ટાટા, બિરલા અથવા અંબાણી નહીં, પરંતુ આ વ્યક્તિ છે અત્યાર સુધીનો સૌથી અમીર ભારતીય, સંપત્તિ જાણીને ઉડી જશે હોશ

આજે અમે તમને એક મીડિયા રિપોર્ટ મુજબ, ભારતનાં સૌથી અમીર રાજાનું નામ છે મીર ઉસ્માન અલી ખાન, જે હૈદરાબાદના નિઝામ હતા. મીર ઉસ્માન અલી ખાને હૈદરાબાદ પર 1911થી 1948 સુધી 37 વર્ષ સુધી રાજ કર્યુ. ચાલો જાણીએ તેઓ કેટલા અમીર હતા?

ટાટા, બિરલા અથવા અંબાણી નહીં, પરંતુ આ વ્યક્તિ છે અત્યાર સુધીનો સૌથી અમીર ભારતીય, સંપત્તિ જાણીને ઉડી જશે હોશ

આપણને બધાને ભારતના સૌથી અમીર વ્યક્તિ વિશે કોઈ પૂછે, તો આપણા બધાના મગજમાં સૌથી પહેલા ટાટા, બિરલા અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓનું નામ આવે છે. કારણકે હાલના સમયે ભારતના અમીર વ્યક્તિઓમાં આ ઉદ્યોગપતિઓના નામ શામેલ છે. પરંતુ કોઈને આ વાત જાણીને નવાઈ લાગશે કે, ભારતના સૌથી અમીર એવા રાજાઓ હોઈ શકે છે જેમણે વસાહતી શાસન પહેલાં ભારતના કેટલાક વિસ્તારોમાં શાસન કર્યું હતું.

આઝાદી બાદ ભારત એક લોકતાંત્રિક દેશ બન્યો અને પોતાની રાજાશાહીનો વિલય કરી દીધો. આ કારણે તેમને પોતાની તમામ સંપત્તિ છોડવી પડી હતી. પરંતુ આ બધામાંથી કયા રાજા સૌથી અમીર હતા? આજે અમે તમને એક મીડિયા રિપોર્ટ મુજબ, ભારતનાં સૌથી અમીર રાજાનું નામ છે મીર ઉસ્માન અલી ખાન, જે હૈદરાબાદના નિઝામ હતા. મીર ઉસ્માન અલી ખાને હૈદરાબાદ પર 1911થી 1948 સુધી 37 વર્ષ સુધી રાજ કર્યુ. ચાલો જાણીએ તેઓ કેટલા અમીર હતા?

હૈદરાબાદના છેલ્લા નિઝામ હતા
હૈદરાબાદના છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાન એક ધનિક રાજા હતા. તેમણે વર્ષ 1948માં પોતાની રિયાસતનો ભારતીય લોકતંત્રમાં વિલય કરી દીધો. તેઓ એટલા અમીર રાજા હતા જેના વિશે વિચારવુ પણ મુશ્કેલ છે. પિતાના નિધન બાદ 1911માં હૈદરાબાદના નિઝામ બન્યા અને અંદાજે 4 દાયકા સુધી શાસન કર્યુ.

પેપરવેટની જગ્યાએ હીરાનો ઉપયોગ
મીડિયા રિપોર્ટ મુજબ, હૈદરાબાદના છેલ્લા નિઝામ પેપરવેટના બદલે હીરાનો ઉપયોગ થતો હતો.  મીર ઉસ્માન અલી ખાનની પોતાની બેંક હતી જેનુ નામ હૈદરાબાદ સ્ટેટ બેંક હતુ. આ બેંકની સ્થાપના 1941માં થઈ હતી.

એલિઝાબેથને ગિફ્ટમાં આપ્યા હતા હીરાના દાગીના
નિઝામને મોંઘી ભેટ આપવા માટે ઓળખવામાં આવતા હતા. રિપોર્ટમાં જણાવાયુ છે કે, તેમણે બ્રિટનની રાજકુમારી એલિઝાબેથને લગ્નમાં હીરાના દાગીના ભેટમાં આપ્યા હતા.

વિશ્વ વિદ્યાલયને ભેટમાં આપી મોટી રકમ
હૈદરાબાદના છેલ્લા નિઝામે પોતાના રાજ્યના વિકાસ માટે વીજળી, રેલવે, સડક અને હવાઈ માર્ગને વિકસિત કર્યા હતા. આ સિવાય તેમણે જામિયા નિઝામિયા, બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય. અલીગઢ  મુસ્લિમ વિશ્વ વિદ્યાલય અને દારૂલ ઉલૂમ દેવબંધ જેવા વિશ્વ વિદ્યાલયોને દાન પેટે મોટી રકમ પણ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news