ્રીમેચ્યોર ક્લોઝરની મંજૂરી છે. 18 વર્ષની ઉંમર બાદ SSY એકાઉન્ટથી આંશિક રીતે કેશ કાઢી શકાય છે. તેની મર્યાદા ગત નાણાકીય વર્ષ ખતમ થવા પર એકાઉન્ટમાં હાજર બેલેન્સના 50 ટકા સુધી છે. SSY માં જવા થનારી રકમ પર સેક્શન 80 સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. આ ઉપરાંત જમા રકમ પર મળનારા વ્યાજ અને મેચ્યોરિટી પીરિયડ પૂરો થતા મળનારા પૈસા પણ ટેક્સ ફ્રી છે. આ રીતે SSY ‘EEE’ કેટેગરીની ટેક્સ સેવિંગ્સ સ્કિમ છે.
સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)
સીનિયર સિટીઝન માટે સુરક્ષિત અને નિશ્ચિત આવકનો આ સારો વિકલ્પ છે. SCSS પર હાલ વ્યાજદર 7.4 ટકા વાર્ષિક છે. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે. આ એકાઉન્ટમાં ફક્ત એક જ વાર રોકાણ કરી શકાય છે. જે ન્યૂનતમ 1000 રૂપિયાથી લઈને વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધી છે. SCSS હેઠળ 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ માટે ખાતું ખોલાવી શકાય છે. જો કોઈ 55 વર્ષની કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ હોય પરંતુ 60 વર્ષ કરતા ઉંમર ઓછી હોય અને VRS લઈ ચૂક્યા હોય તો પણ તે SCSS માં ખાતું ખોલાવી શકે છે. શરત એ છે કે તે વ્યક્તિએ રિટાયરમેન્ટ બેનિફિટ્સ મળ્યાના એક મહિનાની અંદર આ એકાઉન્ટ ખોલાવવું પડશે અને તેમાં ડિપોઝિટ થતી રકમ, રિટાયરમેન્ટ બેનિફિટ્સની રકમ કરતા વધુ ન હોવી જોઈએ. SCSS હેઠળ ડિપોઝિટર ઈન્ડિવ્યુઝલી કે પોતાની પત્ની/પતિ સાથે જોઈન્ટમાં એક કરતા વધુ એકાઉન્ટ પણ રાખી શકે છે. પરંતુ બધુ મળીને વધુમાં વધુ રોકાણ લિમિટ 15 લાખથી વધુ હોઈ શકે નહીં.
સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ એકાઉન્ટ પર પ્રીમેચ્યોર ક્લોઝર થઈ શકે છે પરંતુ પોસ્ટ ઓફિસ, એકાઉન્ટને એક વર્ષ પૂરું થયા પહેલા બંધ કરવામાં આવશે તો વ્યાજ આપશે નહીં. જ્યારે એકાઉન્ટ ઓપનિંગના એક વર્ષ બાદ એકાઉન્ટ ક્લોઝ કરવામાં આવે તો ડિપોઝિટનું 1.5 ટકા કપાશે, 2 વર્ષ બાદ બંધ કરવામાં આવે તો ડિપોઝિટનું 1 ટકા કપાશે.
આ યોજનામાં મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા બાદ એકાઉન્ટને વધુ 3 વર્ષ માટે આગળ વધારી શકાય છે. આ માટે મેચ્યોરિટીવાળી તારીખના એક વર્ષની અંદર અરજી આપવી પડશે. ટેક્સની વાત કરીએ તો જો SCSS હેઠળ તમારી વ્યાજ રકમ વાર્ષિક 50,000 રૂપિયા કરતા વધુ થાય તો ટેક્સ (ટીડીએસ) કપાય છે. જો કે આ યોજનામાં રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ છૂટ છે. SCSS પર નોમિનેશન સુવિધા, એકાઉન્ટ ખોલવા પર એક પોસ્ટ ઓફિસમાંથી બીજામાં ટ્રાન્સફર કરવાની સુવિધા, એક જ ઓફિસમાં અનેક SCSS એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે