ગુજરાતમાં ક્યારે પડશે પહેલો વરસાદ? આવી ગઈ છે તારીખ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે

ગુજરાતમાં ક્યારે પડશે પહેલો વરસાદ? આવી ગઈ છે તારીખ

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે અને ભારે ગરમીથી લોકોના હાલ બેહાલ છે. જોકે આ પરિસ્થિતિમાં એક સારા સમાચાર આવ્યા છે. હવામાન એક્સપર્ટની એક આગાહી પ્રમાણે જૂનનાં પહેલા અઠવાડિયાથી ગુજરાત રાજ્યમાં વરસાદને લગતી હિલચાલ શરૂ થઈ શકે છે. 

આગાહી પ્રમાણે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 1 થી 5મી જૂન દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે. જોકે બીજી ધારણા પ્રમાણે અરબી સમુદ્રમાં જો સાઈક્લોન સર્જાય અને તે ઓમાન તરફ ગતિ કરે તો ગુજરાત સહિત ભારતમાં ચોમાસું સાત દિવસ જેટલું મોડું પણ બેસી શકે છે. આ સિવાય કેરળમાં 1 લી જૂનથી ચોમાસું બેસવાની શક્યતા છે. 

સ્કાયમેટ વેધર પછી ભારતની હવામાન એજન્સીએ આગામી ચોમાસાને નોર્મલ ગણાવ્યું છે એટલે કે દેશભરમાં સારા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસુ સારૂં રહેશે તેવું આ એજન્સી જણાવે છે. આ પહેલા 2017 અને 2016માં પણ ચોમાસુ સામાન્ય રહ્યું હતું, પરંતુ 2014 અને 2015માં ચોમાસું નબળું હોવાના કારણે દેશને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદ થવાથી સારી ખેતી થશે અને અર્થવ્યવસ્થા પર તેની સીધી અને સકારાત્મક અસર થશે તેવું મેટ ડિપાર્ટમેન્ટ કહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news