Budget 2021: આ વખતના બજેટમાં કરદાતાઓને મસમોટો ઝટકો આપી શકે છે નાણામંત્રી Nirmala Sitharaman, જાણો વિગતો

આ વખતના બજેટ (Budget 2021) માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ  (FM Nirmala Sitharaman)  દેશના ટેક્સપેયર્સને મોટો ઝટકો આપી શકે છે. જો કે આશા છે કે તેઓ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મળનારી છૂટને વધારી શકે છે. 

Budget 2021: આ વખતના બજેટમાં કરદાતાઓને મસમોટો ઝટકો આપી શકે છે નાણામંત્રી Nirmala Sitharaman, જાણો વિગતો

 નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ (Union Budget 2021) જનતા માટે ઢગલો આશાઓ લઈને આવતું હોય છે. ટેક્સપેયર્સને દર વર્ષે આવકવેરા રેટ્સમાં રાહતની આશા હોય છે. જ્યારે દેશના ગરીબ અને વંછિત તબક્કાના લોકો સરકાર પાસે પોતાના માટે મોટી જાહેરાતની આશા રાખીને બેઠા હોય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે Budget 2021 માં કેન્દ્ર સરકાર મધ્યવર્ગને ઝટકો આપી શકે છે.

કહેવાય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ ( FM Nirmala Sitharaman ) આ વખતે પણ ટેક્સ સ્લેબ (Tax Slabs) માં કોઈ ફેરફાર કરશે નહી. મીડિયા રિપોર્ટ્સ મુજબ નાણાકીય વર્ષ 2021-22 માટે કેન્દ્રીય બજેટમાં વ્યક્તિગત આવકવેરા સ્લેબમાં ફેરફારની કોઈ શક્યતા નથી. CNBC-TV18 ના અહેવાલ મુજબ નાણા મંત્રાલય (Ministry of Finance) બીજા ઉપાયો દ્વારા ટેક્સપેયર્સ ((taxpayers) ને આવકવેરા ટેક્સમાં રાહત આપવાની વિચારણા કરી રહ્યું છે. જે હેઠળ નાણા મંત્રાલય આવકવેરા કાયદા (Income Tax Act) ની કલમ 80C હેઠળ છૂટની મર્યાદા વધારવાની ભલામણ પર મંથન કરી રહ્યું છે. હાલમાં સેક્શન-80C (Section 80C) હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે. કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ થનારા બજેટ ( Budget 2021 ) માં સેક્શન 80C હેઠળ મળનારી છૂટને 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી શકે છે. 

રોકાણને પ્રોત્સાહિત કરવા માટે લેવાઈ શકે છે આ પગલું
કેન્દ્ર સરકાર રોકાણને વધુમાં વધુ પ્રોત્સાહિત કરવા માટે કલમ 80C હેઠળ છૂટની મર્યાદા વધારવાની યોજના બનાવી રહી છે. સરકારનું માનવું છે કે તેનાથી રોકાણ વધશે અને દેશના વિકાસને પ્રોત્સાહન મળશે. બજેટ 2021માં હોમ લોન (Home Loan) ના વ્યાજ અને મૂળધન બંનેની ચૂકવણી પર કાપની મર્યાદા વધારવામાં આવી શકે છે. હાલના ટેક્સ સ્લેબ મુજબ 0 થી 5 લાખ રૂપિયા સુધીની આવક માટે કોઈ ટેક્સ નહીં. 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓએ અત્યાર સુધી 20 ટકા ટેક્સ ભરવો પડતો હતો પરંતુ હવે તેને ઘટાડીને 10 ટકા કરાયો છે. 7.5 લાખથી 10 લાખ રૂપિયાની આવકવાળાઓ માટે 15 ટકા ટેક્સ રહેશે જે પહેલા 20 ટકા હતો. અત્રે જણાવવાનું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 11 વાગે સંસદમાં બજેટ રજુ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news