ગ્રામ્ય સ્તરે વધતા કોરોનાના કેસ ત્રીજા વેવની આગાહી? છેલ્લા 5 દિવસના આંકડા આંખો ઉઘાડનારા

ગુજરાતમાં 2020 માં કડક લોકડાઉનમાંથી પસાર થઇ ચુકેલા લોકો ને રાહત આપવા માટે દિવાળીમાં છુટછાટ આપવામાં આવી હતી. જો કે આ રાહત પછીથી ગુજરાતને ખુબ જ મોંઘી પડી હતી. બીજી લહેર દિવાળી બાદ જ શરૂ થઇ હતી અને ત્યાર બાદ જે સ્થિતિનું સર્જન થયું તેના સાક્ષી આપણે તમામ લોકો છીએ. જો કે આ વખતે આની શરૂઆત નવરાત્રીથી થઇ હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાની બીજી લહેર હાલ શાંત પડી છે જેના પગલે સરકાર દ્વારા મોટા ભાગના નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. જેટલા નિયમો રાખવામાં આવ્યા છે તેમાં પણ ખુબ જ ઢીલાશ વર્તવામાં આવી રહી છે. 
ગ્રામ્ય સ્તરે વધતા કોરોનાના કેસ ત્રીજા વેવની આગાહી? છેલ્લા 5 દિવસના આંકડા આંખો ઉઘાડનારા

અમદાવાદ : ગુજરાતમાં 2020 માં કડક લોકડાઉનમાંથી પસાર થઇ ચુકેલા લોકો ને રાહત આપવા માટે દિવાળીમાં છુટછાટ આપવામાં આવી હતી. જો કે આ રાહત પછીથી ગુજરાતને ખુબ જ મોંઘી પડી હતી. બીજી લહેર દિવાળી બાદ જ શરૂ થઇ હતી અને ત્યાર બાદ જે સ્થિતિનું સર્જન થયું તેના સાક્ષી આપણે તમામ લોકો છીએ. જો કે આ વખતે આની શરૂઆત નવરાત્રીથી થઇ હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાની બીજી લહેર હાલ શાંત પડી છે જેના પગલે સરકાર દ્વારા મોટા ભાગના નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. જેટલા નિયમો રાખવામાં આવ્યા છે તેમાં પણ ખુબ જ ઢીલાશ વર્તવામાં આવી રહી છે. 

નવરાત્રીમાં મોટા આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો કે સોસાયટી સ્તરે 400 લોકોની છુટ આપવામાં આવી છે. જો કે આ 400 લોકો પણ વેક્સિન સર્ટિફિકેટ સાથે હોવા જોઇએ તેવો નિયમ બનાવાયો છે, જો કે દારૂબંધીની જેમ આ નિયમનું પાલન કેટલું કડકાઇથી થાય છે તે દરેક લોકો જાણે છે. તેવામાં કોરોના કેસ સિંગલ ડિઝિટમાં આવી ગયા હતા તે ફરી એકવાર ડબલ ડિજિટમાં થઇ રહ્યા છે અને ઝડપથી વધી પણ રહ્યા છે. ત્રીજી વેવ અંગે જે પ્રકારની આગાહી છે તે જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારો અને ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઝડપથી વધી રહ્યા છે. 

છેલ્લા બે દિવસ દરમિયાન આવેલા કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશન, સુરત, વડોદરા અને રાજકોટ કોર્પોરેશનની તુલનાએ વલસાડ અને જિલ્લા સ્તરે કોરોનાના કેસ વધારે સામે આવ્યા છે. 8 તારીખના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં એક પણ કેસ નથી તો સામે વલસાડમાં સૌથી મોટો કોરોનાનો આંકડો છે. તેવામાં ત્રીજી લહેર અને તે પણ ગ્રામ્ય સ્તરે આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહી. કારણ કે હવે દિવાળી નજીકમાં છે તેવામાં ફરી એકવાર લોકો શહેરી વિસ્તારોમાં ખરીદી કરવા માટે ઉમટી પડશે. 

ગત્ત વર્ષે પણ અમદાવાદના ભદ્રમાં કોરોનાના ડર છતા પણ જે પ્રકારે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં હતા જે ખુબ જ ઘાતક સાબિત થયું હતું. તંત્ર દ્વારા ત્યાર બાદ વધી રહેલા કેસોને ધ્યાને રાખીને શનિ- રવિમાં ફરી એકવાર કર્ફ્યૂ લાગુ કરાયો હતો. તો બીજી તરફ કોરોનાના કેસોમાં પણ ચોંકાવનારો વધારો થયો હતો. જેથી આ વખતે તંત્ર પહેલાથી જ સમજીને આગોતરી તૈયારીઓ કરે અને કેટલાક કડક નિયંત્રણો લાદે તે હિતાવહ છે. જો હાલ કાબુ મેળવવામાં નહી આવે તો પરિસ્થિતિ ફરી એકવાર વિકરાળ સાબિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news