Ahmedabad: Corona ના કેસો ઘટતા તંત્ર માટે રાહતના સમાચાર, ખાનગી હોસ્પિટલોમાં 94 ટકા બેડ ખાલી

અત્રે નોંધનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

Ahmedabad: Corona ના કેસો ઘટતા તંત્ર માટે રાહતના સમાચાર, ખાનગી હોસ્પિટલોમાં 94 ટકા બેડ ખાલી

અતુલ તિવારી, અમદવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં લાંબા સમય બાદ કોરોના (Corona Virus) થી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થતો જાય છે. ગુજરાત (Gujarat) માં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. 

સતત કેસની સંખ્યા અને મૃત્યુ ઘટતાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના (Corona Virus) ના બેડ પણ ખાલી થયા છે. અમદાવાદ (Ahmedabad) ની ખાનગી કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પીટલમાં 94 ટકા બેડ ખાલી છે. હવે માત્ર 188 દર્દીઓ જ ખાનગી કોવીડ હોસ્પિટલ (Covid Hospital) માં સારવાર હેઠળ છે. કોરોનાના દર્દીઓ ઘટતા વધુ બે ખાનગી હોસ્પિટલને કોવીડ (Covid 19) ની સારવારમાંથી મુક્ત કરવામાં આવી છે. 79 ખાનગી કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં કુલ 2,971 ઉપલબ્ધ બેડ છે. 

હવે કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનના 1163 માંથી હાલ માત્ર 62 બેડ પર દર્દી સારવાર હેઠળ છે. HDU ના 999 બેડમાંથી 79 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ICU વિથઆઉટ વેન્ટીલેટરના 424 બેડ ઉપલબ્ધ છે, જેમાંથી હાલ માત્ર 27 દર્દીઓ સારવાર હેઠળ છે. ICU વિથ વેન્ટીલેટરના 197 બેડમાંથી હાલ માત્ર 20 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે AMC ની વેબસાઈટ મુજબ અમદાવાદ (Ahmedabad) માં હવે માત્ર 1414 કોરોનાના એક્ટીવ કેસ છે. ત્યારે માત્ર 188 કોરોનાના દર્દીઓ ખાનગી કોવીડ હોસ્પિટલ (Covid Hospital) માં સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 56,424 કોરોનાના દર્દીઓ નોંધાયા છે જ્યારે 52,777 દર્દીઓએ સારવાર બાદ કોરોના (Ahmedabad) ને માત આપી ચૂક્યા છે.  

અત્રે નોંધનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,665 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 48 છે. જ્યારે 4,617 લોકો સ્ટેબલ છે. 2,50,056 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4376 લોકોનાં મોત નિપજ્યા છે. રવિવારે 01 વ્યક્તિનું મોત નિપજ્યું છે. મહિસાગરમાં 01 વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાત (Gujarat)  માં માત્ર 01 મોત કોરોનાને કારણે નિપજ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news