PM મોદીની આ સ્કીમ સાથે જોડાઇને કરો કમાણી, શરૂ કરી શકો છો ફાયદોનો બિઝનેસ

કેન્દ્રની મોદી સરકારનું ધ્યાન ખેતી પર છે. શનિવારે સંસદમાં રજૂ થયેલા બજેટ 2020માં પણ ખેડૂતોનું ધ્યાન રાખતાં ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. બજેટનો એક મોટો ભાગ ખેતી, ગામડા અને ખેડૂતો પર ફોકસ હતું. સરકારે એવી ઘણી યોજનાઓની જાહેરાત કરી, જેણે બેકાર પડેલી જમીનને ઉપયોગમાં લઇ શકાય છે.

PM મોદીની આ સ્કીમ સાથે જોડાઇને કરો કમાણી, શરૂ કરી શકો છો ફાયદોનો બિઝનેસ

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારનું ધ્યાન ખેતી પર છે. શનિવારે સંસદમાં રજૂ થયેલા બજેટ 2020માં પણ ખેડૂતોનું ધ્યાન રાખતાં ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. બજેટનો એક મોટો ભાગ ખેતી, ગામડા અને ખેડૂતો પર ફોકસ હતું. સરકારે એવી ઘણી યોજનાઓની જાહેરાત કરી, જેણે બેકાર પડેલી જમીનને ઉપયોગમાં લઇ શકાય છે, સાથે જ ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમાં એક યોજના છે ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન એટલે કે કુસુમ (KUSUM) યોજના.

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ બજેટમાં જાહેરાત કરી હતી કે સરકાર કુસુમ યોજનાને ચાલુ રાખશે જેથી, ખેડૂતોને ખેતરોમાં સિંચાઇ માટે સોલાર પંપ (Solar Pump) પુરા પાડવામાં આવશે. જોકે આ યોજનાની જાહેરાત 2018-19ના બજેટમાં તાત્કાલિક નાણામંત્રી અરૂણ જેટલીએ કરી હતી. સરકાર આ યોજનાથી દેશમાં વિજળીની ઉણપને દૂર કરશે અને સાથે જ ઉજ્જળ જમીનનો પણ ઉપયોગ કરી શકાશે. ખેતરોમાં સોલાર વિજળી ઉત્પાદનથી વિજળી ઉણપ તો દૂર થશે જ સાથે જ વિજળીને વેચીને ખેડૂતો વધારાની આવક પણ કરી શકે છે. કુસુમ યોજના માટે સરકાર ખેડૂતોને સબસિડીના રૂપમાં સોલાર પંપના કુલ ખર્ચની 60% રકમ આપશે. 

કુસુમ યોજના
આપણા દેશમાં ખેતી વરસાદના ભરોસે છે. ઘણી જગ્યાએ ડીઝલ પંપોથી અને વિજળીના પંપો વડે સિંચાઇ થવા છે. પરંતુ દરેક જગ્યાએ વિજળીની પહોંચ ન હોવાના કારણે તમામ જગ્યાએ વિજળીના પંપ વડે સિંચાઇ સંભવ છે અને વિજળીની યોગ્ય આપૂર્તિ ન થવી એક મોટી સમસ્યા છે.

કુસુમ યોજના દ્વારા ખેડૂત પોતાની જમીનમાં સૌર ઉર્જા પંપ લગાવીને પોતાના ખેતરોમાં સિંચાઇ કરી શકે છે. આ યોજનામાં ખેડૂત પોતાની ઉજ્જડ જમીન પર સોલાર પેનલ લગાવીને વિજળી ઉત્પાદન પણ કરી શકે છે. ખાસ વાત એ છે કે સોલાર પેનલથી તૈયાર વધારાની વિજળીને ખેડૂતોને વેચી પણ શકે છે. 

કોણ અને કેવી રીતે કરી શકે છે એપ્લાઇ
કુસુમ યોજના હેઠળ સોલર પંપ લગાવવા માટે કોઇ ખેડૂત, ખેડૂતોનું ગ્રુપ, સહકારી સમિતિઓ, પંચાયત અરજી કરી શકે છે. સોલાર પ્લાન્ટ લગાવવા માટે 50,000 રૂપિયા પ્રતિ મેગાવોટ+ જીએસટીના દર સાથે અરજી વિજળી વિભાગમાં જમા કરાવવા પડશે. ઉત્તર પ્રદેશના ખેડૂત યૂપી સરકારની વેબસાઇટ www.upagripardarshi.gov.in પર અરજી કરી શકે છે.

સરકાર કરશે મદદ
આ યોજના માટે સમગ્ર ખર્ચાને 3 ભાગોમાં વહેચવામાં આવ્યો છે જેથી વધુ ખેડૂત તેમની સાથે જોડાઇ શકે. પહેલા ભાગ હેઠળ કેન્દ્ર સરકાર કુલ ખર્ચનો 60 ટકા ભાગ સબસિડી તરીકે આપશે. 30 ટકાની રકમ લોન બેન્કમાંથી લોન તરીકે પ્રાપ્ત કરી શકશે. 10 ટકા લોનની રકમ ખેડૂતને પોતાને લગાવવી પડશે. 

કુસુમ યોજનાના લાભ
- ખેડૂતોને કુસુમ યોજનાથી વિજળીની બચત થશે
- ખેડૂતોને સિંચાઇ માટ વિજળીની રાહ જોવી પડશે.
- 20 લાખ સિંચાઇ પંપો અને સૌર ઉર્જાથી ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. 
- ડીઝલની ખપત અને પ્રદૂષણ પર કંટ્રોલ થશે. 
- ખેડૂતોને ખર્ચના ફક્ત 10 ટકા જ ખર્ચ કરવા પડશે. 
- ઉજ્જડ જમીનનો ઉપયોગ કરી શકાશે.
- ખેડૂત આવક માટે પોતાની વધેલી વિજળીને વેચી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news