ATMમાંથી ફાટેલી-તૂટેલી નોટો નીકળે તો શું કરવું? બેંક ના બદલે તો થશે 10 હજારનો દંડ
RBIનો નિયમ કહે છે કે ATM નોટોની જવાબદારી બેંકની છે. નોટ ચેક કરવાની જવાબદારી એટીએમમાં પૈસા નાખનાર એજન્સીની નથી. જો નોટમાં કોઈ ખામી હોય તો બેંક કર્મચારી દ્વારા જ તેની તપાસ કરવી જોઈએ. જો કોઈ નોટ ક્ષતિગ્રસ્ત, ફાટેલી અથવા નકલી હોય, તો બેંક તેને બદલવાની ના પાડી શકે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ આરબીઆઈના નિયમો કહે છે કે ATMનોટની જવાબદારી ATMમાં પૈસા નાખનાર એજન્સીની નથી, જો નોટમાં કોઈ ખામી હોય તો તેની તપાસ બેંક કર્મચારીએ જ કરવી જોઈએ.
આપણી સાથે એવું ઘણી વાર બને છે જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડવા જાઓ છો અને ફાટેલી નોટો બહાર આવે છે. લોકો મૂંઝાઈ જાય છે હવે શું કરવું...2000ની નોટમાં તો હવે ખાસ બને છે. એક તો જૂની નોટો અને 2000ની નોટ કોઈ હાથમાં લેવા તૈયાર ના હાય આ સમયે એટીએમમાંથી ફાટેલી નોટ નીકળે તો ગ્રાહકને સૌથી મોટી ફાળ પડે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે બેંકમાં જઈને આ નોટો સરળતાથી બદલી શકો છો. આરબીઆઈનો નિયમ કહે છે કે બેંક આ નોટો બદલવાની ના પાડી શકે નહીં પરંતુ નોટ બદલવાની એક મર્યાદા છે અને કેટલાક નિયમો છે, જેનું તમારે પાલન કરવું પડશે.
જાણો શું કહે છે RBIનો નિયમ-
RBIનો નિયમ કહે છે કે ATM નોટોની જવાબદારી બેંકની છે. નોટ ચેક કરવાની જવાબદારી એટીએમમાં પૈસા નાખનાર એજન્સીની નથી. જો નોટમાં કોઈ ખામી હોય તો બેંક કર્મચારી દ્વારા જ તેની તપાસ કરવી જોઈએ. જો કોઈ નોટ ક્ષતિગ્રસ્ત, ફાટેલી અથવા નકલી હોય, તો બેંક તેને બદલવાની ના પાડી શકે નહીં. જો ખરાબ નોટ પર સીરીયલ નંબર, મહાત્મા ગાંધીનો વોટરમાર્ક અને ગવર્નરના શપથ દેખાય છે, તો બેંકે કોઈપણ સંજોગોમાં નોટ બદલવી પડશે. જો બેંક આવું કરે છે તો તે બેંક પર 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
લિમિટ સુધી નોટો બદલી શકાશે-
એવું નથી કે તમે બેંકમાં જઈને ગમે તેટલી નોટો બદલી શકો છો. નોટ બદલવાની એક નિશ્ચિત મર્યાદા છે. રિઝર્વ બેંકના નિયમો અનુસાર એક વ્યક્તિ એક સમયે માત્ર 20 નોટ બદલી શકે છે. તેમજ આ નોટોની કિંમત 5000 થી વધુ ન હોવી જોઈએ. જો કે, ખરાબ રીતે બળી ગયેલી, ફાટેલી નોટો બદલી શકાતી નથી. આવી નોટો માત્ર રિઝર્વ બેંકની ઈસ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે.
નોટ બદલવાની પ્રક્રિયા શું છે-
નોટ બદલવા માટે તમારે એ જ બેંકની શાખામાં જવું પડશે જેના ATMમાંથી તમે નોટની લેવડદેવડ કરી છે. ત્યાં ગયા પછી તમારે બેંકને અરજી આપવાની રહેશે અને અરજીની સાથે તમારે તે જગ્યાની તારીખ, સમય અને નામ જણાવવાનું રહેશે જ્યાંથી પૈસા ઉપાડવામાં આવ્યા છે. તેની સાથે એટીએમમાંથી બહાર આવેલી સ્લિપ બતાવવાની રહેશે અથવા તો રકમ કપાતનો મેસેજ બતાવવાનો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે