વર્ગીસ કુરિયન : જન્મભૂમિ કેરળ, કર્મભૂમિ ગુજરાત અને ભારતને બનાવ્યું દુનિયામાં નંબર વન

ભારતમાં શ્વેતક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર, 1921ના દિવસે કેરળના કોઝીકોડમાં થયો હતો

વર્ગીસ કુરિયન : જન્મભૂમિ કેરળ, કર્મભૂમિ ગુજરાત અને ભારતને બનાવ્યું દુનિયામાં નંબર વન

નવી દિલ્હી : ભારતમાં શ્વેતક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયને (verghese kurien) ભારત (India)ને સૌથી વધારે દૂધ (Milk)ઉત્પાદન કરનારા દેશમાં મુકી દીધો હતો. તેમનો જન્મ કેરળના કોઝીકોડમાં 26 નવેમ્બર, 1921માં થયો હતો. તેમના જન્મદિવસને દેશમાં નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે અને 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે. ડો. વર્ગીસ કુરિયનનું 9 સપ્ટેમ્બર, 2012ના દિવસે નિધન થઈ ગયું છે. 

ડો. કુરિયનને શ્વેતક્રાંતિ એટલે કે ઓપરેશન ફ્લડ (Operation Flood)ના જનક કહેવામાં આવે છે. તેમના વડપણમાં ચાલેલા આ ઓપરેશનને પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો હતો. ભારતનું ઓપરેશન ફ્લડ દુનિયાનો સૌથી મોટો ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો જેના કારણે ભારતનું દૂધ ઉત્પાદન વધ્યું હતું. આમ, ડોક્ટર કુરિયનની કરિયર પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે તેમની સિદ્ધિ દૂધ ઉત્પાદન વધારવા કરતા ઘણી વધારે છે. તેમણે ચેન્નાઈની લોયલા કોલેજમાંથી 1940માં વિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે ચેન્નાઇની એનજી એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી. 

વર્ગીસ કુરિયરે જ અમૂલની સ્થાપના કરી હતી. ટોચના નેતા વલ્લભભાઈ પટેલની માર્ગદર્શન પર આ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી કૈરા જિલ્લા સહકારી દુગ્ધ ઉત્પાદક સંઘ લિમિટેડ (KDCMPUL)ના અધ્યક્ષ ત્રિભુવન દાસ પટેલના અનુરોધ પર ડેરીનું કામ સંભાળ્યું હતું. ભેંસના દૂધમાંથી દૂધ પાઉડર સૌથી પહેલાં વર્ગીસ કુરિયને બનાવ્યો હતો. આ પહેલાં ગાયના દૂધમાંથી પાઉડરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ સમયે ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની ટેકનોલોજી નહોતો પણ પછી એ દિશામાં કામ કરવામાં આવ્યું છે અને 1955માં દુનિયામાં પહેલીવાર ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની ટેકનોલોજી વિકસીત કરવામાં આવી હતી. 

અમૂલને સાંકળતો ઓપરેશન ફ્લડ કાર્યક્રમ 1970માં શરૂ થયો હતો. આ ઓપરેશન ફ્લડે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતોને વિકાસની નવી દિશા દર્શાવી હતી. એનડીડીબીએ 1970માં ઓપરેશન ફ્લડની શરૂઆત કરી હતી અને એના પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો હતો. વર્ગીસ કુરિયને 1965તથી 1998 એમ 33 વર્ષ સુધી એનડીડીબીના અધ્યક્ષની જવાબદારી નિભાવી હતી. આજે દેશમાં 1.6 કરોડથી વધારે દૂધ ઉત્પાદકો અમૂલ સાથે જોડાયેલા છે. આ દૂધ ઉત્પાદક દેશની 1,85,903 ડેરી કોઓપરેટિવ સોસાયટી મારફતે અમૂલ સુધી દૂધ મોકલાવે છે. 218 ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ યુનિયનોમાં દૂધનું પ્રોસેસિંગ થાય છે. અમૂલના 28 સ્ટેટ માર્કેટિંગ ફેડરેશન કરોડો લોકો સુધી આ દૂધ પહોંચાડે છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news