Maharashtra: પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગી, 4 દર્દીના મોત, બચાવ કાર્ય ચાલુ

મહારાષ્ટ્રના થાણામાં અચાનક એક હોસ્પિટલમાં આગ લાગી ગઈ જેમાં 4 દર્દીઓના મોત થયા. જ્યારે અનેક ઘાયલ થયા છે. અત્રે જણાવવાનું કે આગ મુંબ્રા વિસ્તારના કૌસામાં પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં લાગી છે. 

Maharashtra: પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગી, 4 દર્દીના મોત, બચાવ કાર્ય ચાલુ

થાણા: મહારાષ્ટ્રના થાણામાં અચાનક એક હોસ્પિટલમાં આગ લાગી ગઈ જેમાં 4 દર્દીઓના મોત થયા. જ્યારે અનેક ઘાયલ થયા છે. અત્રે જણાવવાનું કે આગ મુંબ્રા વિસ્તારના કૌસામાં પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં લાગી છે. 

થાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યાં મુજબ બુધવારે વહેલી સવારે 3.40 વાગે પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં આગ લાગી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને એક રેસ્ક્યૂ વાહન ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા દરમિયાન 4 લોકોના મોત થયા. 

— ANI (@ANI) April 28, 2021

અકસ્માતની જાણકારી આપતા થાણા પોલીસ અને ફાયરના અધિકારીઓએ કહ્યું કે હોસ્પિટલમાંથી 20 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં 6 દર્દી આઈસીયુમાં દાખલ હતા. તેમને પણ રેસ્ક્યૂ કરી લેવાયા છે. જો કે તેમાંથી કોઈ પણ કોરોના દર્દી નહતા. 

આ બાજુ લોકલ વિધાયક અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવ્હાણે કહ્યું કે આગમાં ઝૂલસીને દર્દીઓના મોત થયા. આગના કારણે હોસ્પિટલના પહેલા ફ્લોરને ખુબ નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેને અકસ્માતની જાણકારી આપી દેવાઈ છે. રાજ્ય સરકાર મૃતકોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક મદદ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news