7th Pay Commission: મોંઘવારી ભથ્થાને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટો ઝટકો, ફક્ત આટલા ટકાનો મળશે વધારો

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારી એ વાતને લઈને ચિંતામાં છે કે આ વખતે સરકાર ડીએમાં તેમના અનુમાન અનુસાર વધારો કરશે કે નહીં. ત્યારે આ અંગે જાણકારી સામે આવી છે કે સરકાર આ વખતે ડીએમાં કર્મચારીઓની માંગ અનુસાર 4 ટકાનો વધારો નહીં કરે. 

7th Pay Commission: મોંઘવારી ભથ્થાને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટો ઝટકો, ફક્ત આટલા ટકાનો મળશે વધારો

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કર્મચારી હાલ ચિંતામાં છે કે સપ્ટેમ્બર મહિનામાં સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. તેવામાં એક રિપોર્ટ સામે આવી છે કે કેન્દ્ર સરકાર આ વખતે સરકારી કર્મચારીઓના ભથ્થામાં માત્ર ત્રણ પ્રકારનો વધારો કરી શકે છે. જોકે કેન્દ્રીય કર્મચારી ચાર ટકાનો વધારો થાય તેવું ઇચ્છિ રહ્યા છે. 

રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ અને મોંઘવારી રાહત દર ને 45% કરવા પર વિચારી રહી છે. જણાવી દઈએ કે કર્મચારીઓ અને પેન્સિલન્સ માટે ડી.એના દરમાં વધારાનો નિર્ણય લેબર મિનિસ્ટ્રીની વિંગ કરે છે. 

આ પણ વાંચો:

મોંઘવારી બધાને લઈને ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ વખતે કર્મચારીઓ 4% નો વધારો થાય તેવી માંગ કરી રહ્યા છે. જોકે તેની સામે રિપોર્ટ્સ અનુસાર આ વખતે 3% નો વધારો થઈ શકે છે. જો મોંઘવારી ભથ્થામાં સરકાર ત્રણ ટકાનો વધારો કરે છે તો તેનો દર 45 ટકા થશે.

હાલ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 42%ના દરથી ડીએ મળે છે. સપ્ટેમ્બર મહિનામાં જો તેમાં 3% નો વધારો થાય તો આ દર 42% માંથી 45 ટકા થઈ જશે. જણાવી દઈએ કે આ પહેલા જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે ડીએ ચાર ટકા વધાર્યું હતું. સરકાર તરફથી દર છ મહિનામાં ડી.એ પર વધારો જાહેર કરવામાં આવે છે આ રીતે કેન્દ્રીય કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news