Top 10 Scooters: બાઈકસને પડતી મૂકી લોકો આ 10 સ્કૂટર પર તૂટી પડ્યા, ખરીદવા માટે ભારે પડાપડી!

Top Selling Scooters: ભારતમાં દ્વિચક્કી વાહનોમાં બાઈક્સનું વર્ચસ્વ કાયમ છે પરંતુ સ્કૂટર્સ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યા છે. સ્કૂટર્સની સાથે સૌથી સારી વાત એ હોય છે કે તેમાં ગીયર  બદલવાની ઝંઝટ હોતી નથી. કારણ કે તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે.

Top 10 Scooters: બાઈકસને પડતી મૂકી લોકો આ 10 સ્કૂટર પર તૂટી પડ્યા, ખરીદવા માટે ભારે પડાપડી!

Top Selling Scooters: ભારતમાં દ્વિચક્કી વાહનોમાં બાઈક્સનું વર્ચસ્વ કાયમ છે પરંતુ સ્કૂટર્સ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યા છે. સ્કૂટર્સની સાથે સૌથી સારી વાત એ હોય છે કે તેમાં ગીયર  બદલવાની ઝંઝટ હોતી નથી. કારણ કે તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. મે મહિનામાં ટોપ 10 સ્કૂટર્સનું કુલ વેચાણ 4,33,229 યુનિટ રહ્યું. જે મે 2022માં વેચાયેલા 3,10,686  યુનિટ્સની સરખામણીએ વાર્ષિક આધાર પર 39.44 ટકા નો વધારો છે. ઓલા ઈલેક્ટ્રિક અને ટીવીએસ આઈક્યૂબ સહિત મોટાભગના સ્કૂટર્સે શાનદાર ગ્રોથ નોંધાવ્યો છે. અહીં અમે તમને ટોપ 10 સ્કૂટર્સ જણાવીશું. 

 હોન્ડા એક્ટિવા મે 2023માં ટોપ સ્કૂટર્સના વેચાણમાં પહેલાની જેમ જ પહેલા નંબરે રહ્યું છે. તેના 2,03,365 યુનિટનું વેચાણ થયું છે. મે 2022માં વેચાયેલા 1,49,407 યુનિટની સરખામણીમાં એક્ટિવાએ વાર્ષિક આધાર પર 36.11 ટકાનો વધારો નોંધાવ્યો છે. જ્યારે ટીવીએસ જ્યુપીટર બીજા નંબરે રહ્યું. તેનું વેચાણે મે 2022માં 59,613 યુનિટથી 3.21 ટકા ઘટીને આ વખતે મે મહિનામાં 57,698 યુનિટનું રહ્યું. 

આ યાદીમાં સુઝૂકી એક્સેસને ત્રીજુ સ્થાન મળ્યું છે. જેના 45,945 યુનિટનું વેચાણ થયું છે. મે 2022માં 35,709 યુનિટ વેચાયા હતા. જે વાર્ષિ આધાર પર 28 ટકા વધારો છે. જ્યારે ઓલા ઈલેક્ટ્રિકનું મે 2023માં એસ1 અને એસ1 પ્રોના 28,469 યુનિટનું વેચાણ થયું છે. પાંચમા નંબર પર ટીવીએસ એનટોર્ક હતું જેના 27,556 યુનિટ વેચાયા

યાદીમાં સૌથી વધુ ગ્રોથ ટીવીએસ iQube એ કર્યો જે છઠ્ઠા નંબરે રહ્યું. મે મહિનામાં તેના 17,913 યુનિટ વેચાયા અને તેણે 579 ટકાનો ગ્રોથ નોંધ્યો છે. સાતમા નંબરે Xoom રહ્યું અને આઠમા નંબરે સુઝૂકી બર્ગમેન. 

ટોપ 10 સ્કૂટર
 
1. હોન્ડા એક્ટિવા (36.11%) 2,03,365 યુનિટ વેચાયા

2. ટીવીએસ જ્યુપીટર(-3.21%) 57,698 યુનિટ વેચાયા

3. સુઝૂકી એક્સેસ (28.67%) 45,945 યુનિટ વેચાયા

4. ઓલા ઈલેક્ટ્રિક (207.14%) 28,469 યુનિટ વેચાયા

5. ટીવીએસ એનટોર્ક (6%) 27,556 યુનિટ વેચાયા

6. ટીવીએસ iQube (579.29%) 17,913 યુનિટ વેચાયા

7. હીરો XOOM 13,377 યુનિટ વેચાયા

8. સુઝૂકી બર્ગમેન (-21.22) 10,234 યુનિટ વેચાયા

9. યામાહા RayZR (10.73%) 9,794 યુનિટ વેચાયા

10. એથર 450X (163.70%) 9,670 યુનિટ વેચાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news