Corona નો ડર: પ્રાઈવેટ જેટ બુક કરીને વિદેશ જવા લાગ્યા દેશના અનેક અમીર, ભારતમાં વધી રહ્યો છે મોતનો આંકડો

દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી વધી રહી છે. આ ડરની વચ્ચે દેશના કેટલાંક અમીર પ્રાઈવેટ જેટ કે લાખો રૂપિયાની ટિકિટ ખરીદીને યૂરોપીય, હિંદ મહાસાગર અને પશ્વિમી એશિયાની દેશોમાં સુરક્ષિત જગ્યાઓ પર જઈ રહ્યા છે.

Corona નો ડર: પ્રાઈવેટ જેટ બુક કરીને વિદેશ જવા લાગ્યા દેશના અનેક અમીર, ભારતમાં વધી રહ્યો છે મોતનો આંકડો

નવી દિલ્લી: કોરોના સંક્રમણની વધતી સ્પીડથી દેશની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછતના સમાચાર આવી રહ્યા છે. એવામાં દેશના અનેક અમીર લોકોએ વિદેશ તરફ જવાનું શરૂ કરી દીધું છે.

માત્ર Ultra Rich જ આવું કરતા નથી:
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે દિલ્લીની એક પ્રાઈવેટ જેટ ફર્મ ક્લબ વન એરના સીઈઓ રાજન મેહરાએ જણાવ્યું કે માત્ર અલ્ટ્રા-રિચ જ આ શ્રેણીમાં નથી. પરંતુ જે લોકો પ્રાઈવેટ જેટના પૈસા ચૂકવી શકે છે તે પણ ટિકિટ બુક કરાવી રહ્યા છે.

બોલીવુડના અનેક સિતારા માલદીવમાં:
કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે અનેક બોલીવુડ સિતારાઓ પણ વિદેશ પહોંચી ચૂક્યા છે. અનેક હસ્તીઓને માલદીવમાં જોવામાં આવ્યા છે.

બ્રિટન, કેનેડા, યૂએઈ, હોંગકોંગે પ્રતિબંધ મૂક્યો:
પૈસાદાર ભારતીયોના વિદેશગમનના ધસારાના કારણે અનેક દેશોએ અલગ-અલગ પ્રકારની રોક લગાવી દીધી છે. આ દેશ દક્ષિણ એશિયાઈ દેશોમાંથી આવનારા મુસાફરો માટે પ્રતિબંધ લગાવી રહ્યા છે. બ્રિટન, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત અને હોંગકોંગ જેવા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. અને કેટલાંક દેશો હજુ આવા પગલાંની જાહેરાત કરે તેવી શક્યતા છે.

છેલ્લા સમયે જોવા મળ્યો ધસારો:
માલદીવે મંગળવારથી ભારતીયોના આખા દેશમાં ફરવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. માત્ર કેટલાંક રિસોર્ટને છોડીને. તેના કારણે છેલ્લા સમયે આ રિસોર્ટમાં જવા માટે ભારે ધસારો જોવા મળ્યો. રાજન મહેરા જણાવે છે કે એટલું જ નહીં દુબઈ અને લંડનમાં પણ પ્રતિબંધોની જાહેરાત થતાં પહેલાં મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચતા જોવા મળ્યા. મેહરા આ પહેલાં ભારતમાં કતાર એરવેઝના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

દિલ્લીથી દુબઈની ટિકિટ 15 લાખ:
રાજન મહેરાએ જણાવ્યું કે દિલ્લીથી દુબઈની એક બાજુની ટિકિટ લગભગ 15 લાખ રૂપિયાની છે. તેમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને અન્ય ટેક્સનો સમાવેશ થાય છે. પ્રાઈવેટ જેટવાળા વિદેશથી ખાલી આવવાની રિટર્ન ટિકિટનો ચાર્જ પણ વસૂલે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news