BSNLએ માત્ર 39 રૂ.માં લોન્ચ કર્યો જબરદસ્ત ધાંસુ પ્લાન, વાંચીને ચોક્કસ લલચાશો
ભારતની ટોચની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી જબરદસ્ત સ્પર્ધામાં ટકી રહેવા નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે
Trending Photos
નવી દિલ્હી : ભારતની ટોચની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી જબરદસ્ત સ્પર્ધામાં ટકી રહેવા નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે પ્રીપેડ ગ્રાહકો માટે નવો પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન જબરસ્ત છે જેના અંતર્ગત ગ્રાહકોને 39 રૂપિયામાં જ અનલિમિટેડ કોલિંગની ઓફર મળી રહી છે.
બીએસએનલના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જણાવ્યા મુજબ આ પ્લાનની વેલિડિટી 10 દિવસની છે. કંપનીએ તાજેતરમાં જ રવિવારની ફ્રી કોલિંગ સર્વિસ ફરી શર કરી છે. પહેલા આ સર્વિસ 30 એપ્રિલના રોજ બંધ થઈ જવાની હતી પણ પછી આ નિર્ણય ફેરવી તોળવામાં આવ્યો છે.
બીએસએનએલની 39 રૂ.ની સ્ક્રીમના પ્લાનમાં પ્રીપેડ ગ્રાહક લોકલ તથા એસટીડી બંને પર કોલ કરી શકે છે. આ પ્લાનમાં યૂઝરને દિલ્હીમાં કોલ કરવાની છૂટ નથી પણ આ સિવાય સમગ્ર દેશમાં યુઝર કોલ કરી શકે છે. આ પ્લાન હેઠળ યૂઝરને 100 એસએમએસ અને કોલર ટ્યૂન સેટ કરવાની પણ સુવિધા મળશે પણ કોઈ જ પ્રકારનો ડેટા નહીં મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે