BUDGET માં ભાવિ ભારતની અર્થવ્યવસ્થાની ઝલક, રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાનું નિવેદન

BUDGET REACTION: બજેટ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રાએ જણાવ્યુંકે, તમામ લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે સરકારે 20 થી 30 લોકોની એક સમિતિ બનાવવી જોઈએ જે એ નિર્ધારિત કરે કે, આગામી 20 થી 25 વર્ષોમાં દરેક ક્ષેત્રમાં શું-શું નવું કરવાની જરૂર છે.

BUDGET માં ભાવિ ભારતની અર્થવ્યવસ્થાની ઝલક, રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાનું નિવેદન

નવી દિલ્લીઃ રાજ્યસભાના સાંસદ ડૉ.સુભાષ ચંદ્રાએ દેશના સામાન્ય બજેટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે મોદી સરકારના બજેટને સર્વસમાવેશક અને અર્થતંત્ર-મજબુતના દસ્તાવેજ તરીકે ગણાવ્યું. બજેટ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રાએ જણાવ્યુંકે, તમામ લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે સરકારે 20 થી 30 લોકોની એક સમિતિ બનાવવી જોઈએ જે એ નિર્ધારિત કરે કે, આગામી 20 થી 25 વર્ષોમાં દરેક ક્ષેત્રમાં શું-શું નવું કરવાની જરૂર છે.

દરેક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો-
ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે, 'તમામ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે સરકારે વીસથી ત્રીસ લોકોની એક કમિટી બનાવવી જોઈએ જે નક્કી કરે કે આગામી 20 થી 25 વર્ષમાં દરેક ક્ષેત્રમાં શું કરવું જોઈએ. આ બજેટ દ્વારા આગામી 25 વર્ષમાં અર્થવ્યવસ્થા ક્યાં જશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો આપણે 25 વર્ષનો ટાર્ગેટ લેવો હોય તો એવી ઘણી બાબતો છે જેમાં સામાજિક, આર્થિક, રાજકીય, આંતરરાષ્ટ્રીય, રાજદ્વારી દરેક વિષયનો સમાવેશ કરવો જોઈએ.

ચીનને ટક્કર મળશે-
જો આપણે બજેટની જોગવાઈ અને લક્ષ્યો પર યોગ્ય રીતે આગળ વધીએ તો આપણે ચીન સાથે યોગ્ય રીતે સ્પર્ધા કરી શકીશું. ચીને જે રીતે પોતાનો 25-30 વર્ષનો રોડમેપ દરેક રીતે બનાવ્યો છે. તેથી હું કહીશ કે પ્રધાનમંત્રી મોદીએ આ દિશામાં અદ્ભુત અને મહાન કામ કર્યું છે.

'જનહિતમાં કામ કરવું'-
બુંદેલખંડ અને નોર્થ ઈસ્ટમાં અંદાજે 40-50 પ્રોજેક્ટ બજેટ અનુસાર નક્કી કરવામાં આવ્યા છે, જેના પર કામ કરવામાં આવશે. ઘણી જગ્યાએ નદીઓને જોડવા માટે આકારણીની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતોના દૂરગામી પરિણામો આવશે. આ યુગમાં રાજકીય પરિપ્રેક્ષ્યને બદલે પ્રજાના હિતમાં કામ થઈ રહ્યું છે.

સરકાર સૈનિકો પર ધ્યાન આપી રહી છે-
સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત સહિતની અન્ય જોગવાઈઓ અંગે ડૉ. ચંદ્રાએ કહ્યું, 'સૈન્ય અને જવાનોને તમામ જરૂરી વસ્તુઓ સમયસર પૂરી પાડવામાં આવી રહી છે. વીસ વર્ષ પહેલાં જ્યારે અમે જવાનો સાથે વાત કરતા ત્યારે અમને ખબર હતી કે તેમના પગની આંગળીઓ ઠંડીમાં ઓગળી જતી હતી. આવું ન થાય તે માટે સરકારે વ્યવસ્થા કરી છે. પીએમ મોદી સૈનિકોને સતત પ્રોત્સાહિત કરતા રહે છે. તેમની સાથે તહેવાર ઉજવે છે. તેઓ હંમેશા જવાનોનુું મનોબળ મજબુત બનાવવા પ્રયત્નશીલ રહે છે. સેનાના કામકાજમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ નથી કરવામાં આવતો. દેશની રક્ષાની નીતિ બહુ સ્પષ્ટ છે કે આપણે કોઈ પર હુમલો કરવાનો નથી અને આપણે આપણી વસ્તુઓ કોઈને આપવાની પણ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news